ન્યૂઝ ડેસ્કઃ વજન ઉતારવા માટે દોરડા કૂદવાની કસરતને લગભગ અવગણવામાં આવી છે. નિષ્ણાત જુનૈદ અખ્તર જણાવે છે કે, આ લોકડાઉનના સમયમાં તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખશો અને દોરડા કૂદવાથી શું લાભ થાય છે.
લોકડાઉનના સમયમાં સ્વાસ્થયનું ધ્યાન રાખવા અને કસરત કરવા એવા કયા સાધનનો ઉપયોગ કરી શકાય જે એકદમ નાની જગ્યામાં આવી જાય ? જો આ સાધન તમારી બેગમાં આવી જાય તો ?...તો તમને બહુ ખુશી થશે. આ સાધનનો ઉપયોગ 15-20 મિનિટ કરવાથી તમે તમારી કેલરી ઓછી કરી શકશો. આ સાધન છે દોરડું.
દોરડા કૂદવા એક સારી કસરત છે. તેનાથી તમારા હ્રદય સ્વસ્થ રહે છે અને હ્રદયને લગતી બિમારીઓ થતી નથી. જો તમારે કેલરી ઓછી કરવી છે તો, દોડવા કરતાં દોરડા કૂદવા વધારે લાભદાયી રહેશે. તમે તમારી સાથે કેલરી કાઉન્ટર રાખી શકો છો. કેલરી કાઉન્ટરથી તમે એ જાણી શકો છો કે દોરડા કૂદીને તમારી કેટલી કેલરી ઓછી થઈ.
દોરડા કૂદવાનાં ઘણાં લાભ છેઃ
- પગના સ્નાયુઓ મજબૂત થાય છે
- તમારી પીઠ અને પેટને પણ લાભ થાય છે
- શ્વસન ક્ષમતામાં વધારો થાય છે
- તમારો સ્ટેમિના વધે છે
દોરડા કૂદવાથી ફક્ત તમારી કેલરી ઓછી નથી થતી, પરંતુ તમારા શરીરના બાંધાને સુડોળ અને વ્યવસ્થિત આકાર મળે છે. વજન ઓછું કરવા માટે ફક્ત દોરડા કૂદવાનો સહારો ના લેવો જોઈએ. તમારી કસરત પ્રમાણે તમે આહાર કેવો ગ્રહણ કરો છો, એ પણ મહત્વપૂર્ણ બની રહે છે.