હૈદરાબાદ:આજની બદલાતી લાઈફસ્ટાઈલ શરીરમાં રોગો થવાનું જોખમ વધારે છે. આજે યુવાઓમાં ડાયાબિટીસ, હાર્ટ અટેક, જેવી બિમારીનું જોખમ વધી રહ્યું છે. કોઈપણ બિમારીની સમયસર સારવાર કરવામાં આવે તો તેમાં ચોક્કસ પણે સફળતા મળે છે. આજે ડાયાબિટીસના રોગનું પ્રમાણ વઘી રહ્યું છે. ડાયાબિટીસનો રોગ રાતોરાત વિકસી શકતો નથી, પરંતુ પર્યાવરણ અને નબળી આરોગ્ય સ્થિતિ તેને પ્રોત્સાહન આપે છે. પ્રિ-ડાયાબિટીસ એ ડાયાબિટીસનો પ્રારંભિક તબક્કો છે. જેને અવગણવામાં આવે તો ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
પ્રિ-ડાયાબિટીસ એટલે શુંઃપ્રિ-ડાયાબિટીસને બોર્ડર લાઈન ડાયાબિટીસ પણ કહી શકાય છે. પ્રિ-ડાયાબિટીસમાં સુગરનું પ્રમાણ સામાન્યથી વધારે હોય છે, પરંતુ એટલું નહીં કે ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર કરવી પડે, જ્યારે કોઈ વ્યક્તિ બોર્ડરલાઈન ડાયાબિટીસ સ્તરે તેના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે તો ડાયાબિટીસને વધતી અટકાવી શકાય છે.
પ્રિ-ડાયાબિટીસના લક્ષણઃ
- નબળી રોગપ્રતિકારક શક્તિ
- સ્કીન ટૅગ્સ
- આંખની રોશની નબળી પડવી
- શરીર હંમેશાં થાકેલું લાગવું
- પગમાં દુખાવો અને ઝણઝણાટી થવી
- અચાનક બ્લડ પ્રેશર વધવું
- ઓછી ઉર્જા