- કોરોનામાં પણ નવજાતને માતાથી દૂર રાખવું હાનિકારક
- વિશ્વક રિપોર્ટમાં સામે આવ્યા તથ્યો
- નવજાતના કોરોનાથી મોતથી શક્યતા ખૂબ જ ઓછી
નવજાતનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમના મૃત્યુ દરમાં ઘટાડો થાય તે માટે કંગારૂ કેયર પદ્ધતિનું દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જરૂરી બન્યું છે. પછી ભલેને માતા અથવા બાળકમાંથી કોઇ કોરોના સંક્રમિત હોય અથવા કોરાના સંક્રમણ ફેલાવવાની શક્યતા હોય. લેંચેટ ઈ-ક્લિનિક મેડિસિનમાં કોવિડ - 19ના કારણે સંવેદનશીલ પરિસ્થિતિમાં નવજાતના સ્વાસ્થ્ય પર આધારિત એક સંશોધનમાં આ સમયગાળા દરમ્યાન ઉદ્દભવેલી સમસ્યાઓમાં નવજાતની કાળજી લેવામાં આવનારી સમસ્યાઓ પર એક વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં મેટર્નલ, ન્યૂબોર્ન ચાઇલ્ડ એન્ડ એડોલસેંટ હેલ્થ એન્ડ એજીંગ વિભાગના નિર્દેશક ડૉ. અંશુ બેનર્જીએ જણાવ્યું હતું કે કોવિડ -19ના સમયમાં જરૂરી સ્વાસ્થ્ય સેવાઓમાં ઉત્પન્ન થતા અવરોધને પગલે એ બાળકો કે જેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હતી, આ બાળકેને અપાતી સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા પર ઘણી અસર પડી છે.
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં લગભગ 62 દેશોમાં નવજાતને વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ આપનાર સંસ્થાઓના બે-તૃત્યાંશ કર્મચારીઓએ સ્વિકાર્યું છે કે કોવિડ - 19ના સમયગાળામાં જન્મેલા બાળકોને તેમની માતાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેના કારણે નબળા બાળકો સાથે સામાન્ય સ્વાસ્થ્ય વાળા બાળકોને પણ તેમની માતાથી દૂર રાખવામાં આવ્યા હતાં. તેમની ત્વચાનો સંપર્ક ન થાય અને ત્યાં સુધી કે સ્તનપાનમાં પણ બંને સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જો કે અનેક સંશોધનના આધારે એ વાત સાબિત થઇ ચુકી છે કે બાળકોના જન્મ સમયે કોરોનાનું સંક્રમણ લાગવાનો ખતરો ખૂબ જ ઓછો છે. એટલે સુધી કે જે બાળકોના કોરોનાના થોડા પણ લક્ષણો જોવા મળ્યા હતા તેમનામાં પણ જાનહાનીનો ખતરો ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો.આ અંગે થયેલા એક નવા સંશોધનમાં દુનિયાભરમાંથી કોવિડ -19ના કારણે નવજાતનો મૃત્યુદર 2000થી ઓછો છે. કોવિડ - 19 દરમ્યાન દુનિયાના અનેક દેશોમાં સંક્રમણની આશંકાને પગલે જન્મેલા, એવા નવજાત કે જેમને સંક્રમણ થવાની શક્યતા છે તેમને માતા-પિતાથી દૂર નર્સરીમાં રાખવામાં આવ્યા હતા તો અનેક જગ્યાઓએ તો નવજાતોને તેમની માતાથી દૂર રાખવામાં આવ્યા હતાં. જેનાથી આ બાળકોને જન્મ પછી થતી તકલીફોમાં વધારો થયો છે અને વહેલા જન્મેલા બાળકોમાં જીવનભરની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહી જવાની શક્યતાઓ વધી ગઇ છે.