માંસાહાર માટે પ્રાણીઓ સાથે આચરવામાં આવતી હિંસાને અટકાવવા માટે શાકાહાર તરફ વળવાનો ઝોક વધી રહ્યો છે. આથી, શાકાહારને ઉત્તેજન આપવા માટે અને તેનાથી આરોગ્ય તેમજ પર્યાવરણને થતા લાભ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે પહેલી ઓક્ટોબરની વર્લ્ડ વેજિટેરિયન ડે (વિશ્વ શાકાહારી દિવસ) તરીકે ઊજવણી કરવામાં આવે છે. વનસ્પતિ એ શાકાહારી આહારનો સૌથી સામાન્ય સ્રોત છે. આ દિવસ સૌપ્રથમ નોર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટી (NAVS) દ્વારા 1977માં મુકરર કરવામાં આવ્યો હતો.
શાકાહારના પ્રકારો
નેશનલ હેલ્થ પોર્ટલ (NHP) ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, શાકાહારને વ્યાપક સ્તરે 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાયઃ
- શુદ્ધ શાકાહાર: તેમાં માત્ર વનસ્પતિ આધારિત આહારનો સમાવેશ થાય છે. આ પ્રકારના આહારમાં કોઇપણ પ્રકારના એનિમલ પ્રોટિન કે પશુની પેદાશો, જેમકે, ઇંડાં, દૂધ કે મધનો સમાવેશ થતો નથી. સામાન્યપણે તેમાં ફળો, શાકભાજી, કઠોળ અને સૂકા મેવાનો સમાવેશ થાય છે.
- લેક્ટો-વેજિટેરિયન: તેમાં વનસ્પતિમાંથી મળતા આહાર અને ડેરી પેદાશોનો સમાવેશ થાય છે, ઇંડાંનો સમાવેશ થતો નથી.
- લેક્ટો-ઓવો વેજિટેરિયન: તેમાં વનસ્પતિમાંથી મળતા આહાર, ડેરી ઉત્પાદનો અને ઇંડાંનો સમાવેશ થાય છે.
સંતુલિત આહાર
તમે જે પણ પ્રકારના શાકાહારી બનવાનું પસંદ કરો, તેમાં તમારે શરીરના યોગ્ય વિકાસ અને કાર્યશીલતા માટે પૂરતું પોષણ મળી રહે, તેવો સંતુલિત તંદુરસ્ત આહાર લેવો જોઇએ. NHPએ કયા ખાદ્ય પદાર્થોમાંથી કયાં વિટામિન્સ કે ખનીજ તત્વો મળી રહે છે, તે સૂચવતી વિગતો રજૂ કરી છેઃ
વિટામિન B12:
ડેરી ઉત્પાદનો, ઇંડાં. અનાજ, બ્રેડ
વિટામિન D:
દૂધ અને સૂર્યપ્રકાશ
કેલ્શિયમ:
ડેરી ઉત્પાદનો, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, બ્રોકલી
પ્રોટીન:
કઠોળ, ડેરી ઉત્પાદનો (દૂધ અને ચીઝ), ઇંડાં, ટોફુ (સોયા પનીર) તથા સોયાનાં અન્ય ઉત્પાદનો, કઠોળ અને સૂકો મેવો.
આયર્ન:
ઇંડાં, કઠોળ, સૂકાં ફળો, અનાજ, લીલાં પાંદડાંવાળાં શાકભાજી
ઝિંક:
સૂકો મેવો, અનાજ, કઠોળ અને કોળાંનાં બીજ
શાકાહાર અપનાવવાના ફાયદા
શાકાહારી હોવાના કેટલાક લાક્ષણિક ફાયદા રહેલા છે અને NHPએ સૂચવ્યા પ્રમાણેના કેટલાક લાભ આ પ્રમાણે છે: