- કોરોના કાળમાં લોકો સ્વાસ્થ્ય અંગે જાગૃત રહે તે જરૂરી
- ઑક્સિજનના લેવલને માપવા માટે જરૂરી છે ઑક્સીમીટર
- જાણો, શું છે ઑક્સીમીટર અને તેનો ઉપયોગ
ન્યૂઝડેસ્ક : કોરોના વાઇરસના વધતા મામલાના કારણે લોકો ચિંતામાં આવી ગયા છે અને આ સંક્રમણથી બચવા માટે લોકો તમામ પ્રયત્ન કરી રહ્યાં છે. કોરોના સંક્રમણના મુખ્ય લક્ષણમાં શરીરમાં ઑક્સીજનના સ્તરમાં ઘટાડો માનવામાં આવે છે. એટલા માટે ઘરે ઑક્સિજન માપવા માટે ઑક્સીમીટર રાખવા અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે બજારમાં પલ્સ ઑક્સિમીટરની માંગ ઘણી વધી ગઇ છે. અત્યારે સ્થિતિએ છે કે સામાન્ય રીતે દરેક ઘરમાં થર્મોમીટર તો જોવા મળે જ છે તેવી રીતે ઑક્સીમીટર દરેક ઘરમાં ઑક્સીમીટર મેડિકલ કીટનો એકભાગ બની ગયો છે. ઑક્સિમીટર કેવું સાધન છે અને તે કેવી રીતે કામ કરે છે તે અંગે ETV ભારતના સુખીભવ પોતાના વાચકોને વિશેષ માહિતી આપી રહ્યું છે.
શું છે ઑક્સીમીટર અને તેનો ઉપયોગ
ઑક્સીમીટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. જેમાં લાગેલા સેન્સર લોહીના પ્રવાહમાંના ઑક્સિજનના સ્તરને માપે છે. ઑક્સીમીટરને આંગળી અથવા કાન પર ક્લિપ પર લગાવવમાં આવે છે. ઑક્સીમીટર ત્વચા પર એક વિશેષ રંગના પ્રકાશથી રક્તકણની ગતિવિધી તથા તેમના રંગના આધારે ઑક્સીજનના સ્તર અને તેની સ્થિતિ માપે છે. ઑક્સીમીટર, ઑક્સીજનના સ્તર સાથે સાથે હૃદયના ધબકારા પણ માપી લે છે. ઑસ્કીમીટર એક નાનકડું મશીન છે. જે દેખાવમાં એક ક્લીપ જેવી લાગે છે. ઑક્સિજન માપતી વખતે ઑક્સીમીટરને આંળગીમાં અપાલે નિર્દેશ અનુસાર રાખવાનું હોય છે. ખૂબ જ જરૂરી છે કે આંગળી મશીનમાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવે અને તપાસ દરમ્યાન હલાવવામાં ન આવે જો આવું ન કરવામાં આવે તો રીડિંગ ખોટા આવી શકે છે. ઑક્સીમીટરનો ઉપયોગ હોસ્પિટલમાં ઓપરેશન સમયે અને ઇન્ટેન્સિવ કેયર દરમ્યાન જરૂરી માનવામાં આવે છે.
વધુ વાંચો:મ્યૂટેશન થતા રહેશે, આપણે સાવચેત રહેવાની જરૂર છે - ડૉ. શશાંક જોશી