- પીઅર-રિવ્યૂ જર્નલ એજિંગમાં પ્રકાશિત થયેલા અભ્યાસનું તારણ
- ઓક્સીજન થેરાપી અલ્ઝાઇમર રોગની સારવારમાં મહત્ત્વની છે
- મગજમાં એક ખાસ સ્તરની રચના થતી અટકાવે છે ઓક્સીજન થેરાપી
ઇઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં અલ્ઝાઇમરના અટકાવ માટે એક મહત્વની માહિતી બહાર આવી છે. ઉંદરો પર કરવામાં આવેલા આ સંશોધનમાં શોધી કાઢવામાં આવ્યું છે કે જો શુદ્ધ ઓક્સીજનને એક ચેમ્બર દ્વારા દબાણ સાથે શ્વાસમાં લેવામાં આવે છે, તો તે મગજની કામગીરીમાં વધારો કરે છે અને લોકોની સંજ્ઞાનાત્મક ક્ષમતાઓમાં સુધારો કરે છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલમાં પ્રકાશિત આ અહેવાલ મુજબ પ્રાણીઓમાં એવું પણ જાણવા મળ્યું છે કે પ્લાકની રચના અટકાવવામાં ઓક્સિજન થેરાપી મદદરૂપ સાબિત થાય છે.
નિદાન કાયમી તો નથી પણ લાભદાયકઃ સંશોધક
સંશોધનના પરિણામો વિશે માહિતી આપતાં મુખ્ય લેખક, પ્રોફેસર ઉરી એશર કહે છે કે એમ તો હું માનતો નથી કે આ અલ્ઝાઇમર્સનું કાયમી નિદાન હોઈ શકે છે. પરંતુ આ ઉપચારની મદદથી અલ્ઝાઇમરની તીવ્રતા અને તેના વધવાની ગતિને ધીમી કરી શકાય છે. જો કે આ દિશામાં વધુ સંશોધન કરવાની હજુ જરૂર છે. શક્ય છે કે થોડા વર્ષોમાં આ થેરાપીનો લાભ લોકોને મળવા લાગશે.
15 ઉંદરો પર થયો પ્રયોગ
આ સંશોધનમાં પ્રાણીઓના પ્રયોગોમાં ઉંદરો સામેલ હતાં. પ્રયોગ દરમિયાન અલ્ઝાઇમર રોગમાં ચેતાના નુકસાન જેવા લક્ષણો સાથે 15 આનુવંશિક રીતે સુધારેલા ઉંદરો રાખવામાં આવ્યાં હતાં.. જ્યારે તેમના પર ઓક્સિજન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે આ થેરાપી મગજમાં એમિલોઇડની રચનાને અટકાવે છે અને પહેલેથી હાજર એમિલોઇડનું સ્તર દૂર કરે છે. વાસ્તવમાં એમિલોઇડ એક પ્રકારનું ન ઓગળી શકતું પ્રોટીન છે જેને અલ્ઝાઇમર રોગમાં ચેતા નુકસાનની તીવ્રતા વધારનારા પરિબળોમાંનું એક માનવામાં આવે છે. આ પ્રયોગ પછી સારવાર મેળવી રહેલા ઉંદરોએ એમિલોઇડ સ્તરની માત્રામાં ત્રીજા ભાગનો વધારો દર્શાવ્યો. સાથે મગજમાં પહેલેથી જ હાજર એમિલોઇડ સ્તરનું કદ સરેરાશ અડધા જેટલું ઘટ્યું હતું. એ નોંધપાત્ર છે કે અલ્ઝાઇમર થયું હોય તો મગજમાં લોહીનો પ્રવાહ ઘટે છે, પરંતુ સંશોધકોએ આપેલી થેરાપીથી ઉંદરોના મગજમાં લોહીના પ્રવાહમાં સુધારો થયો હતો.