ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે 'પીઓપી' - 'POP' affects women's mental health

પેલ્વિક ઑર્ગન પ્રોલેપ્સ જેને સામાન્ય ભાષામાં ગર્ભાશયનું ખસકવું કહે છે તે મહિલાઓના શારિરીક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. જો કે આ વધારે ગંભીર સમસ્યા નથી. આથી જો તમને આ અંગે પ્રારંભિક સ્ટેજમાં ખબર પડે તો સારવારથી આ સમસ્યાથી થતી અસહજાતથી બચી શકાય છે.

મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે 'પીઓપી'
મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે 'પીઓપી'

By

Published : Apr 5, 2021, 4:49 PM IST

  • મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે પેલ્વિક ઑર્ગન પ્રોલેપ્સ
  • 10 ટકા યુવા મહિલાઓ અને 50 ટકા આધેડ મહિલાઓ જોવા મળે છે આ તકલીફ
  • સ્નાયુઓ અને લિગામેન્ટની નબળાઇથી જોવા મળે છે આ તકલીફ

ન્યૂઝ ડેસ્ક: પેલ્વિક ઑર્ગન પ્રોલેપ્સ એક એવી તકલીફ છે જે સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળે છે છતાં પણ મોટાભાગની મહિલાઓ આ રોગથી અજાણ છે. જાણકારોનું માનીએ તો લગભગ 10 ટકા યુવા મહિલાઓ અને 50 ટકા આધેડ મહિલાઓ આ પ્રોલેપ્સનો સામનો કરે છે. પેલ્વિક ઑર્ગન પ્રોલેપ્સ શું છે અને મહિલાઓને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અંગે ઑલ્ટર્નેટિવ મેડિસિન થેરાપિસ્ટ આરતી ગવારેકરે ETV ભારત સુખીભવ:ને આ અંગે વિસ્તારથી માહિતી આપી હતી.

શું છે પેલ્વિક ઑર્ગન પ્રોલેપ્સ ?

આરતી ગવારેકરે જણાવ્યું હતું કે ઇંટરનેશનલ ગાયનેકોલૉજી એસોસિએશનના જણાવ્યા અનુસાર પેલ્વિક ઑર્ગન પ્રોલેપ્સ, જે મેડિકલ જગતમાં 'પીઓપી' નામે ઓળખાય છે. તે અવસ્થા છે જ્યારે મહિલાના પેટના નીચેના ભાગના સ્નાયુઓ નબળા થઇ જવાથી અથવા અન્ય કોઇ કારણથી પેલ્વિક અંગ નીચેની તરફ ખસવા લાગે છે. આ અવસ્થામાં મહિલાઓને એવું અનુભવાય છે તે તેમનું પેલ્વિક અંગ યોની તરફ ખસે છે. અલગ અલગ મહિલાઓમાં આ સ્થિતિ અલગ અલગ સ્ટેજમાં હોય છે. પેલ્વિક અંગોમાં વિશેષ કરીને ગર્ભાશયની સંરચના એટલે કે એનાટૉમિકલ સ્થિતિ પર નિર્ભર કરે છે. ખરેખર મહિલા પેલ્વિક અંગોમાં ગર્ભાશય, મુત્રાશય, મળાશય અને યોની જેવા અંગોનો સમાવેશ થાય છે. આ તમામ અંગ સ્નાયુઓ અને લિગામેન્ટના કારણે પોતપોતાની જગ્યાએ રહે છે. આ અંગોને નીચેની તરફથી સપોર્ટ મળી રહે છે જેના કારણે તે હલતાં નથી પણ કેટલાક કારણસર આ સ્નાયુઓ અને લિગામેન્ટ ખેંચાય છે અને ફાટી જાય છે. પછી તે પેલ્વિક ઑર્ગનને એટલો સપોર્ટ નહીં આપી શકે.

વધુ વાંચો:46 થી 89 ટકા ઑટિસ્ટિક બાળકમાં જોવા મળે છે ભોજન સંબંધી તકલીફ

શું છે પીઓપીના લક્ષણો ?

પેલ્વિક ઑર્ગન પ્રોલૈપ્સના સ્ટેજ અને તેના લક્ષણો અંગે આરતી ગવારેકરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે પહેલા અને બીજા તબક્કામાં મહિલાઓમાં કોઇ જ લક્ષણ જોવા મળતા નથી આથી અંગોમાં કોઇ અસહજતા જોવા મળતી નથી પણ પીઓપીના ત્રીજા અને ચોથા સ્ટેજમાં અંગો ખસવાની તેમાં પણ ખાસ કરીને ગર્ભાશય ખસવાની શરૂઆત થવા લાગે છે જેના કારણે મહિલાઓને દુખાવો અને પેટના નીચેના ભાગમાં અસહજતા અનુભવાય છે. આ સ્થિતિની મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. મહિલાઓને લાગે છે કે તેમનું ગર્ભાશય બહાર આવી જશે. જેના કારણે મહિલાઓ તાણ અનુભવે છે. જો કે આ સ્થિતિ સામાન્ય રીતે આ સ્થિતિ વધારે ગંભીર હોતી નથી પણ દર્દીની માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે જરૂરી છે તેમને એ વિશ્વાસ અપાવવો જરૂરી છે કે શરીરનો કોઇ અંગ બહાર ન આવી શકે. મહિલાઓમાં ઉત્પન્ન થતી આ સ્થિતિના આ કારણો હોઇ શકે છે જેમકે લાંબા સમય સુધી કબજીયાતની તકલીફ હોય. મોનોપોઝ સમયમાં સ્નાયુઓ મજબૂત કરવા વાળા એસ્ટ્રોજન હૉર્મોનનું ઓછું હોવાનું તે. વજન વધવાથી શરીરનું વજન વધે છે ત્યારે પેટ વધતા અંગો પર દબાણ આવે છે. આવી મહિલાઓ જો કોઇ એવા વ્યવસાય સાથે જોડાયેલી હોય કે જ્યાં નિયમિત રીતે વજન ઉપાડવાનું હોય અથવા સામાન સરકાવાનો હોય તો આ મહિલાને છાતીમાં દુખાવો રહે છે. કનેક્ટિવ ટિશુ વિકાર અથવા ન્યૂરોલૉજીકલ અથવા વધારે ઉંમર પણ કારણ બને છે. આ એક આનુવાંશિક સમસ્યા પણ હોઇ શકે છે. પરીવારમાં કોઇને પણ પીઓપીની સમસ્યા હોય તો આ રોગ થવાની આશંકા વધી જાય છે. 'પીઓપી'ના લક્ષણ આરતી ગવારેકર જણાવે છે કે પ્રોલૈપ્સ થવાથી મહિલાઓને યોનીમાં ભારેપણું અનુભવાય છે. તેમને એવું લાગે છે કે તેમની યોનીમાં સોજો છે અથવા કશું ભરાયેલું છે. અન્ય લક્ષણોમાં પેટના નીચેના ભાગમાં અથવા યોની પર ભારે દબાણ અનુભવાય છે. યોનીમાંથી કશુંક બહાર આવવું. શારિરીક સંબંધ બાંધતી વખતે તકલીફ થવી.સંપૂર્ણ રીતે મૂત્રાશય ખાલી ન કરી શકવું, વારે વારે પેશાબ આવવો. મૂત્રવિસર્જન અથવા મળત્યાગ સમયે તકલીફ આવવી. હસતી વખતે, ખાંસતી વખતે અથવા છીંકતી વખતે પેશાબ થવો.

વધુ વાંચો:વધતી એલર્જીનું કારણ તણાવ હોઈ શકે

કેવી રીતે થાય છે પીઓપીની સારવાર ?

પીઓપીની સમસ્યા ગંભીર થાય ત્યારે ગાઇનેકોલોજિસ્ટ મહિલાને યોનીમાંથી પસ્સરીજ લગાવાની સલાહ આપે છે જે રબર અથવા સિલિકોનથી બનેલું આ ઉપકરણ અંગોને સપોર્ટ આપે છે અને તેને ખસવા દેતા નથી. એ સિવાય મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધારવા માટે ગોળીઓ પણ આપે છે. જે યોનીની દિવાસો અને સ્નાયુઓને મજબૂતી આપે છે. જો સ્થિતિ વધારે ગંભીર હોય તો સર્જરીની પણ સલાહ આપે છે.

ઑક્યૂપેશનલ થેરેપી મદદગાર સાબિત થઇ શકે છે

આરતી ગવારેકરે જણાવ્યું હતું કે પીઓપીની સમસ્યામાં વૈકલ્પિક થેરાપી મદદગાર સાબિત થઇ શકે છે. તેમણે મહિલાઓને આ થેરાપીઝ આપવાની સલાહ આપે છે. વ્યવહારમાં પરિવર્તન, જીવન શૈલીમાં બદલાવ, કસરત કરવામાં ધ્યાન રાખો, શૌચાલયનો ઉપયોગ કરવામાં બેસવાની પોઝિશનનું ધ્યાન રાખો. સામાન ઉઠાવવામાં સાચી ટેકનીકનો ઉપયોગ કરવો જેથી પેટ પર દબાણ ઓછું આવે. જીવન જીવવાની રીતને વધુ સારી કરવી જેથી સ્વાસ્થ્ય સારૂ રહે.

ABOUT THE AUTHOR

...view details