ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

'સમરૂપતા' દવા સિદ્ધાંત પર આધારિત છે હોમિયોપેથી

હોમિયોપેથી એક એવી ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં રોગના લક્ષણો અને રોગીના આરોગ્યના ઈતિહાસને ધ્યાનમાં રાખી પ્રાકૃતિક દવાઓ દ્વારા રોગીનો ઉપચાર કરવામાં આવે છે. હોમિયોપેથી ચિકિત્સાનો એક વૈકલ્પિક રૂપ છે, જે સમરૂપતા દવા સિદ્ધાંત પર આધારિત છે. આ પદ્ધતિમાં રોગીઓનો ઉપચાર ન માત્ર હોલિસ્ટિક દ્રષ્ટિકોણના માધ્યમથી, જ્યારે રોગીની વ્યક્તિવાદી વિશેષતાઓને સમજી વિચારીને કરવામાં આવે છે. 10 એપ્રિલે ઉજવવામાં આવતા વિશ્વ હોમિયોપેથી દિવસને માત્ર ડો. હેનીમેનની જયંતીના ઉપલક્ષ્યમાં જ નથી ઉજવવામાં આવતો, પરંતુ હોમિયોપેથીને આગળ લઈ જવાના પડકાર અને ભવિષ્યની રણનીતિઓને સમજવા માટે ઉજવવામાં આવે છે.

'સમરૂપતા' દવા સિદ્ધાંત પર આધારિત છે હોમિયોપેથી
'સમરૂપતા' દવા સિદ્ધાંત પર આધારિત છે હોમિયોપેથી

By

Published : Apr 12, 2021, 2:18 PM IST

  • હોમિયોપેથી ગર્ભવતી મહિલાઓથી લઈ વડીલો તમામ માટે સુરક્ષિત છે
  • હોમિયોપેથી પદ્ધતિની કોઈ પણ આડઅસર થતી નથી
  • હોમિયોપેથી ચિકિત્સાનો એક વૈકલ્પિક રૂપ છે, જે સમરૂપતા દવા સિદ્ધાંત પર આધારિત છે

ન્યૂઝ ડેસ્કઃ હોમિયોપેથી એક સુરક્ષિત ચિકિત્સકીય પદ્ધતિ છે, જે ઘણા પ્રકારની બીમારીઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ છે. સામાન્ય રીતે તેની કોઈ આડઅસર થાય છે ન તો તેની લત લાગે છે. આ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવનારી મહિલાઓ, બાળકો અને વડીલો તમામ માટે સુરક્ષિત છે. ચિકિત્સકોના જણાવ્યાનુસાર, હોમિયોપેથીમાં રોગ, લક્ષણ અને ઔષધી લક્ષણમાં જેટલી વધારે સમાનતા હોય છે. તેટલું રોગીના સ્વસ્થ થવાની સંભાવના વધી જાય છે.

આ પણ વાંચોઃબાળકોમાં ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે બાળ મનોવૈજ્ઞાનિક શું કહે છે? જાણો

ચિકિત્સાની પ્રણાલી અંગે લોકોને જાગૃત કરવા એ વિશ્વ હોમિયોપેથી દિવસનો ઉદ્દેશ

વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ ચિકિત્સાની આ પ્રણાલી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું તો છે જ. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે કઈ રીતે હોમિયોપેથીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે. આ માટે વિશ્વ હોમિયોપેથી સમુદાય આ ચિકિત્સા પ્રણાલીને સ્થાપિત કરવા, સુદ્રઢ કરવા અને તેના આધુનિકીકરણ કરવા માટે લોકોને એકસાથે લાવવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે. આથી વધુને વધુ લોકો તેનો લાભ મેળવી શકે.

કોરોના કાળમાં ઘણી મદદરૂપ સાબિત થઈ હોમિયોપેથી ચિકિત્સા પ્રણાલી

હોમિયોપેથી ચિકિત્સક કોરોના સંક્રમણથી લડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કોરોના કાળમાં કઈ રીતે હોમિયોપેથી સુરક્ષિત અને સફળ રીતે આ રોગથી લડવાનું કાર્ય કરી રહી છે. આ અંગે વધુ જાણકારી લેવા માટે ETV Bharatની સુખી ભવઃની ટીમે સનસાઈન હોમિયોપેથીના હોમિયોપેથિક ચિકિત્સક તથા ટેક્નોમેટડિક્સના સંસ્થાપક સહયોગી ડોક્ટર સૂરજ એસ. હિરવાની સાથે વાત કરી હતી.

આ પણ વાંચોઃકોવિડના દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાનો ખતરો વધારે: સંશોધન

હોમિયોપેથી પદ્ધતિ કોઈ પણ સમસ્યાને પાયાથી સમાપ્ત કરે છે

હોમિયોપેથી દિવસે આ વિશેષ ચિકિત્સા પદ્ધતિ અંગે વધુ જાણકારી દેતા ડો. સૂરજે જણાવ્યું હતું કે, રોગના લક્ષણો અને રોગીના શારીરિક આરોગ્ય સાથે જોડાયેલા ઈતિહાસને જાણવા માટે ભલે આ પદ્ધતિ સમય લે, પરંતુ કોઈ પણ સમસ્યાને પાયાથી સમાપ્ત કરે છે. કોવિડ-19થી સંક્રમણની સારવારમાં રોગ તથા રોગીના આરોગ્યથી જોડાયેલા ઈતિહાસની સંપૂર્ણ જાણકારીના આધાર પર કરવામાં આવેલા હોમિયોપેથી ઉપચારના કારણે દર્દીઓને ઘણો ફાયદો થયો છે.

હોમિયોપેથી ચિકિત્સા પ્રણાલીમાં દવાઓનો ડેટા પુસ્તકમાં સંભાળીને રખાય છે

ડોક્ટર સૂરજે વધુમાં ઉમેર્યું કે, હોમિયોપેથી ચિકિત્સા પ્રણાલીમાં પારંપરિક રૂપથી રોગીઓની બીમારીનો રેકોર્ડ અને તેમને આપવામાં આવતી દવાઓનો ડેટા એક પુસ્તકમાં સંભાળીને રાખવામાં આવે છે, જેમાં રોગીની બીમારીઓ, તેની દવાઓની ચિઠ્ઠી તથા એલર્જી સહિત વિભિન્ન જાણકારીઓ હોય છે. જોકે, ઘણા લોકોને આ લાંબી અને થકાવી દેનારી પ્રક્રિયા લાગે છે, પરંતુ આ મેડિકલ ડેટા કોરોના કાળમાં ઘણો ફાયદાકારક સાબિત થયો. રોગીઓના ફક્ત એક ફોન કોલ પર તેના ચિકિત્સીય ઈતિહાસની જાણકારીને ધ્યાનમાં રાખી તેની સારવાર કરવી અ મેડિકલ ડેટાના કારણે સરળ રહી છે.

કોવિડ-19ના આ તબક્કામાં હોમિયોપેથીની પ્રણાલીએ ચિકિત્સકોની ઘણી મદદ કરી

ડો. સૂરજે વધુમાં જણાવ્યું હતું કે, હોમિયોપેથી સૌથી મજબૂત ટૂલ અને અંગ મનાતી આ મેડિકલ ડાયરીને વધારે મજબૂત તથા ટેક્નિકલ રીતે સમૃદ્ધ બનાવવા માટે વર્ષ 1990માં હોમિયોપેથીમાં મેડિકલ ડાયરીના આધારે પહેલી પેશન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તથા રેપરટોરીસેશન સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું. પરંપરાગત ડેટા સંગ્રહણના આ ટેક્નિક રૂપને મોટા ભાગે હોમિયોપેથિક ચિકિત્સકોએ હાથોહાથ લીધી હતી. કોવિડ-19ના આ તબક્કામાં આ પ્રણાલીએ ચિકિત્સકોની ઘણી મદદ કરી છે. કારણ કે, હવે તેમના દર્દીઓના સંપૂર્ણ ડેટા ફક્ત એક બટન દબાવવાથી ઉપલબ્ધ થઈ જાય છે. આ તબક્કામાં જ્યારે ઘણા ચિકિસ્કો ઘરેથી જ ચિકિત્સીય સલાહ આપી રહ્યા છે. હોમિયોપેથિક ચિકિત્સક પણ વીડિયો કોલ અને સામાન્ય કોલ પર રોગીઓની તપાસ કરી તેમની પાસે ઉપલબ્ધ તેના ડેટાના આધારે દવાઓ આપી રહ્યા છે. આ સાથે જ વધુ જાણકારી માટે drsuraj@SunshineHomeopathy.comપર સંપર્ક કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details