ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

15 દિવસમાં વધારો લીલા મરચાથી ઇમ્યૂનિટી અને ડાયાબિટીસ પણ દુર કરો - કાર્ડીયો વૈસ્કુલર સિસ્ટમ

મરચાની વાત આવે એટલે એમ જ થાય કે, એ તો બહુ જ તીખું હોય છે. તેનાથી કઇ રીતે ઇમ્યૂનિટી વધે? (Increase immunity) આ એ વાત સ્પષ્ટ અને સચોટ છે કે, મરચું તીખું હોય છે, પરંતુ મરચાનું સેવન કરવાથી શરીરને ખુબ જ ફાયદો (Green Chillies Benefits) થાય છે. જાણો શું છે તેના ફાયદાઓ...

15 દિવસમાં વધારો લીલા મરચાથી ઇમ્યૂનિટી અને સાથે ડાયાબિટીસ પણ દુર કરો
15 દિવસમાં વધારો લીલા મરચાથી ઇમ્યૂનિટી અને સાથે ડાયાબિટીસ પણ દુર કરો

By

Published : Jan 23, 2022, 5:04 PM IST

ન્યૂઝ ડેસ્ક:સૌપ્રથમ તો મરચામાં વિટામિન A, વિટામિન C તેમજ પોટેશિયમ, આર્યન અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. ઘણા રિસર્ચમાં પ્રકાશમાં આવ્યું છે કે, યોગ્ય પ્રમાણમાં મરયું ખાવું એ સ્વાસ્થ માટે ફાયદાકરાક (Increase immunity) છે. આ ઉપરાંત મરચામાં રહેલ કેપ્સેસિન નાકમાં રક્ત સંચારને એકદમ સરળ અને ઝડપી બનાવે છે. જેનાથી શર્દી અને સાયનસ જેવી સમસ્યામાં રાહત (Green Chillies Benefits) અનુભવાય છે. મરચું સાચી માત્રામાં ખાવાથી શરીરમાં જે ગરમી ઉત્પન્ન થાય છે જે ભવિષ્યમાં થનારા દર્દને અટકાવે છે.

જાણો મરચાની ક્યા રાખવા જોઇએ

લીલા મરચામાં વિટામિન C (Vitamin C Benefits) હોવાથી તેને ઠંડી જગ્યાઓ જ રાખવું જોઇએ. કારણ કે, જો યોગ્ય જગ્યા પર રાખવામાં ન આવે તો તેમાં રહેલા પોષકતત્વો નાશ પામે છે. ગરમી અને પ્રકાશમાં રાખવાથી લીલા મરચામાં રહેલા પોષણ તત્વોની સંખ્યામાં ઘટાડો થાય છે. મરચામાં એન્ડોર્ફિન નામનું રસાયણ નીકળતું હોવાથી ખરાબ મુડને ઠીક કરે છે. આ ઉપરાંત ડાયબિટીસના દર્દીઓ માટે પણ મરચાનું સેવન ખુબ જ લાભકારી મનાય છે. લીલુ મરચુ બલ્ડગ્રુપમાં રહેલ શુગર બેલેન્સને લેવલમાં રાખવામાં મદદ કરે છે.

લીલા મરચામાં વિટામિન A હોવાથી દાંત અને હાડકાને મજબૂત કરવાની શક્તિ

જે લોકોને આર્યનની ઉણપ ધરાવતા હોય તે લોકો માટે પણ મરચુ લાભદાયી છે અને આંખની રોશનીમાં પણ વધારો કરે છે. આ સાથે લીલા મરચામાં એન્ટી બેકટેરીયલ ગુણ હોવાથી તે તમામ પ્રકારના સ્કિન ઇંફેકશનથી રક્ષણ કરે છે. આ ઉપરાંત લીલા મરચામાં બીટા-કૈરોટિન નામનું એન્ટી ઓક્સીડંટ (Beta-carotene antioxidant) હોવાથી કાર્ડીયો વૈસ્કુલર સિસ્ટમને (Cardio vascular system) મજબુત બનાવે છે. લીલા મરચામાં વિટામિન A હોવાથી દાંત અને હાડકાને મજબૂત બનાવે છે.

જાણો ડાયાબિટીસમાં અસરકારક કઇ રીતે મરચું

બ્લડમાં ગ્લુકોઝ વધી જવાને કારણે ડાયાબિટીસની તકલીફ થાય છે. લીલા મરચામાં કેપ્સાઇસિનની માત્રા હોય છે. જો કે, ડાયાબિટીસ જેવી તકલીફમાં માત્ર ઘરેલું ઉપાય કરવાને બદલે ડોક્ટરની સલાહ લેવી અતિઆવશ્યક છે.

જાણો વજન કંઇ રીતે ઓછું થાય છે?

જો નિયમિત રીતે લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે તો વજન પણ ઓછું થાય છે સાથે જ મરચાથી ભોજન સારી રીતે થાય પચી જાય છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. આ સાથે તેમાં હાજર વિટામિન C અને બીટા કેરોટિન સ્કિન યંગ રાખે છે, પરંતુ તેના ગુણનો લાભ લેવા માટે તડકાથી બચીને રહેવું જાઇએ.

જાણો એન્ડોર્ફિન ફાયદા વિશે

લીલા મરચામાં એન્ડોર્ફિન હોય છે. જે રિલીઝ થવાથી મૂડ સારો થાય છે અને વ્યકિત ખુશ તેમજ સ્વસ્થ અનુભવે છે. કોઇ પણ વસ્તુના અતિશય ઉપયોગથી સ્વાસ્થ પર નુકશાન કરે છે. આથી તમે લીલા મરચાને વધારે ના ખાવા જોઇએ.

આ પણ વાંચો:

શિયાળામાં સામાન્ય મોસમી સમસ્યાઓથી દૂર રહેવા માટે યોગની અસરકારકતા વિશે જાણો

Health Tips: અંડરઆર્મ્સની જાળવણી એટલી જ જરૂરી છે, જેટલી શરીરના અન્ય ભાગોની

ABOUT THE AUTHOR

...view details