ન્યૂઝ ડેસ્ક:તાજેતરમાં, ખાસ કરીને કોરોનામાં તંદુરસ્ત ચયાપચય વિશે લોકોમાં જાગૃતિ આવી છે, પરંતુ હજુ પણ લોકોમાં મેટાબોલિઝ્મની (Metabolic Syndrome symptoms) અસ્વસ્થતાને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ વિશે માહિતીનો અભાવ છે. એવી જ એક સ્થિતિ છે મેટાબોલિક સિન્ડ્રોમ, જેના વિશે લોકોને વધુ માહિતી નથી. તેના લીધે મોટાભાગના લોકો ઘણી મૂંઝવણમાં છે. આ વિશે લોકોમાં માન્યતા ફેલાઇ છે કે, આ એક રોગ છે, જ્યારે હકીકત તો એ છે કે મેટાબોલિક સિન્ડ્રોમ રોગ નથી, પરંતુ એક એવી સ્થિતિ છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ (Cholesterol Level) તેની ઉચ્ચી અવસ્થામાં એકસાથે સ્વાસ્થ્યને (Good health Tips) અસર કરે લાગે છે. જેનાથી પીડિતોમાં હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાનો ખતરો વધી જાય છે.
મેટાબોલિક સિન્ડ્રોમ વિશે વિગતવાર જાણતા પહેલા, મેટાબોલિક સ્વાસ્થ્ય શું છે અને તે આપણા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે જાણવું મહત્વપૂર્ણ છે.
હરિયાણાના જનરલ ફિઝિશિયન ડૉ. વિવેક કાલાએ આપી માહિતી
હરિયાણાના જનરલ ફિઝિશિયન ડૉ. વિવેક કાલા જણાવે છે કે, આપણા શરીરના કોષોને આપણે જે ખોરાક લઈએ છીએ તેનાથી ઊર્જા મળે છે. મેટાબોલિઝમ આપણા શરીરની એવી સિસ્ટમ (Metabolism system of human body) છે, જે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરે છે. આ ઉપરાંત ફેફસામાંથી ઓક્સિજન શરીરના તમામ સ્નાયુઓ સુધી પહોંચે છે, શરીરના તમામ અંગોને પોષણ મળે છે તથા શરીરના અસ્થિમજ્જામાં શ્વેત રક્તકણોના નિર્માણમાં મદદ મળે છે.
શરીરમાં હોર્મોન્સ અને નર્વસ સિસ્ટમ આપણા ચયાપચયને નિયંત્રિત કરે છે
આપણા શરીરમાં હોર્મોન્સ અને નર્વસ સિસ્ટમ આપણા ચયાપચયને નિયંત્રિત કરે છે, જ્યારે આપણે ખોરાક લઇએ છીએ, ત્યારે આપણા આંતરડામાં પાચન ઉત્સેચકો કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને પ્રોટીનને એક સ્વરૂપમાં તોડે છે. જેનો ઉપયોગ શરીરની વૃદ્ધિ અને ઊર્જા માટે થતો હોય છે. આ પ્રક્રિયામાં એક જ સમયે બે પ્રવૃત્તિઓ થાય છે. જેમાં પ્રથમ શરીરના પેશીઓનું નિર્માણ અને બીજું શરીરમાં ઊર્જાનો સંગ્રહ છે. જો વ્યક્તિની મેટાબોલિઝમ પ્રક્રિયા (Metabolism process of human body) સારી હોય તો તે વધુ ઉર્જાવાન અને સક્રિય અનુભવે છે. બીજી તરફ, જો ચયાપચયનો દર ઓછો હોય, તો તે વધુ થાક અનુભવે છે, સાથે જ તેને વજન વધવું, કોલેસ્ટ્રોલ વધવું, સ્નાયુઓ અને હાડકાંમાં સમસ્યાઓ, ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિ અને હૃદય રોગ જેવી સમસ્યાનો સામનો કરવાની સંભાવના રહે છે.
આ પણ વાંચો:World Cancer Day 2022: આ વખતે આ દિવસની થીમ છે 'ક્લોઝ ધ કેર ગેપ'