ન્યૂઝ ડેસ્ક: ઓસ્ટિયોપોરોસિસ એવો રોગ છે, જેમાં વ્યકિતની ઉંમર વધવાની સાથે સાથે હાડકાની બોન ડેસિંટી ઓછી થવા લાગે છે. જેના પરિણામે વ્યકિતિની હડ્ડીઓમાં કમજોરી (Osteoporosis problem) આવવા લાગે છે અને તેનું બોન માંસ ઘટવા લાગે છે. આ કારણે તે વ્યકિત પૂરી ભૂરી દેખાવા લાગે છે. આ ઉપરાંત, વ્યકિતિની હડ્ડીઓ તૂટવાનો ખતરો (Reason of Break Bones) પણ રહે છે. હાડકાંમાં આવેલી નબળાઈ માત્ર તેમને જ નહીં, પરંતુ સ્નાયુઓને પણ ઈજા પહેંચાડવાની શક્યતાને વધારે છે. હાડકાં અને સ્નાયુઓમાં સમસ્યા (yoga for osteoporosis) પીડિતના શરીરના સંતુલનને પણ અસર કરે છે.
યોગ આસનોનો કરવાથી હાડકાં અને સ્નાયુઓની તંદુરસ્તી
આ સ્થિતિમાં, ચોક્કસ પ્રકારના યોગ આસનોનો કરવાથી હાડકાં અને સ્નાયુઓની તંદુરસ્તી જાળવવામાં અને મજબૂત કરવામાં ઘણી મદદ મળે છે. આ આસનોની પ્રેક્ટિસ માત્ર શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત, હાડકાં માટે જરૂરી પોષણને વધુ સારી રીતે શોષવામાં પણ મદદ કરે છે. આ સાથે જ હાડકાં અને સ્નાયુઓમાં લચીલાપણું વધારે છે. તેનાથી શરીરનું સંતુલન જણવાય રહે છે, પડી જવાથી ઈજા થવાની શક્યતા ઓછી રહે છે.
જાણો યોગ કરવાના ફાયદા વિશે
બેંગ્લોર સ્થિત યોગ ગુરુ મીનુ વર્મા કહે છે કે, યોગ ફક્ત આપણા હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ નથી કરતું, પરંતુ તે શરીરની મુદ્રા અને સંતુલન જાળવવામાં પણ મદદરૂપ છે. કેટલાક વિશેષ યોગ આસનોના નિયમિત યોગાભ્યાસથી નિતંબ અને કરોડરજ્જુમાં લચીલાપણું તેમજ શક્તિ વધે છે. આ સિવાય શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે, જેના કારણે ખોરાકમાં મળતા પોષક તત્વો વધુ સારી રીતે શોષાય છે અને શરીરમાં સમસ્યાઓ ઓછી થાય છે.
આ પણ વાંચો:Badam Milk Benefits: જાણો બદામ અને દુધના સેવનથી થતા ફાયદા વિશે
મીનુ વર્મા જણાવે છે કે, કેટલાક યોગાસનોનો અભ્યાસ ઓસ્ટીયોપોરોસીસ અને હાડકાની અન્ય સમસ્યાઓને રોકવામાં ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. જેમાંથી કેટલાક નીચે છે.
ઉત્તાનાસન / પદહસ્તાસન
- આ યોગ કરવા માટે, સૌપ્રથમ, યોગ મેટ પર અથવા તાડાસન મુદ્રામાં સીધા ઊભા રહો.
- આ બાદ, તમારા બન્ને હાથને ઉપરની તરફ લઈ જાઓ અને તેમને એકબીજા સાથે જોડો.
- હવે શ્વાસ છોડતી વખતે કમરથી નીચેની તરફ આગળ નમવું અને બન્ને હાથ વડે જમીનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
- આ દરમિયાન તમારા પગના ઘૂંટણથી તમારા માથાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો. થોડીક સેકન્ડ માટે આ મુદ્રામાં જ સ્થિર રહેવુ.
- હવે બીજા આ આસન માટે જમીન પર સીધા ઉભા રહો.
વિરભદ્રાસન
- હવે તમારો એક પગ બીજા પગની પાછળ એવી રીતે રાખો કે તેનો ઘૂંટણ સીધો રહે.
- બીજા પગને આગળ રાખો અને તેને ઘૂંટણ પર વાળો.
- હવે આ સ્થિતિમાં તમારા બન્ને હાથને માથાની ઉપર લઈ જાઓ અને છાતીને આગળ તરફ સટ્રેચ કરો.
- થોડો સમય આ સ્થિતિમાં રહ્યા પછી, તમારી પહેલાની સ્થિતિમાં પાછા આવો.
- હવે આ પ્રક્રિયાને બીજા પગ સાથે પણ પુનરાવર્તન કરો.
મયુરાસન
- આ આસન માટે સૌથી પહેલા યોગ મેટ પર પેટ પર સૂઈ જાઓ.
- આ પછી, શ્વાસ લેતી વખતે, પગ અને હાથની મદદથી શરીરને ઉંચુ કરવાનો પ્રયાસ કરો અને શરીરને ટેબલ જેવી સ્થિતિમાં લાવો.
- હવે ધીમે ધીમે શ્વાસ છોડતી વખતે, હિપ્સને ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયાસ કરો અને શરીરમાંથી ઊંધો 'V' આકાર બનાવો.
- ધ્યાન રાખવું કે, આ દરમિયાન ખભા અને હાથ એક લાઇનમાં હોવા જોઈએ અને આંખોનું ધ્યાન નાભિ પર હોવું જોઈએ.
- થોડીક સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને પછી ટેબલ જેવી સ્થિતિમાં પાછા આવો.
અર્ધ ચંદ્રાસન
- હવે પછીના આસન માટે સૌપ્રથમ તાડાસનની મુદ્રામાં જમીન પર ઉભા રહો.
- હવે બન્ને પગ વચ્ચે અંતર બનાવો. પ્રયાસ કરો કે બન્ને પગ વચ્ચે લગભગ બેથી ચાર ફૂટ જેટલું અંતર રહે. હવે તમારા હાથને ખભાની રેખામાં સીધા કરો.
- આ બાદ કમરને વાળીને, જમણી દિશામાં નમતી વખતે પહેલા જમણા હાથથી જમણા પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
- આ પછી, તમારા ઘૂંટણને સહેજ વાળી, તમારા હાથને જમણી બાજુએ પગની બાજુમાં જમીન પર રાખો, જો શક્ય હોય તો, ઘૂંટણને પણ સીધો રાખી શકાય છે.
- હવે ડાબા પગને હવામાં ઉંચો કરો. આ સ્થિતિમાં, વળેલા ઘૂંટણને સીધા કરો. યાદ રાખો કે આ સ્થિતિમાં તમારે તમારા બે પગ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હોવો જોઈએ.
- થોડીવાર આ મુદ્રામાં રહો અને પછી જૂની મુદ્રામાં આવો અને ફરીથી તાડાસનમાં ઉભા રહી અને બીજા પગ સાથે આ કસરતનું પુનરાવર્તન કરો.
યોગ ગુરુ મીનુ વર્મા કહે છે કે, નિઃશંકપણે આ આસનો હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ અસરકારક છે, પરંતુ તેમની પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષક પાસેથી શીખવા જોઈએ. આ ઉપરાંત, જે લોકોને હાડકાંની સમસ્યા કે બીમારી હોય તેમણે આ આસનો કરવા જોઈએ.
આ પણ વાંચો:Heart Atteck Problem: યૂવા વર્ગમાં હાર્ટ એટેકનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, જાણો તેનુ કારણ