ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોએ વિજાતીય આકર્ષણ આપના માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું - 21 SEPTEMBER 2023 RASHI BHAVISHYA

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 5:02 AM IST

અમદાવાદ : 21 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી પડે. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. હિતશત્રુઓ આપને હાનિ ન પહોંચાડે તેની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ: 21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ દાંપત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ધિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આપના માટે અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

મિથુન:21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ આપના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. ઘરમાં પણ પરિવારજનો સાથે આપ આનંદ ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય પસાર કરશો. નાણાકીય લાભ મળે. જરૂરી બાબતો પાછળ ખર્ચ થાય. શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવાય. આજે ક્રોધ પર કાબૂ અને જીભ પર લગામ રાખવી પડે. નહીં તો મનદુ:ખના પ્રસંગ ઉભા થવાની શક્યતા રહે છે. સહકર્મચારીઓનો સહકાર મળે. માન- સન્‍માન પ્રાપ્તિ થાય. અધુરાં કાર્યો પૂરા થાય.

કર્ક: 21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ શા‍રીરિક માનસિક આંશિક બેચેનીમાં પસાર થશે કારણ કે આપના મનમાં સંખ્યાબંધ વિચારો ઘુમરાશે. મિત્ર અને સંતાનો અંગેની બાબતોમાં વધુ વ્યસ્ત રહો. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વધુ પડતો વાદવિવાદ આજે ટાળવો. મુસાફરી બને ત્‍યાં સુધી ન કરવી. વિજાતીય આકર્ષણ આપને માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું. અરૂચિ, અપચો જેવી બીમારીઓ સતાવે. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

સિંહ:21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજે પરિવારમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. કુટુંબીજનો સાથે વાણી અને વર્તનમાં વિનમ્રતા અને પારદર્શકતા રાખવી. માતા સાથે વધુ સમય વિતાવવો અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે સેવા કરવી. મનમાં નકારાત્‍મક વિચારો આવતા અસ્‍વસ્‍થતા વધી શકે છે માટે આવા વિચારો છોડીને ધાર્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો. જમીન, વાહન, મકાન વગેરેના દસ્‍તાવેજો પર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્‍ત્રી વર્ગ તથા પાણીથી સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા:21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે, સાથે સાથે આપ લાગણીભર્યા સંબંધોથી દ્રવીભૂત થશો. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર થાય. અને તેમના દ્વારા લાભ પણ મળે. હરીફોની ચાલ નિષ્‍ફળ નીવડે. ભાગ્‍યવૃદ્ધિના યોગ એમ છતા કોઇપણ કાર્યમાં અવિચારી પગલાંથી નુકસાન થઇ શકે છે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.

તુલા: 21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપનું માનસિક વલણ દ્વિધાભર્યું રહે તેથી મહત્‍વના નિર્ણયો ન લેવાની સલાહ આપવામાં આવે છે. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. વાણી પર સંયમ રાખવાથી પરિવારજનો સાથે વાદવિવાદ નહીં થાય. જિદ્દી વલણ છોડીને આપે સમાધાન કરવું પડે. આર્થિક લાભની શક્યતા છે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

વૃશ્ચિક: 21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. પરિવારજનો સાથે આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે. તન મનની પ્રસન્‍નતા રહેશે. પ્રિયજન સાથેનો મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઇ શુભ સમાચાર મળે. મિત્રો, સ્‍નેહીજનો તરફથી ઉપહાર મળતાં આનંદ અનુભવો. આનંદદાયક પ્રવાસ થાય. દાંપત્‍યજીવનમાં મધુરતા રહે. એકંદરે આખો દિવસ ખુશાલીમાં પસાર થાય.

ધન: 21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ થોડો સંભાળીને ચાલવા જેવો છે. પરિવારના સભ્‍યો સાથે કોઈ બાબતે મનદુ:ખ હોય તો શાંતિથી ચર્ચા કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. સ્‍વભાવમાં ક્રોધ અને આવેશને અંકુશમાં રાખવાની સલાહ છે. આરોગ્‍યપણ વિશેષ કાળજી લેવાની ટકોર કરવામાં આવે છે. વાણી અને વર્તનમાં સંયમ રાખવાથી આપની ઘણી સમસ્યાઓ આવતા પહેલા જ ઉકેલાઈ જશે. અકસ્‍માતથી બચવા માટે બિનજરૂરી ઉતાવળ ટાળવી. નાણાં ખર્ચ વધુ પડતો થાય. અદાલતને લગતા કામકાજોમાં સાવધાનીપૂર્વક પગલું ભરવું.

મકર: 21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજના લાભદાયી દિવસે આપના ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. કોઇપણ વસ્‍તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં ધનલાભ થાય. મિત્રો સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી વ્‍યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્‍ઠા વધે. પત્‍ની, પુત્રનો સહકાર સાંપડશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળે.

કુંભ:21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના પર ઉપરી અધિકારીઓ અને વડીલવર્ગની પણ કૃપા દૃષ્ટિ રહેશે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પડતા લાગે, નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહે. આપ માનસિક રીતે હળવાશ અનુભવશો. તંદુરસ્‍તી જળવાશે. માન- સન્‍માન વધે. ગૃહસ્‍થજીવનમાં આનંદની અનુભૂતિ કરશો.

મીન: 21 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ તન અને મનથી થાક તથા થોડી બેચેનીનો અનુભવ કરશો. સંતાનોની બાબતોમાં અથવા તેમને લગતા વિવિધ કાર્યોમાં આજે આપનો ઘણો સમય ખર્ચાઇ જશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળવો તેમજ શક્ય હોય ત્યાં સુધી તમારા કામથી મતલબ રાખવો. હરીફો માથું ઉંચકવાનો પ્રયાસ કરે પરંતુ જો કામ પ્રત્યે તમે સમર્પિત હશો તો સ્થિતિ અંકુશમાં આવી જશે. સરકાર તરફથી કોઇ પરેશાની ઉભી થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું.

ABOUT THE AUTHOR

...view details