બાળકોમાં શરૂઆતમાં કોવિડ લક્ષણોને ઓળખવા અને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવી ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. ઇટીવી ભારત સુખીભાવાએ રેઇનબો હૉસ્પિટલ, હૈદરાબાદમાં કન્સલ્ટન્ટ નિયોનેટલ પેડિયાટ્રિશિયન ડો.વિજયાનંદ જમાલપુરી સાથે વાત કરી.
બાળકોમાં કોવિડ ઇન્ફેક્શન કેટલો સામાન્ય છે?
અમને સચોટ આંકડા ખબર નથી કારણ કે વિશ્વભરના મોટાભાગના અભ્યાસોએ એસિમ્પ્ટોમેટિક બાળકોનું પરીક્ષણ કર્યું નથી. જો કે, આપણે જાણીએ છીએ કે કોવિડ 18 વર્ષ સુધીના નવજાતને અસર કરી શકે છે.
પુખ્ત વયના લોકોની તુલનામાં, બાળકોમાં કોવિડ ઇન્ફેક્શન કેવી રીતે લાગે છે?
યુ.કે., યુ.એસ. અને ચીનમાં કરવામાં આવેલા અભ્યાસમાંથી નીકળતો ડેટા કે છે કે; કોવિડના 2% કેસો બાળકો છે. કોવિડનાં લક્ષણો સાથે દાખલ થતાં બાળકોની સંખ્યા લગભગ 5% છે અને માંદગીની તીવ્રતા હળવાથી મધ્યમ હોય છે, ખૂબ ગંભીર નથી.
છેલ્લા 6 અઠવાડિયા કે તેથી વધુ સમયગાળામાં, એક એવી સ્થિતિ આવી છે કે જે વિકસિત થઈ છે કે કોવિડના કારણે પિડિયાટ્રિક મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ કે જેમાં શરીરના જુદા જુદા અવયવો પર સોજા આવે છે, એટલે કે શરીરના દરેક ભાગને અસર કરે છે. પરંતું આ ઇન્ફેક્શનનું પ્રમાણ બાળકોમાં ઓછું છે.પરંતુ આ ગંભીર બિમારી 1000 માં 1 બાળકને થાય છે.