- સ્વસ્થ અને મજબૂત વાળ માટે ઉપયોગી ટિપ્સ
- વાળના પ્રકાર પ્રમાણે તેલનો ઉપયોગ કરવો જોઇએ
- અમે આપને જણાવી રહ્યાં છીએ તેલ માલિશની યોગ્ય રીત
મજબૂત, નરમ અને ચળકતા વાળ માટે મસ્તિષ્ક ઉપરની ત્વચા પર તેલ મસાજ જરૂરી માનવામાં આવે છે. જોકે, આજના સમયમાં યુવાઓ તેલના બદલે કન્ડિશનર અને સીરમનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ ઉપાય વાળને ઉપરછલ્લો અસર કરે છે. પરંતુ એ જાણવું જોઇએ કે જો યોગ્ય રીતે કરવામાં આવે તો માથામાં તેલની માલિશ કરવાથી સમગ્ર શરીરને ફાયદો થાય છે. અમે આપને તેલ માલિશના ફાયદા અને માથા પર તેલ માલિશ કરવાની સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ.
તેલ માલિશના ફાયદા
- માથામાં તેલ માલિશ માત્ર વાળ માટે જ નહીં પણ માથાની ત્વચા માટે પણ ફાયદાકારક છે. આ તેલ માલિશ કરવાના ફાયદા નીચે મુજબ છે.
- માથા પર તેલની માલિશ કરવાથી માત્ર વાળને જ ફાયદો નથી થતો પણ શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. સારી તેલ માલિશ તમને મિનિટોમાં તાજગીનો અનુભવ કરાવે છે, માથાનો દુખાવો દૂર કરે છે અને તાણ દૂર કરવામાં પણ મદદ કરે છે. માલિશ માથાની ત્વચામાં ભરાઇ ગયેલા છિદ્રોને પણ ખોલે છે.
- વાળમાં તેલ લગાવવાથી મજબૂત બને છે. આ સાથે વાળની સામાન્ય સમસ્યાઓ જેમ કે વાળ તૂટવા, ખરવા, બેમોંઢાળાં થવા, પાતળા થઈ જવા વગેરે સમસ્યા પણ દૂર થાય છે.
- તેલની નિયમિત માલિશ કરવાથી માથાની શુષ્કતા દૂર થાય છે અને કુદરતી ભેજ જળવાય છે. તેલથી માલિશ કરવાથી વાળમાંથી ખોડાની સમસ્યા દૂર થાય છે અને અકાળે સફેદ થવાનું બંધ થાય છે.
- સૂતાં પહેલા દરરોજ તેલથી માથાની ત્વચામાં માલિશ કરો, તે સારી રીતે ઊંઘ લેવામાં મદદ કરે છે.
તેલ માલિશની સાચી રીત
તેલ માલિશ માટે સૌ પ્રથમ તમારી પસંદગીના તેલને થોડું ગરમ કરવું જરૂરી છે. માલિશ માટે આંગળીઓની મદદથી તેલને આખા માથાની ત્વચા અને વાળના મૂળથી છેડા સુધી સારી રીતે લગાવો. આ પછી સર્ક્યુલેશન મોડમાં લગભગ 10થી 15 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. ઓછામાં ઓછા એક કલાક માટે માથા પર તેલ રહેવું જોઇએ. એક કલાક પછી ગરમ પાણીમાં એક ટુવાલ ભીનો કરો પાણીને નીચોવી માથા પર પાઘડીની જેમ બાંધો અને 5 મિનિટ સુધી આ રીતે રાખો. આ પ્રક્રિયાનું ત્રણથી ચાર વખત પુનરાવર્તન કરો. આમ કરવાથી તેલ વાળ અને ત્વચામાં સારી રીતે શોષાય છે. તે પછી માઈલ્ડ શેમ્પૂથી માથું ધોઈ લો. કેટલાક લોકો રાત્રે માથામાં તેલ લગાવવાનું પસંદ કરે છે, આવી સ્થિતિમાં માથામાં તેલનું માલિશ કર્યા બાદ વાળને ઢીલા બાંધીને સૂઈ જાઓ અને સવારે શેમ્પૂ કરો. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે શિયાળાની ઋતુમાં રાત્રે તેલ લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેલની અસર ઠંડી હોય છે. તેથી રાત્રે માથા પર તેલ લગાવીને સૂવાથી શરદી થઈ શકે છે.
વાળ માટે કયું તેલ વધુ સારું છે?