- મેદસ્વિતાનો વિરોધાભાસી અભ્યાસ!
- એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર રોગીઓમાં મોટાપાને લઇને રસપ્રદ તારણ
- ઇટાલીની સાન રાફેલ યુનિવર્સિટીના સંશોધકોનું સંશોધન
યુરોપિયન એસોસિએશન ઓફ યુરોલોજી કોંગ્રેસમાં ( European Association of Urology Congress ) પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેદસ્વી લોકો જેમને પ્રોસ્ટેટ કેન્સરની ( Prostate Cancer ) સમસ્યા હોય છે, તેઓ સામાન્ય વજનના લોકો કરતા વધારે સમય જીવે છે. સ્થૂળતાને સામાન્ય રીતે કેન્સર અને અન્ય ઘણી ગંભીર બીમારીઓમાં મૃત્યુનું જોખમ વધારવા માટે માનવામાં આવે છે. પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધારે વજનવાળા વ્યક્તિઓમાં બોડી માસ ઇન્ડેક્સ વધારે હોવાથી તેઓ ઓછા બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા દર્દીઓ કરતાં વધુ જીવિત રહેવાની શક્યતા ધરાવે છે. જેને 'ઓબેસિટી પેરાડોક્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
મેદસ્વિતા વિરોધાભાસની ચકાસણી
જોવા જેવું છે કે આ સંશોધન દ્વારા ઇટાલીની સાન રાફેલ યુનિવર્સિટીના ( University of San Rafael, Italy ) સંશોધકો નિકોલા ફોસાટી, આલ્બર્ટો માર્ટિની અને સહકર્મીઓ ચકાસવા માંગતા હતાં કે 'મેદસ્વીતા વિરોધાભાસ' ( 'Obesity Paradox' ) મેટાસ્ટેટિક કાસ્ટ્રેશન-રેઝિસ્ટન્ટ પ્રોસ્ટેટ કેન્સર ( Prostate Cancer ) ધરાવતા દર્દીઓ માટે કામ કરે છે કે નહીં અને તે રોગનું સ્વરૂપ છે કે કેમ? શું એડવાન્સ સ્ટેજમાં ટેસ્ટોસ્ટેરોન ઘટાડવાની સારવાર અસરકારક છે?
ક્લિનિક્લ ટ્રાયલ્સમાં ટકાવારી પરખી
સંશોધકોએ ત્રણ અલગ અલગ ક્લિનિકલ ટ્રાયલ્સમાં સરેરાશ ઉંમર 69 વર્ષ સાથે 28ની સરેરાશ BMI ધરાવતા 1,577 દર્દીઓમાં જીવિત રહેવાની ટકાવારી પરખી હતી. પરિણામો દર્શાવે છે કે BMI એકંદરે કેન્સરના ( Prostate Cancer ) કેસોમાં જ સક્રિય અને રક્ષણાત્મક પરિબળ છે, તેમ જ દર્દીના કોઈપણ રોગમાં 4% સુધી અને કેન્સરમાં 29% સુધી જીવિત રહેવાની તક વધી જાય છે.
કીમોથેરાપીનો ઊંચો ડોઝ પણ શામેલ
સંશોધનમાં દર્દીઓને આપવામાં આવતા કીમોથેરાપીના ( Chemotherapy ) ઉચ્ચ ડોઝનેે પણ એડજસ્ટ કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે સ્થૂળતા ધરાવતા લોકો પર રક્ષણાત્મક અસર રહે છે. 20 ટકા વધારે વજનવાળા અને સામાન્ય વજનવાળા લોકોની સરખામણીમાં લગભગ 36 મહિનામાં 30 ટકા મેદસ્વી દર્દીઓ જીવિત બચી ગયાં હતાં. આ અભ્યાસમાં સાન રાફેલ યુનિવર્સિટીના યુરોલોજિસ્ટ ડૉક્ટર.નિકોલા ફોસાટી સમજાવે છે કે "પ્રોસ્ટેટ કેન્સરના મેટાસ્ટેસિસ ધરાવતા દર્દીઓની તપાસમાં જાણવા મળ્યું કે મેદસ્વી દર્દીઓ લાંબા સમય સુધી જીવે છે. આનો અર્થ એ છે કે BMI નો ઉપયોગ આ દર્દીઓમાં અસ્તિત્વની આગાહી કરવા માટે થઈ શકે છે.