- ક્યૂટનેસ આપણા મગજ પર કેવી અસર કરે છે
- સારો વ્યક્તિ બનવામાં મદદ કરે છે ક્યૂટનેસ
- ક્યૂટનેસ આપણા મગજને કરે છે હેક
ન્યૂઝ ડેસ્ક : ઘણી વખત નાના બાળકોને આસપાસ રમતા જોઇને અકારણે મોઢામાંથી નિકળી જાય છે કે કેટલા વ્હાલા લાગે છે. તેમની મસ્તી, આંખો અને હસી આપણેને આકર્ષિત કરે છે પણ શું તમે જાણો છો કે આપણા મનમાં આ ભાવ ઉત્પન્ન થવા એ ન્યુરૉલોજિકલ ઘટના છે. ઑક્સફર્ડના વૈજ્ઞાનિકોએ ન્યુરોઇમેજિંગ ટેક્નોલોજીથી એક સિસ્ટમ તૈયાર કરી છે કે જેથી તમે માપી શકશો કોઇ વસ્તુ તમારી આંખોને કેટલી ગમી રહી છે એટલે પ્રચલિત ભાષામાં કહીએ તો તમને કેટલું ક્યૂટ લાગ્યું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સંશોધનથી લોકો અને તેમના બાળકો વચ્ચેનો સંબંધ વધારે સારો કરવામાં મદદ મળશે સાથે જ મગજ અને અન્ય પ્રણાલીઓને સમજવાની પણ તક મળશે.
શું છે ન્યૂરોઇમેજિંગ ટેકનિક ?
ન્યૂરોઇમેજિંગ ટેકનિક અને તેની મદદથી થતી ગતિવિધીઓ તથા નવી પ્રણાલીઓ પર આધારિત આ શોધ મુજબ આપણે કોઇ પણ બાળક અથવા કોઇ વસ્તુ કે જીવને જોઇએ છીએ, જે આપણને જોવામાં ખુબ જ સુંદર લાગે છે. તો આપણા મગરમાં ઑર્બિટોફ્રાન્ટલ કોર્ટેક્સ એટલે કે મગજની ભાવનાઓ સર્જાય છે તે ભાગ સક્રિય થઇ જાય છે. આ ભાગ આંખોની પાછળ હોય છે અને મનપસંદ વ્યક્તિ, જીવ તથા વસ્તુઓ જોયા પછી થોડી જ સેકન્ડ્સમાં મગજમાં જાગૃત થાય છે. સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ન્યૂરોઇમેજિંગ ટેકનિકની મદદથી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ઑર્બિટોફ્રૉન્ટલ કોર્ટેક્સ કેવી રીતે કામ કરે છે.