- દરેક વાલીઓ પોતાના બાળકોના માનસિક વિકાસ માટે હોય છે ચિંતિત
- કેટલાક વાલીઓ બાળકોના માનસિક વિકાસ માટે ટોનિકનો લે છે સહારો (Mental fitness enhancing tonic)
- બાળકોનું પ્રદર્શન તેમની સ્વભાવિક બુદ્ધિમતા અને શિખવાની અને સમજવાની પ્રાકૃતિક ક્ષમતા પર નિર્ભર છે
ન્યૂઝ ડેસ્કઃ સામાન્ય રીતે દરેક વાલીઓ પોતાના બાળકોના વિકાસને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. વાલીઓ એમ પણ ઈચ્છે છે કે તેમના બાળકોનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય, પરંતુ અમુક વાલીઓ તો પોતાના બાળકોના માનસિક વિકાસ માટે તેમને ટોનિકનું સેવન (Mental fitness enhancing tonic) કરવા કહે છે. આ વાલીઓ માને છે કે, ટોનિકની મદદથી તેમના બાળકોની માનસિક યોગ્યતા વધશે અને તેઓ સ્પર્ધા અને પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકશે, જે ખોટું છે. બાળકોનું પ્રદર્શન તેમની સ્વભાવિક બુદ્ધિમતા અને તેમની શિખવાની અને સમજવાની પ્રાકૃતિક ક્ષમતા પર નિર્ભર કરે છે.
આ પણ વાંચોઃવિશ્વ હાયપરટેન્શન ડે 2021
કેટલાક બાળકોની બૌદ્ધિક ક્ષમતા અન્ય બાળકો કરતા સારી હોય છે
દરેક બાળકોની શિખવાની ક્ષમતા અલગ અલગ હોય છે, પરંતુ કેટલાક બાળકો એવા હોય છે કે જેને કંઈ પણ શિખવા અને સમજવા માટે મહેનત કરવી નથી પડતી. કારણ કે, તેમની બૌદ્ધિક ક્ષમતાઓ બીજા બાળકોની સરખામણીમાં સારી હોય છે. ઈટીવી ભારત સુખભવઃ સાથે વાત કરતા જગદીશા ચાઈલ્ડ ગાઈડેન્સ એન્ડ લેક્ટેશન મેનેજમેન્ટ ક્લિનિક (Child Guidance and Lactation Management Clinic), નાસિક મહારાષ્ટ્રની ડો. શમા જગદીશ કુલકર્ણી જણાવે છે કે, બાળકોની બૌદ્ધિક ક્ષમતાને વધારવા માટે તેમને યોગ્ય પોષણ આપવાની સાથે જ બાળપણથી જ પ્રયાસ કરવાની જરૂર છે.
આઈક્યૂ ટેસ્ટ (IQ Test)થી જાણી શકાય છે બાળકોની બુદ્ધિમતા
ડો. શમા જણાવે છે કે, કોઈ પણ બાળકની બૌદ્ધિક, શારીરિક અને માનસિક ક્ષમતા (Intellectual, physical and mental ability) તેમની પ્રાકૃતિક પ્રતિભાની જાણકારી આપે છે. એવા બાળકો જે બીજાની બરાબરીમાં વધુ તીવ્રતાથી અને સારી રીતે શિખે અને સમજે છે તો માની શકાય કે, તેમની બુદ્ધિનું સ્તર ઘણું વધારે છે. બુદ્ધિના માપ માટે બાળકોનો આઈક્યૂ ટેસ્ટ (IQ Test) પણ કરી શકાય છે, જેના પરિણામના આધારે પોતાની બુદ્ધિને જાણી શકાય છે. જે બાળકોનો આઈક્યૂ (IQ) 80થી 100ની વચ્ચે હોય તેમને સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવે છે. જ્યારે 100થી 120 વચ્ચે આઈક્યૂ (IQ) ધરાવતા બાળકોને સામાન્યથી ઉપરની શ્રેણીમાં, જ્યારે 120થી 140ની વચ્ચે આઈક્યૂ (IQ) ધરાવતા બાળકોને બુદ્ધિમાન તેમ જ 140થી વધુ આઈક્યૂ (IQ) ધરાવતા બાળકોને અસાધારણ શ્રેણીમાં રાખવામાં આવે છે. જાણવા જેવી વાત એ છે કે, ફક્ત સામાન્ય આરોગવાળા બાળકો જ નહીં, પરંતુ કેટલીક વાર સ્પેક્ટ્રમ ડિસઓર્ડરવાળા કેટલાક બાળકોમાં પણ એવા ગુણ જોવા મળે છે, જેનાથી તેમને ગિફ્ટેડ શ્રેણીમાં રાખવામાં આવે છે.