ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

PreMarriage Counselling: લગ્ન જીવનને મજબૂત કરવા મદદગાર થઇ શકે છે પ્રી મેરેજ કાઉન્સિલિંગ - Pre marriage counseling benefits

કાઉન્સેલર સ્નેહા જણાવે છે, લગ્ન બાદ એકબીજા વચ્ચે સંબંધ મજબૂત બનાવવા અને જીવનસાથીને સમજવા માટે તથા મેરેજ બાદ આવતી સમસ્યાઓનો સામનો કરવા માટે પતિ-પત્ની બન્નેને માનસિક રીતે તૈયાર કરવાના હેતુ (Pre marriage counseling benefits) થી આજકાલ પ્રી મેરેજ કાઉન્સિલિંગ (Pre Marriage Counseling) નું ચલણ વધ્યું છે. જાણો પ્રી મેરેજ કાઉન્સિલિંગના વિવિધ ફાયદાઓ વિશે...

Pree Marriage Counselling: લગ્ન જીવનને મજબૂત કરવા મદદગાર થઇ શકે છે પ્રી મેરેજ કાઉન્સિલિંગ
Pree Marriage Counselling: લગ્ન જીવનને મજબૂત કરવા મદદગાર થઇ શકે છે પ્રી મેરેજ કાઉન્સિલિંગ

By

Published : Apr 2, 2022, 12:36 PM IST

બદલાતા સમયની સાથે લગ્ન અને તેને લગતી જવાબદારીઓને લઈને સામાન્ય લોકોની સામાજિક અને વ્યવહારિક વિચારસરણીમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. પહેલાના સમયમાં લગ્નને 'એડજસ્ટમેન્ટ'નું બીજું નામ માનવામાં આવતું હતું, પરંતુ આજની પેઢીને લગ્ન પાસેથી અલગ જ અપેક્ષાઓ છે. જો તે પૂર્ણ ન થાય, તો તે પરસ્પર સંઘર્ષ અને લગ્નજીવન (Pre Marriage Counseling) માં સમસ્યાઓનું કારણ બની જાય છે. આંકડાઓ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ ચિંતાની બાબત: ચિંતાની વાત એ છે કે આ લોકોની વધતી સંખ્યા એવા લોકોની છે જેમના લગ્નને બહુ ઓછો સમય થયો હોય. આ કારણે ભાવિ યુગલને લગ્ન પહેલા લગ્ન માટે માનસિક રીતે તૈયાર કરવા માટે પ્રી-મેરેજ કાઉન્સેલિંગની પ્રથા વધી ગઈ છે. ETV ભારતએ બેંગ્લોર સ્થિત ફેમિલી કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ સ્નેહા અલગ સાથે લગ્ન પહેલાના કાઉન્સેલિંગની જરૂરિયાત અને ફાયદાઓ વિશે વાત કરી હતી.

લગ્ન પહેલા કાઉન્સેલિંગની જરૂર છે: કાઉન્સેલર સ્નેહા જણાવે છે, "લગ્ન બાદ એકબીજા વચ્ચે સંબંધ મજબૂત બનાવવા અને જીવનસાથીને સમજવા માટે તથા મેરેજ બાદ આવતી સમસ્યાઓનો સામનો કરવા માટે પતિ-પત્ની બન્નેને માનસિક રીતે તૈયાર કરવાના હેતુથી આજકાલ પ્રી મેરેજ કાઉન્સિલિંગનું ચલણ વધ્યું છે".

યુવાનોની વિચારસરણીમાં ઘણો બદલાવ: કાઉન્સેલર કહે છે, "હાલમાં લગ્નને લઈને યુવાનોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. આજના યુગમાં મોટાભાગની મહિલાઓ અને પુરૂષો નોકરી કરે છે. બન્ને કમાય છે, પરંતુ જ્યારે ઘરની જવાબદારીની વાત આવે છે, ત્યારે મોટાભાગની મહિલાઓ પર ઘર અને બહાર બન્ને પ્રકારની જવાબદારી હોય છે. ઉપરાંત, બાળક અને પરિવારના અન્ય સભ્યોની જવાબદારી પણ ઘણા કિસ્સાઓમાં તણાવપૂર્ણ હોય છે. આ સિવાય પણ અન્ય ઘણા પરિબળો છે, જે લગ્નજીવનમાં સમસ્યા ઉભી કરે છે. આવા સંજોગોમાં લગ્ન પહેલાનું કાઉન્સેલિંગ સ્ત્રી અને પુરૂષ બન્ને માટે એક માધ્યમ બની શકે છે, જેથી તેઓ લગ્ન પહેલા વિવિધ મુદ્દાઓ પર એકબીજાની વિચારસરણી અને તેમની પ્રાથમિકતાઓને વધુ સારી રીતે સમજી શકે, જે તેમને એકબીજા સાથે સમાધાન કરવામાં મદદ કરી શકે.

આ પણ વાંચો:સગર્ભા સ્ત્રીઓ દ્વારા જંતુનાશક દવાઓનો ઉપયોગ બાળકો માટે ઘાતક

લગ્ન પહેલાના કાઉન્સેલિંગના ફાયદા: જો કે પ્રી-મેરેજ કાઉન્સેલિંગ મોટાભાગે ઉચ્ચ-મધ્યમ વર્ગના લોકોમાં પ્રચલિત છે, પરંતુ આજકાલ દરેક વર્ગના યુવાનોમાં તેનો ટ્રેન્ડ વધવા લાગ્યો છે. આ એક પ્રકારની કપલ થેરેપી છે, જેમાં યુવા લગ્ન પછી સામે આવતા તમામ મુદ્દાઓ અને વિષયો પર ચર્ચા કરે છે. સાથે જ એકબીજાના વ્યવહાર અને નબળાઈઓ જાણવાનો પ્રયત્ન કરે છે, જેથી ભવિષ્યમાં તકલીફ ન પડે. કાઉન્સેલર સમક્ષ આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે છે, ત્યારે તેમની સલાહ ખૂબ મદદરૂપ થઈ શકે છે.

લગ્ન પહેલાનું કાઉન્સેલિંગ ઘણી રીતે ફાયદાકારક: કાઉન્સેલર્સનું કહેવું છે કે લગ્ન પહેલાનું કાઉન્સેલિંગ ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેમ કે આ ઉપચાર દરમિયાન, બન્ને વચ્ચે સારો સંવાદ સ્થાપિત થાય છે. કાઉન્સેલિંગની મદદથી ભાવિ દંપતી તેમના પાર્ટનર સાથે ઘણી બધી ન કહેવાતી બાબતો વિશે વાત કરી શકે છે. જેના કારણે બન્ને વચ્ચેના સંબંધો મજબૂત બને છે અને સંબંધમાં સકારાત્મકતા આવે છે. જે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓ હલ કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, તે તમારા જીવનસાથીની ખામીઓને જાણવા, તેને સમજવા અને સમાધાન કરવા સહિત ઘણી બાબતોમાં મદદ મળે છે.

* લગ્ન પહેલાના કાઉન્સેલિંગનો હેતુ

કાઉન્સેલર જણાવે છે કે આવા સત્રોમાં ઘણા મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે છે, જેમાંથી કેટલાક નીચે દર્શાવ્યા છે:-

  • ભાવિ યુગલ એકબીજાના વિચારો, અપેક્ષાઓ અને લાગણીઓને વધુ સારી રીતે સમજી શકશે.
  • તેમને લગ્ન પછી માત્ર સારી બાબતો માટે જ નહીં, પરંતુ પરેશાનીઓ માટે પણ માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ.
  • કુટુંબ, સંબંધો અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર એકબીજાના પરિપ્રેક્ષ્યને વધુ સારી રીતે સમજવામાં સક્ષમ બને.
  • બન્ને વચ્ચે સ્વસ્થ સંવાદ સ્થાપિત કરી શકાય.
  • બન્ને એકબીજાની આર્થિક, કૌટુંબિક અને સામાજિક સ્થિતિ અને જવાબદારીઓ વિશે જાણી અને સમજી શકે છે.

આ પણ વાંચો:સ્વીટનર્સના ઉપયોગથી જીવન પર વિવિધ પ્રકારના કેન્સરનો ખતરો: સંશોધન

ABOUT THE AUTHOR

...view details