- દર વર્ષે 29 જુલાઈએ ઉજવાય છે ORS દિવસ
- ડાયેરિયા અને તે સંબંધિત જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ
- શરીરમાં પાણીની કમીથી દર વર્ષે 15,00,000 લોકો મૃત્યુ પામે છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબ્લ્યુએચઓ ( WHO ) મુજબ દર વર્ષે 5 વર્ષથી ઓછી વયના આશરે 50,0000 બાળકો વિશ્વભરમાં ફક્ત ઝાડાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ડોકટરો અને નિષ્ણાતો માને છે કે જો બાળકોને યોગ્ય સમયે ઓઆરએસ (ORS) આપવામાં આવે તો મોટી સંખ્યામાં બાળકોને બચાવી શકાય છે.
ઓઆરએસ શું છે અને તેના ફાયદા
રાષ્ટ્રીય આરોગ્ય પોર્ટલ ( નેશનલ હેલ્થ પોર્ટલ ) અનુસાર, ઓઆરએસ (ORS) એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સના અભાવને દૂર કરે છે. ઝાડાની સમસ્યાને દૂર કરવા માટે આ સૌથી કિફાયતી સારવાર છે. જ્યારે બાળકને ઝાડાઉલટી થાય ત્યારે તેને સ્વચ્છ અથવા ઉકાળેલા પાણીમાં ઓઆરએસ મિશ્રણ કરીઆપવામાં આવે તો તેના શરીરમાં પાણીની કમી થતી નથી. ઓઆરએસ સોલ્યુશનની સહાયથી આંતરડા સોડિયમની સાથે ગ્લુકોઝ અને પાણીને શોષી લે છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર ઓઆરએસ સાથે ઝીંકની જોડી બનાવવી એ ભારે ઝાડા અને ડિહાઇડ્રેશનની સૌથી મહત્વપૂર્ણ સારવાર છે. ઓ.આર.એસ.માં ક્ષારના 3 પ્રકારો છે જેમાં સોડિયમ ક્લોરાઇડ અથવા સાદું મીઠું, ટ્રીસોડિયમ સાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરાઇડ શામેલ હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ ઝાડા, ઝાડા જેવી પરિસ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે ઓઆરએસને જરુરી માને છે.
આ લોકોએ ઓઆરએસનું વધુ ધ્યાન રાખવું જોઇએ
ઝાડા જ નહીં તે સામાન્ય ડિહાઇડ્રેશનમાં પણ ORS ફાયદાકારક છે. ઓઆરએસ વર્ષ 2019માં હાથ ધરાયેલા એક સંશોધન મુજબ, ડી-હાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછતને કારણે દર વર્ષે લગભગ 15,00,000 લોકો મૃત્યુ પામે છે. ડિહાઇડ્રેશન કોઈપણ ઉંમરે થાય છે. પરંતુ ઓઆરએસ સોલ્યુશનથી તમામ ઉંમરના લોકોને ઘણો ફાયદો થાય છે. આ સિવાય, રમતવીરો, નિયમિત કસરત કરતા લોકો અથવા એવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કે જેઓ ખૂબ પરસેવો વહાવેે છે અને જેમના શરીરમાં પાણીની અછત વધુ હોય છે, તેઓએ પણ નિયમિતપણે ORSનું સેવન કરવું જોઈએ. ઘરે પણ તમે ORSનું સોલ્યુશન બનાવી શકો છો.