- હાસ્યનું સંબંધમાં અનોખું મહત્વ
- મજાકિયો સ્વભાવ ધરાવતી મહિલાઓના પાર્ટનર હોય છે વધુ ખુશ
- આનંદથી સંબંધ થાય છે વધુ મજબૂત
ન્યૂઝ ડેસ્ક: લગ્ન જીવન હોય કે પ્રેમ સંબંધ હોય, લાંબો સમય સુધી તેને સુખદ બનાવી રાખવા માટે બન્ને પાત્રોએ મહેનત કરવી પડે છે. જીવનમાં સુખ દુ:ખ અને તકલીફ તો આવતી રહે છે પણ પતિ-પત્ની અને પ્રેમિઓનો સંબંધ એવો મજબૂત હોવો જોઇએ કે કોઇ પણ તકલીફોનો તેમના પર અસર ન પડવો જોઇએ. બંને એક બીજા પર ભરોસો કરતાં હોવા જોઇએ અને કોઇ પણ શરતો વગર એકબીજાને પ્રેમ કરતાં હોવા જોઇએ. અન્ય બે કારણો પણ ખૂબ જ જરૂરી છે જેમાં પહેલું છે એકબીજા માટે સકારાત્મક વિચારશરણી અને આનંદ.
હાસ્ય સંબંધમાં લાવે છે મધુરતા
વર્ષ 2018માં રિસર્ચ પર્સનાલિટી જર્નલમાં માર્ટિન લૂથર વિશ્વવિદ્યાલય, હેલે વિટનબર્ગના મનોવૈજ્ઞાનિકના એક રિપોર્ટમાં સામે આવ્યું કે ખુશખુશાલ વાતાવરણ, હાસ્ય સંબંધમાં મધૂરતા બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. કોઇ પણ સંબંધમાં જ્યારે બંને વ્યક્તિઓ જ્યારે ખુલીને હસે છે ત્યારે તેમનો સંબંધ વધારે મજબૂત બને છે. તેની સામે જે લોકો હસવાથી ડરે છે અથવા હસીનું પાત્ર બનાવથી ડરે છે તે કોઇ પણ સંબંધમાં ઓછા ખુશ રહે છે. આ સ્વભાવની અસર તેમના સાથી પર તો પડે જ છે સાથે જ તેમના શારિરીક સ્વાસ્થ્ય પર પણ પડે છે.
મજાકિયો સ્વભાવ ધરાવતી મહિલાઓના પાર્ટનર હોય છે વધુ ખુશ
ન્યૂજર્સીની એક યુનિવર્સીટીમાં તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું જેમાં ભારત સહિત 90 દેશના પરણિત યુગલ પર સંશોધન કરવામાં આવ્યું. જેમાં સામે આવ્યું કે ખુશમિજાજી અને હસનાર મહિલાઓના સાથીઓ પ્રમાણમાં વધુ ખુશ છે. તેમનો સંબંધ પણ સુંદર અને ગાઢ હતો. ઇન્ટરનેશનલ જર્નલ ઑફ હ્યૂમર રિસર્ચમાં પ્રકાશિત એક અધ્યયનમાં સામે આવ્યું છે કે મજાક કરતી મહિલાઓનું રોમેન્ટિક જીવન ખૂબ જ સારું હોય છે. આ અધ્યયનમાં એવું પણ સામે આવ્યું કે મહિલાઓ એવા પુરુષોને પસંદ કરે છે જે હસાવી શકે તથા તેમનું સેન્સ ઑફ હ્યુમર સારું હોય. જ્યારે મહિલાઓેને પુછવામાં આવ્યું કે તેમને કેવો સાથી જોઇએ તો મોટા ભાગની મહિલાઓએ જણાવ્યું હતું કે જેનું સેન્સ ઑફ હ્યુમર સારું હોય.
એક બીજાની ખુશીમાં જોડાવાથી સંબંધો થાય છે વધુ મજબૂત
આજ વિષયમાં ETVની સુખીભવને પોતાનો મત જણાવતા રિલેશનશિપ એક્સપર્ટ અને કાઉન્સિલર આરતીએ જણાવ્યું હતું કે જ્યારે બે લોકો એકબીજાની ખુશીમાં જોડાઇને હસે છે ત્યારે તેમનો સંબંધ મજબૂત થાય છે. આ ફક્ત એકબીજા માટે પ્રેમ નથી વધારતો પણ એકબીજા માટે સન્માન, વિશ્વાસ અને કોઇ પણ પરિસ્થિતિમાં સાથે રહેવાની ક્ષમતા વધારે છે. એવું જરા પણ નથી કે લોકોમાં ઝઘડો કે અંગત સંઘર્ષો નથી હોતા મોટા ભાગના કિસ્સાઓમાં બંને આ સમસ્યાઓને દરેક રીતે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. જેનાથી તેમના સંબંધોની આત્મીયતા અને આનંદ જરા પણ ઓછો થતો નથી.