ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

ધુમ્રપાન છોડવા માટે કોઈ સમય અયોગ્ય નથી હોતો - ધુમ્રપાન વીશેની કેટલીક હકીકતો

ધુમ્રપાન કરનારાઓને તેમની આદત છોડાવવાનો આગ્રહ કરવા માટે દર વર્ષે માર્ચ મહિનાનો બીજો બુધવાર ‘નો સ્મોકીંગ ડે’ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ દિવસ દસમી માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ આરોગ્ય પર ધુમ્રપાનની જોખમી અસરો વીશેની જાગરૂકતા ફેલાવવાનો છે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે દર વર્ષે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો ધુમ્રપાનને કારણે કેન્સર જેવા ગંભીર રોગોનો શીકાર બને છે અને પોતાનો જીવ ગુમાવે છે. તેનાથી ધુમ્રપાન કરનારાની જ નહી પરંતુ તેની સાથે રહેલા અન્ય લોકોના જીવનને પણ અસર પહોંચે છે.

It Is Never Too Late To Quit Smoking
It Is Never Too Late To Quit Smoking

By

Published : Mar 11, 2021, 7:43 PM IST

હૈદરાબાદની ચેતના હોસ્પીટલના કન્સલ્ટન્ટ સાયકીયાટ્રીસ્ટ ડૉ. ફની પ્રસાંત જણાવે છે કે, “ધુમ્રપાન એ કોઈ સુરક્ષા વીના ડ્રાયવીંગ કરવા જેવુ છે. આલ્કોહોલ જો થોડી માત્રામાં લેવામાં આવે તો તે હાનીકારક હોઈ શકે છે પરંતુ તેનાથી વિપરીત ધુમ્રપાનમાં કોઈ મર્યાદા નથી. એક સીગારેટ પણ હાનીકારક સાબીત થઈ શકે છે.”

  • ધુમ્રપાન વીશેની કેટલીક હકીકતો

નિષ્ણાંતો અને ડોક્ટરો કહે છે કે સીગારેટમાં લગભગ 4000 ઝેરી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જે કેન્સરનું કારણ બને છે અને શરીરના કેટલાક અવયવોને નુકસાન પહોંચાડે છે અને અન્ય કેટલીક બીમારીઓને પણ નોતરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના કહેવા પ્રમાણે દર વર્ષે ટોબેકોથી 8 મીલીયન લોકોના મૃત્યુ થાય છે. તેમાંથી 7 મીલિયન લોકોના મૃત્યુ ટોબેકોના સીધા ઉપયોગના કારણે થાય છે જ્યારે 1.2 મીલિયન લોકોના મૃત્યુ સેકન્ડ હેન્ડ સ્મોકને કારણે મૃત્યુ થાય છે.

WHO એમ પણ જણાવે છે કે સીગારેટનો ઉપયોગ એ તમાકુના ઉપયોગનો સૌથી સામાન્ય પ્રકાર છે. અન્ય તમાકુ પેદાશમાં વોટર પાઇપ તમાકુ, વિવિધ ધુમ્રપાન સીવાયના તમાકુના ઉત્પાદનો, સિગાર, સિગારીલોઝ, રોલ-યોર-ઓન તમાકુ, પાઇપ ટોબેકોસ બીડી અને ક્રેટેકનો સમાવેશ થાય છે.

  • ધુમ્રપાનની આરોગ્ય પર અસરો
  • ધુમ્રપાનનું વ્યસન થઈ શકે છે અને તે આરોગ્યને વધુ ખરાબ કરી શકે છે. વિવિધ પ્રકારના કેન્સર અને અન્ય લોકો ધુમ્રપાનને લીધે સર્જાતી પરીસ્થીતિઓ નીચે મુજબ છે.
  • હાર્ટ એટેક અને સ્ટ્રોક
  • કોરોનરી હાર્ટ ડીસીઝ (CHD)
  • ક્રોનીક ઓબ્સ્ટ્રક્ટીવ પલ્મોનરી ડીસીઝ (COPD)
  • રેસ્પીરેટરી રોગો અને ફેફસાનુ કેન્સર
  • ધુમ્રપાનને કારણે મોં, નાક, ગળુ, સ્વાદુપીંડ, મુત્રાશય, સર્વીક્સ, કીડની, લોહી અને અન્ય સીસ્ટમના કેન્સરનું કારણ બને છે.
  • પેરીફેરલ ધમનીય રોગ (PAD)
  • પેરીફેરલ વેસ્ક્યુલર ડીસીઝ (PVD)
  • સંધિવા
  • દ્રષ્ટિના રોગ
  • ચીંતા અને ચીડિયાપણુ
  • લાંબા સમયની ઉધરસ
  • જાતીય સમસ્યાઓ જેવી કે ઇરેક્ટાઇલ ડીસફંક્શન અને વ્યંધત્વ
  • ગર્ભાવસ્થાને લગતી સમસ્યાઓ જેવી કે ગર્ભવતી થવામાં મુશ્કેલી અને ગર્ભાવસ્થા દરમીયાન ધુમ્રપાન કરવાથી કસુવાવડ, અકાળ જન્મ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત બાળકને જન્મ સમયે કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત સડન ઇન્ફન્ટ ડેથ સીન્ડ્રોમ (SIDS) થી બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.
  • આ ઉપરાંત સ્વાસ્થ્ય સબંધી અન્ય કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી ફાની પ્રસાંત જણાવે છે કે પહેલી વસ્તુ એ છે કે ધુમ્રપાન કરતી વ્યક્તિએ એ અહેસાસ કરવો જરૂરી છે કે તેઓ કેટલું જોખમ ઉઠાવી રહ્યા છે અને માટે તેમણે પોતાની આદતોને ન્યાયી ઠેરવવી ન જોઈએ. અન્ય કેટલીક ટીપ્સમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
  • સૌથી પહેલા ધુમ્રપાનને છોડવાનો પ્રયાસ કરો. જો તે શક્ય ન હોય તો ધીરે ધીરે ધુમ્રપાન ઓછુ કરવાની કોશીષ કરો. ઉદાહરણ તરીકે, જો તમે દિવસની છ સીગારેટ પીતા હોવ તો છમાંથી ત્રણ સીગારેટ અને ત્યાર બાદ બે અને ત્યાર બાદ બે દિવસમાં એક અને ત્યાર બાદ ધીરે ધીરે ઓછી કરીને સાવ બંધ કરો.
  • એક વખત તમે ધુમ્રપાન છોડ્યા પછી એવા મીત્રોને મળવાનું ટાળો કે જેઓ તમને સીગારેટ આપવાનું શરૂ કરે છે. તેમને મળવાથી ફરી એક વાર સીગારેટ પીવાની તમારી ટેવ શરૂ થઈ શકે છે.
  • નિષ્ણાંતો જણાવે છે કે રોજીંદી જીવનશૈલીમાં ફેરફાર કરીને તમે ધુમ્રપાન છોડી શકો છો તેમજ દિવસભર તમે પોતાની જાતને અન્ય જગ્યાએ વ્યસ્ત રાખીને પણ ધુમ્રપાન છોડી શકો છો.
  • તમારા પરીવારજનો અને મીત્રો પાસેથી તમે સહકારની માગણી કરી શકો છો.
  • કેટલીક વખત લોકો તનાવમાં પણ ધુમ્રપાન કરે છે. તેથી તનાવનો સામનો કરવા માટે તમે યોગ, ધ્યાન અને અન્ય કસરત કરી શકો છો જેથી તમે સ્વસ્થ અને શાંત રહી શકો.
  • ડૉ. પ્રસાંત જણાવે છે કે તમે નીકોટીક રીપ્લેસમેન્ટ થેરાપીમાં પણ જઈ શકો છો.
  • જો તમે એમ કરી શકો તેમ ન હોય અને તમે ખુબ વધારે માત્રામાં સીગારેટ પીવો છો તે મનોચીકીત્સકને પણ મળી શકો છો. તેઓ તમને એવી દવા આપી શકે છે જેથી તમે ધુમ્રપાન છોડી શકો છો.

ધુમ્રપાન છોડવુ સરળ નથી પરંતુ તે અશક્ય પણ નથી. તમે ધુમ્રપાન છોડીને તમારી સાથે તમારી આસપાસના લોકોને પણ તેની હાનીકારક અસરમાંથી બચાવી શકો છો. તમારે આ પગલુ લેવા માટે કોઈ ચોક્કસ દિવસની જરૂર નથી. તમે કોઈ પણ દિવસે આમ કરી શકો છો. હંમેશા યાદ રાખો કે ધુમ્રપાન છોડવા માટે ક્યારેય મોડુ થયુ નથી. મૃત્યુના દ્વાર ખખડાવવાને બદલે સ્વસ્થ અને ઉજળા ભવિષ્યના દ્વાર તમે ખખડાવી શકો છો. માટે આજે જ ધુમ્રપાન છોડો !

આ ઉપરાંત હાલના Covid-19ના સમયગાળામાં WHOના કહેવા પ્રમાણે ધુમ્રપાન કરનારાઓને જલ્દીથી ચેપ લાગી શકે છે. “તમાકુનુ સેવન કરનારા (સીગારેટ, વોટર પાઇપ, બીડી, સીગાર, અથવા તમાકુના અન્ય ઉત્પાદનો) લોકોને Covid-19 થવાનો વધુ ભય રહે છે કારણ કે ધુમ્રપાન કરવાથી હાથની આંગળીઓ હોઠને અડે છે અને તેવામાં વાયરસથી ચેપગ્રસ્ત સીગારેટથી વાયરસ શરીરની અંદર જવાનો ભય રહે છે. વોટર પાઇપ કે જેને હુક્કા કહે છે એક બીજાના મોંને અડાડવાથી પણ વાયરસ ફેલાવવાનો ભય રહે છે.” માટે જ ધુમ્રપાન કરીને સ્વાસ્થ્યને નુકસાન કરવાનું ચાલુ રાખવાને બદલે તેને છોડીને એક સ્વસ્થ જીવન તરફ આગળ વધવુ વધુ સારૂ છે.

ABOUT THE AUTHOR

...view details