હૈદરાબાદ: યુવાન અવસ્થામાં નશાની લત લાગી જાય ત્યારે તેને છોડવી મુશ્કેલ બની જાય છે. આધુનિકતાના નામે યુવાધન ડ્રગના આદી બની જાય છે . સદીઓથી, ડ્રગ્સ અને ડ્રગ્સનો દુરુપયોગ કોઈને કોઈ રીતે આપણા સમાજનો એક ભાગ રહ્યો છે. છેલ્લા દસ કે વીસ વર્ષમાં મોટાભાગની પરિસ્થિતિમાં સુધારો થયો નથી. આ અંગેની જાગૃતી ફેલાવવા માટે આજે દેશમાં ડ્રગ ડિસ્ટ્રક્શન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારતમાં ડ્રગનો ઉપયોગ:ભારતની ડ્રગ્સ સિન્ડિકેટના સબંધો પશ્ચિમી યુરોપ, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાના દેશો સાથે પણ છે. NCBનું અનુમાન છે કે, 360 મેટ્રિક ટન છુટક હેરોઈનની તસ્કરી દર વર્ષે ભારતના અલગ અલગ શહેરોમાં થાય છે. આંકડા પ્રમાણે 20 લાખ બંધાણીઓ રોજ 1000 કિલોગ્રામ હેરોઈનનો ઉપયોગ કરે છે.
ડ્રગ્સ આટલી સરળતાથી ભારતમાં કેવી રીતે આવે છે?: ભારત ગોલ્ડન ક્રેસન્ટ અને ગોલ્ડન ટ્રાયેન્ગલ જેવા મોટા ડ્રગ નેટવર્કની મધ્યમાં આવે છે. આને કારણે, તે ડ્રગ સ્મગલરો માટે વેપાર માર્ગ અને સારા બજાર તરીકે કામ કરે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે દેશમાં 23 લાખ લોકો ડ્રગ્સના વ્યસની છે. તેથી અહીં ડ્રગ્સનો વપરાશ પણ વધુ છે.
આ અવસર પર અમે તમને ડ્રગ્સની લતમાંથી મુક્તિ મેળવવા માટે કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ.