વોશિંગ્ટન:વૃદ્ધ લોકો કરતાં યુવાનોને દારૂના સેવનથી વધુ સ્વાસ્થ્ય જોખમોનો સામનો કરવો પડે છે. રિસર્ચ જર્નલ 'લેન્સેટ'માં (Research Journal 'Lancet') શુક્રવારે પ્રકાશિત થયેલા વૈશ્વિક અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે. ભૌગોલિક પ્રદેશ, ઉંમર, લિંગ અને વર્ષ દ્વારા આલ્કોહોલ સાથે સંકળાયેલા જોખમને જોવા માટેનો આ પહેલો અભ્યાસ છે. તેણે ઉમેર્યું હતું કે, વિશ્વભરમાં આલ્કોહોલના સેવનની ભલામણો વય અને સ્થાન પર આધારિત હોવી જોઈએ, જેમાં 15-39 વર્ષની વયના પુરૂષોને લક્ષ્યાંકિત કરતી કડક માર્ગદર્શિકા હોવી જોઈએ.
આ પણ વાંચો:આ કારણોથી થાય છે પગમાં ઈન્ફેક્શન, જાણો વરસાદની સિઝનમાં કઈ રીતે રાખવી કાળજી
ક્યા રોગનું જોખમ: ઓછું અભ્યાસ કહે છે કે, આ વયજૂથમાં આલ્કોહોલનું સેવન (How much alcohol is consumed?) કરવાથી સ્વાસ્થ્ય માટે જોખમ વધી જાય છે. અભ્યાસ એ પણ સૂચવે છે કે, 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોને જો કોઈ ગંભીર બીમારી ન હોય તો મધ્યમ માત્રામાં આલ્કોહોલ પીવાથી થોડો ફાયદો થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ જૂથને હૃદય રોગ, હાર્ટ એટેક અને ડાયાબિટીસનું જોખમ ઓછું છે. સંશોધકોએ 204 દેશોમાં આલ્કોહોલના વપરાશના અંદાજના આધારે 2020માં 1.34 અબજ લોકોએ હાનિકારક માત્રામાં આલ્કોહોલનું સેવન કર્યું હોવાની ગણતરી કરી હતી.
આ પણ વાંચો:જાણો હીટવેવ્સ કઈ રીતે કરે છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર...
કેટલી માત્રામાં આલ્કોહોલનું સેવન: સંશોધકોએ જણાવ્યું હતું કે, દરેક પ્રદેશમાં અસુરક્ષિત માત્રામાં આલ્કોહોલનું સેવન કરનાર વસ્તીનો સૌથી મોટો વર્ગ 15-39 વર્ષની વયના પુરુષો હતા અને આ વયજૂથના લોકોને દારૂ પીવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ થતો નથી પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે ઘણા જોખમો છે. તેમણે કહ્યું કે, આ વય જૂથના લોકોમાં લગભગ 60 ટકા ઇજાઓ દારૂ સંબંધિત ઘટનાઓને કારણે છે, જેમાં મોટર વાહન અકસ્માતો, આત્મહત્યા અને હત્યાનો સમાવેશ થાય છે. USમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (Institute for Health Metrics and Evaluation) ના પ્રોફેસર અભ્યાસ લેખક ઇમેન્યુએલા ગાકીડોઉએ કહ્યું કે, "અમારો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે, યુવાનોએ દારૂનું સેવન ન કરવું જોઈએ, પરંતુ વૃદ્ધ લોકોએ ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ, તેનાથી કેટલાક ફાયદા થઈ શકે છે. Gakidou જણાવ્યું હતું કે, 'યુવાન લોકો દારૂ પીવાથી દૂર રહેશે તે વિચારવું વાસ્તવિક ન હોઈ શકે, પરંતુ અમને લાગે છે કે નવીનતમ પુરાવાનો પ્રસાર કરવો મહત્વપૂર્ણ છે, જેથી દરેક વ્યક્તિ તેમના સ્વાસ્થ્ય વિશે સારા નિર્ણય લઈ શકે.