ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

જેટ લેગનો ઈલાજ આયુર્વેદની પદ્ધતીથી કેવી રીતે કરશો? - અપચો અને જેટ લેગ

યાત્રા અને પ્રવાસના કારણે લાગતા થાકને આયુર્વેદમાં ‘રથક્ષોભા’ કહેવામાં આવે છે. આયુર્વેદના નિષ્ણાંત ડૉ. રંગાનાયકુલુએ જેટ લેગથી બચવા અને તેનાથી દુર રહેવા માટે આયુર્વેદીક ઉપચારની સમજ આપી હતી.

જેટ લેગનો ઈલાજ આયુર્વેદની પદ્ધતીથી કેવી રીતે કરશો?
જેટ લેગનો ઈલાજ આયુર્વેદની પદ્ધતીથી કેવી રીતે કરશો?

By

Published : Mar 3, 2021, 5:41 PM IST

ન્યુઝ ડેસ્કઃ યાત્રા અને પ્રવાસ એ મનુષ્યની જુની પદ્ધતી છે. ખોરાકની પ્રાપ્તી, રહેવા માટેની જગ્યા શોધવી, ધર્મના ભાષણો આપવા, યુદ્ધ, આનંદ પ્રમોદ અને આ સીવાય પણ અનેક પ્રવૃતિઓ માટે માણસ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. દરરોજ લાખો લોકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી રહ્યા છે. થાક અને જેટ લેગ હવે બીમારીઓની યાદીમાં સામેલ છે. યાત્રા અને પ્રવાસના કારણે લાગતા થાકને આયુર્વેદમાં ‘રથક્ષોભા’ કહેવામાં આવે છે. આયુર્વેદના નિષ્ણાંત ડૉ. રંગાનાયકુલુએ જેટ લેગથી બચવા અને તેનાથી દુર રહેવા માટે આયુર્વેદીક ઉપચારની સમજ આપી હતી.

પરીવહનની ક્રાંતિના આગમન સુધી માનવીએ ઘોડાની ગતીએ પ્રવાસ કરી. આજે આપણે 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન કરીએ છીએ અને કલાકોમાં જ અન્ય ટાઇમ ઝોનમાં પહોંચીએ છીએ. જ્યારે આપણે એક ટાઇમ ઝોનમાંથી બીજા ટાઇમ ઝોનમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણે થાકનો અનુભવ કરીએ છીએ. આપણી ઉંઘના ચક્રમાં પણ ફેરફાર થાય છે. જ્યારે આપણે પૂર્વ અથવા પશ્ચીમની મુસાફરી કરીએ છીએ ત્યારે આ લક્ષણો દેખાવા ખુબ જ વ્યાજબી છે. સામાન્ય રીતે ઉત્તર અને દક્ષિણમાં થતા પ્રવાસ જેટ લેગનું કારણ બનતી નથી કારણ કે આપણે એક જ ટાઇમ ઝોનમાં હોઈએ છીએ. જો આપણે 1600 કીલોમીટર પૂર્વ કે પશ્ચીમમાં પ્રવાસ કરીએ તો આપણે એક કલાકનો સમય ગુમાવીએ છીએ અથવા મેળવીએ છીએ.

મગજમાં રહેલી પાયનલ ગ્રંથી અંધકારના પ્રતિભાવમાં મેલાટોનીન હોર્મોનનો સ્ત્રાવ કરે છે જે નીંદ્રા ચક્રને સુયોજીત કરે છે. જ્યારે આપણે અલગ ટાઇમ ઝોનમાં પ્રવાસ કરીએ છીએ ત્યારે આપણે દિવસના જુદા સમયમાં પ્રવેશ કરીએ છીએ. તેના પરીણામે આપણે જેટ લેગના કેટલાક લક્ષણોનો અનુભવ કરીએ છીએ.

  • આપણને દીવસના સમયમાં ઉંઘનો અનુભવ થઇ શકે છે
  • શરીરમાં દુખાવો
  • અપચો
  • આસપાસના વાતાવરણમાં રસનો અભાવ
  • કબજીયાત
  • એસીડીટી

વિમાનમાં પ્રવાસ કરતી વખતે હવાનું દબાણ ખોરવાઈ જવાથી માંદગી થઈ શકે છે. ચક્કર આવવા, માથાનો દુખાવો થઈ શકે છે. આખા શરીરમાં નીષ્ક્રીયતા આવી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવાની સાથે મૃત્યુ પણ થઈ શકે છે. તેના માટે ખાસ સારવારની જરૂર પડે છે. કલાકો સુધી રસ્તા પર પ્રવાસ કરવાથી પણ થાકનો અનુભવ થાય છે. આપણે હવામાં કે રસ્તા પર પ્રવાસ કરતા પહેલા અને પ્રવાસ કરતા સમયે કેટલીક માર્ગદર્શીકાઓનું પાલન કરવુ પડશે. જમીન પર થતા પ્રવાસમાં કંપન થવાને કારણે થાકનો અનુભવ થાય છે.

  • પ્રવાસ કરતા પહેલા આદુ અને તજનું સેવન કરો
  • પ્રવાસ પહેલા અને પ્રવાસ દરમીયાન આલ્કોહોલ કે કોફીનું સેવન ન કરો
  • વધારે માત્રામાં સાદુ પાણી લો
  • તૈલી ખોરાક ખાવાનું ટાળો
  • લીંબુ અને મોસંબીનું જ્યુસ પીવો
  • કબજીયાતના ઉપચાર માટે પ્રવાસ પછી ત્રીફળા ચુર્ણ લો
  • શારીરિક કસરત કરવાથી જેટ લેગની ઓછી અસર થાય છે
  • વીટામીન ડી અને બી વધુ માત્રામાં લેવાથી થાકની અસર ઓછી થાય છે
  • નિષ્ણાંતની સલાહ પર મેલાટોનિનની ગોળીઓ લઈ શકાય છે
  • પ્રવાસને ટાળવી શક્ય નથી પરંતુ શરીરમાં પુરતુ હાયડ્રેશન રાખીને જેટ લેગ અને થાક સામે લડી ચોક્કસ શકાય છે

ડૉ. પી. વી. રંગાનાયકુલુ

ABOUT THE AUTHOR

...view details