ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

પ્રદૂષિત હવા હૃદયના દર્દીઓ માટે છે હાનિકારક, જાણો કઈ સમસ્યા થાય છે ઉત્પન્ન... - પ્રદૂષિત હવા

શું તમે જાણો છો કે, વાયુ પ્રદૂષણ આપણા હૃદયના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે! તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, નબળી ગુણવત્તાવાળી હવા વેન્ટ્રિક્યુલર એરિથમિયાનું (Ventricular arrhythmia) જોખમ વધારે છે, ખાસ કરીને હૃદયના દર્દીઓમાં. આ સંશોધનમાં સંશોધકોએ હૃદયના સ્વાસ્થ્ય અને વાયુ પ્રદૂષણ વચ્ચેની લિંક શોધવા માટે નબળી હવાની ગુણવત્તાના દિવસોમાં હૃદયના દર્દીઓની સંખ્યાનો ડેટા એકત્રિત કર્યો.

પ્રદૂષિત હવા હૃદયના દર્દીઓ માટે છે હાનિકારક, જાણો કઈ સમસ્યામાં થાય છે ઉત્પન...
પ્રદૂષિત હવા હૃદયના દર્દીઓ માટે છે હાનિકારક, જાણો કઈ સમસ્યામાં થાય છે ઉત્પન...

By

Published : Jul 2, 2022, 10:09 AM IST

Updated : Jul 2, 2022, 11:05 AM IST

ન્યુઝ ડેસ્ક: યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી (European Society of Cardiology) હાર્ટ ફેલ્યોર 2022 કોંગ્રેસમાં રજૂ કરાયેલા સંશોધનમાં સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે, જ્યારે પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે ત્યારે લોકોમાં ખાસ કરીને હૃદયના દર્દીઓમાં વેન્ટ્રિક્યુલર એરિથમિયાની સમસ્યા પણ વધે છે. નોંધપાત્ર રીતે, આ સંશોધનમાં સંશોધકોએ હૃદયના સ્વાસ્થ્ય અને વાયુ પ્રદૂષણ વચ્ચેની લિંક શોધવા માટે નબળી હવાની ગુણવત્તાના દિવસોમાં હૃદયના દર્દીઓની સંખ્યાનો ડેટા એકત્રિત કર્યો.

આ પણ વાંચો:શું છે ડ્રાય શેમ્પૂ અને ક્યા છે તેના ફાયદા-ગેરફાયદા ?

આ અભ્યાસ ઉત્તર ઇટાલીના એમિલિયા રોમાગ્ના ક્ષેત્રમાં પિયાસેન્ઝા શહેરમાં થયો હતો. નોંધનીય છે કે, વર્ષ 2021માં યુરોપીયન એન્વાયર્નમેન્ટ એજન્સી (European Environment Agency) દ્વારા યુરોપિયન શહેરોમાં વાયુ પ્રદૂષણ પર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં પિયાસેન્ઝાને રેન્કિંગમાં સૌથી વધુ પ્રદૂષણના સ્તર સાથે સૌથી તળિયે સ્થાન આપવામાં આવ્યું હતું.

વેન્ટ્રિક્યુલર એરિથમિયા શું છે

  • વેન્ટ્રિક્યુલર એરિથમિયા એ એવી સ્થિતિ છે, જેમાં હૃદય સામાન્ય દરને બદલે અનિયમિત રીતે ધબકે છે. આ રોગમાં, હૃદયના ધબકારા ક્યારેક ખૂબ જ ઝડપથી વધે છે અને ક્યારેક તે ખૂબ જ ઝડપથી ઘટે છે. આ સમસ્યા હૃદયના નીચલા ચેમ્બર સાથે સંબંધિત છે. જો કે વેન્ટ્રિક્યુલર એરિથમિયા વધતી જતી ઉંમરમાં એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે, જે સામાન્ય સ્થિતિમાં શરીરમાં બહુ સમસ્યા ઉભી કરતી નથી, પરંતુ જો કોઈ વ્યક્તિને હૃદયની બીમારી હોય તો તેના માટે આ સ્થિતિ ચિંતાનો વિષય બની શકે છે.

સંશોધનનો હેતુ અને પરિણામો

  • આ સંશોધનના લેખક અને કાર્ડિયોવેસ્ક્યુલર ટેકનિશિયન અને ટેક્નોલોજિસ્ટ ડૉ. એલેસિયા ઝાનીએ સંશોધનમાં જણાવ્યું છે કે, આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય હૃદયના સ્વાસ્થ્ય પર ઉચ્ચ સ્તરના વાયુ પ્રદૂષણની અસર જાણવાનો હતો. અભ્યાસમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ હૃદયની સ્થિતિનો અનુભવ કરી રહ્યા હતા અથવા જેમના હૃદયમાં ICD જેવું ઉપકરણ મૂકવામાં આવ્યું હતું.
  • વેન્ટ્રિક્યુલર એરિથમિયાની ઘટનામાં ICD ની ભૂમિકા પણ સંશોધનમાં વિગતવાર સમજાવવામાં આવી છે. સંશોધન દર્શાવે છે કે, પ્રત્યારોપણ કરાયેલ કાર્ડિયોવર્ટર ડિફિબ્રિલેટર (ICD) અને અન્ય પેસમેકર, હૃદયના ધબકારા સ્વસ્થ અને સરળ રાખવા ઉપરાંત, એરિથમિયા સામે રક્ષણ આપવા માટે પણ કામ કરે છે. તે જ સમયે, તે ઓળખવામાં પણ સક્ષમ છે કે, કયું પરિબળ ક્યારે કઈ સમસ્યાને ઉત્તેજિત કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ ઉપકરણો નબળી ગુણવત્તાની હવાને કારણે હૃદય રોગ અથવા વેન્ટ્રિક્યુલર એરિથમિયાની ઘટનામાં પણ સંકેત આપે છે.
  • ડો.એલેસિયા ઝાની કહે છે કે, રિસર્ચમાં ICD ધરાવતા દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રદૂષણની અસર અને તેના કારણે સર્જાતી સમસ્યાના સંકેતો વધુ સ્પષ્ટ રીતે દેખાતા હતા. સંશોધનમાં વપરાતા કુલ ડેટામાંથી, લગભગ 90% દર્દીઓમાં ICD (International Classification of Diseases)ના પ્રતિભાવમાં વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયાને નિયંત્રિત કરવામાં આવ્યું હતું.
  • તે સમજાવે છે કે, ICD થેરાપી હાલમાં સંભવિત ઘાતક એરિથમિયા જેમ કે, વેન્ટ્રિક્યુલર ટૈચીકાર્ડિયા (Ventricular tachycardia) અને વેન્ટ્રિક્યુલર ફાઇબરિલેશન (VF) ના નિવારણ માટે વપરાતું એકમાત્ર સાધન છે. હવાના પ્રદૂષણને કારણે વેન્ટ્રિક્યુલર એરિથમિયા દરમિયાન, ICDs એન્ટી-ટાકીકાર્ડિયા પેસિંગ (Adenosine triphosphate), આંચકો અથવા બંને દ્વારા વેન્ટ્રિક્યુલર એરિથમિયાને (Ventricular arrhythmia) રોકવામાં સક્ષમ છે.

નોંધપાત્ર રીતે, એટીપીનો ઉપયોગ વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા માટે થાય છે, જે હૃદયના ધબકારાને એરિથમિયા કરતાં વધુ ઝડપી બનાવવા અને ધબકારા નિયંત્રિત કરવા પેથોલોજીકલ સર્કિટને અવરોધિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે ATP નિષ્ફળ જાય છે, ત્યારે ICD ઉચ્ચ-વોલ્ટેજનો આંચકો આપે છે, જે તરત જ એરિથમિયાને બંધ કરી દે છે.

આ પણ વાંચો:શા માટે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

કેવી રીતે કર્યો અભ્યાસ

  • અભ્યાસમાં કુલ સહભાગીઓમાંથી 146 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમને ICD લાગેલી હતી અને જાન્યુઆરી 2013 અને ડિસેમ્બર 2017 વચ્ચે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. આ જૂથમાં, 67 લોકોએ પહેલાથી જ વેન્ટ્રિક્યુલર એરિથમિયાનો અનુભવ કર્યો હતો, જ્યારે 79 લોકોએ તેનો અનુભવ કર્યો ન હતો. અભ્યાસ દરમિયાન, કુલ સંશોધકોમાંથી 440માં વેન્ટ્રિક્યુલર એરિથમિયા જોવા મળ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, PM 2.5 સ્તરમાં દર 1 ug/m3 વધારા માટે, એરિથમિયાનું જોખમ લગભગ 1.5% વધી ગયું છે.
  • નોંધપાત્ર રીતે, આ સંશોધન માટે પ્રાદેશિક પર્યાવરણ એજન્સીએ (Regional Environment Agency) સંશોધકોને PM 2.5, PM 10, કાર્બન મોનોક્સાઇડ (CO), નાઇટ્રોજન ઑક્સાઈડ (NO 2), અને ઓઝોન (O3) પર દૈનિક ડેટા પ્રદાન કર્યા. 'વાયુ પ્રદૂષણ હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમ વધારે છે' આ અભ્યાસમાં હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી પરિબળ તરીકે હવાના પ્રદૂષણને વર્ગીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.
  • સંશોધનમાં સંશોધકોએ માન્યતા આપી કે, "હૃદય માટે ધૂમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરકોલેસ્ટેરોલેમિયા જેવા અન્ય પરિબળોની જેમ હવાના પ્રદૂષણને પણ હૃદય માટે જોખમી પરિબળ ગણવું જોઈએ. જેમ લોકો આ જોખમી પરિબળોને ટાળવાનો પ્રયાસ કરે છે, તેમ ઉચ્ચ હૃદયના જોખમ ધરાવતા લોકોએ ઉચ્ચ સ્તરના વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.

સાવચેતીઓ

  • આ સંશોધનમાં ડૉ. એલેસિયા ઝાની અને તેમના સાથી સંશોધકોએ કેટલીક સાવચેતીઓ વિશે જણાવ્યું છે, જે હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે પર્યાવરણમાં પ્રદૂષણ PM 2.5 અને PM 10 ની વચ્ચે અથવા તેની આસપાસ હોય, ત્યારે હૃદયના દર્દીઓએ શક્ય તેટલું ઘરની અંદર રહેવું જોઈએ. જો તેમને ઘરની બહાર નીકળવું પડે ત્યારે ખાસ કરીને વધુ ટ્રાફિક અથવા માટીવાળા વિસ્તારોમાં, તો તેમના માટે N95 માસ્ક પહેરવું વધુ સારું રહેશે. આ સિવાય જો ઘરની આસપાસના વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધારે હોય તો ઘરમાં એર પ્યુરિફાયરનો પણ ઉપયોગ કરી શકાય છે.
Last Updated : Jul 2, 2022, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details