ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

હોમિયોપેથિથી શક્ય છે ઑટિઝમની સારવાર

ઑટિઝમ જેવી બિમારીની સારવાર મુશ્કેલ છે તેમાં પણ હોમિયોપેથીની ઘણી દવાઓ આ રોગ માટે કારગત સાબિત થઇ છે.

હોમિયોપેથિથી શક્ય છે ઑટિઝમની સારવાર
હોમિયોપેથિથી શક્ય છે ઑટિઝમની સારવાર

By

Published : Apr 10, 2021, 7:35 PM IST

  • બાળપણથી જોવા મળે છે ઑટિઝમના લક્ષણો
  • ઑટિઝમની ઘણી અવસ્થામાં હોમિયોપેથીની દવાઓ આપે છે સારી અસર
  • ધીમે ધીમે દર્દીઓની સ્થિતિમાં આવે છે સુધાર

ન્યૂઝ ડેસ્ક: ઑટિઝમ એક એવી માનસિક બિમારી છે જેના શરૂઆતી લક્ષણ 1 થી 3 વર્ષના બાળકોમાં જોવા મળે છે. આ એક એવી અવસ્થા છે જેની સારવાર શક્ય નથી પણ જો સમય પર લક્ષણ દેખાઇ જાય તો જુદી જુદી દવાઓ અથવા ઉપચારથી તેના પર નિયંત્રણ ચોક્કસથી મેળવી શકાય છે. હોમિયોપેથિક ચિકિત્સક તથા જાણકાર માને છે કે ઑટિઝમ પર નિયંત્રણ મેળવવામાં હોમિયોપેથિક ઘણી અસરકારક નિવડે છે.

હોમિયોપેથિકની દ્રષ્ટીએ ઑટિઝમ શું છે ?

ઑટિઝમની સારવાર માટે તથા આ સમસ્યાના ઉકેલ માટે ફ્કત પારંપરિક ચિકિત્સા પદ્ધતિ તેમાં પણ ચિકિત્સાની વિવિધ શાખાઓમાં આ અંગે સંશોધન કરવામાં આવી રહ્યાં છે. જાણકારોનું માનવું છે કે હોમિયો પેથીની સારવાર કે ઑટિઝમમાં કારગત નિકળે છે. ઑટિઝમમાં હોમિયો પેથીની સારવાર અંગે ETV Bharatના સુખીભવને ચિકિત્સક ડૉ. સમીર ચૌક્કરે જણાવ્યું છે કે તેઓ લાંબા સમયથી ઑટિઝમના દર્દીઓને સારવાર આપવામાં મદદ કરી રહ્યાં છે.

હોમિયોપેથી અને ઓટિઝમ

ડૉ. સમીરે જણાવ્યું છે કે હોમિયોપેથીની દવાઓ ઑટિઝમના લક્ષણ અને તેના પ્રભાવ પર ઘણી અસરકારક છે. હોમિયોપેથીમાં ઑટિઝમના અલગ અલગ લક્ષણો અને તેના પ્રભાવ માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે. જે કોઇ પણ અસર વગર જ ઑટિઝમના લક્ષણો પર કામ કરે છે. સાથે જ પીડિતના સામાન્ય સ્વાસ્થ્યને પણ સારું કરે છે. ડૉ. સમીરે જણાવ્યું હતું કે ઑટિઝમમાં હોમિયોપેથીમાં સામાન્ય તપાસ ઉપરાંત વિશેષ વ્યક્તિગત તપાસ પદ્ધતિનો સહારો લેવામાં આવે છે.

ઑટિઝમના લક્ષણ અને તેની દવાઓ

ડૉ. સમીર ETV ભારતના સુખીભવને ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસૉર્ડરના લક્ષણો તથા તેના આધાર પર આપવામાં આવતી હોમિયોપેથીની દવા અંગે વિસ્તારથી માહિતી આપી હતી.

સંવેદી અથવા ઇંદ્રિયો સાથે સંકળાયેલા લક્ષણ

આપણે સામાન્ય રીતે બહારની દુનિયા સાથે સંપર્ક આપણી ઇંન્દ્રિયોના માધ્યમથી કરી શકીએ છીએ. જેવી રીતે સાંભળીને, જોઇને,અનુભવીને લોકો અને વસ્તુઓ અંગેની માહિતી મેળવીએ છીએ. ઑટિઝમ હોવાની અવસ્થામાં સૌથી પહેલું લક્ષણ સંવેદનશીલ અંગોની પ્રતિક્રિયા છે જેમકે વધારે અવાજ થવાથી, કોઇના અડવાથી, ભડકીલા રંગો જોવાથી કોઇ પણ વિશેષ સ્વાદથી અસામાન્ય વ્યવહાર અથવા ચિડાઇ જવું વગેરે જોવા મળે છે. આ લક્ષણ અનેક પ્રકારના હોઇ શકે છે. ડૉ. સમીરે જણાવ્યું હતું કે મેટેરિયા મેડિકા પુસ્તકમાં હોમિયોપેથી રેપર્ટરીમાં આ લક્ષણો અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. સાથે જ આ અવસ્થામાં ફાયદો પહોંચાડતી દવા અંગે પણ માહિતી આપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં બોરૉક્સ, અસારમ, થેરિડિયન, નક્સ વોમિકા, ઓપીયમ તથા ચાઇના જેવી દવાઓ સંવેદી અંગો સાથે જોડાયેલા લક્ષણોની અવસ્થામાં આપવામાં આવે છે.

કાઇનેટિક અવસ્થા(અતિસક્રિય અવસ્થા)

ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસૉર્ડરમાં વધારે સક્રિયતા સામાન્ય રીતે જોવા મળે છે, તો કેટલાક બાળકોમાં હાઇપર એક્ટિવિટી, ગુસ્સો આવવો, હેરાન થવા પર હિંસક પ્રતિક્રિયા આપવી વગેરે લક્ષણો દેખાય છે જેમકે વસ્તુઓ તોડવી ફેંકવું વગેરે. કેટલાક બાળકોમાં અન્ય લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો હોય ત્યારે ટારેંટયુલા, સ્ટ્રેમોનિયમ, ટ્યૂબર ક્યુલિનમ, મેડોરઇનમ, નક્સ વોમિકા જેવી દવા આપી શકાય છે. જો આ સિવાય વ્યવહારમાં જો પોતાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ કરતો હોય તો લિસિનમ, સ્ટ્રામોનિયમ, ટારેંટ્યુલા, ટબ( દર્દી પોતાને મારતો હોય તો) અને બેલ (દિવાલ પર માથું મારતા હોય તે અવસ્થામાં) દવા સારવારમાં ઉપયોગી થાય છે.

રિગ્રેસિવ અવસ્થા (કોઇ પણ આદતને પુનરાવર્તિત કરવાની આદત)

સામાન્ય રીત વિશેષ અવસ્થામાં કોઇ પણ બાળકમાં કોઇ પણ કામ ફરી વારંવાર કરવાની આદત જોવા મળે છે. તે પોતાના વ્યવહાર પર નિયંત્રણ નથી રાખી શકતા. આ નિયંત્રણની કમી ફક્ત વ્યવહારમાં જ નહીં પણ મળમૂત્ર ત્યાગમાં પણ જોવા મળે છે. જેમકે પોતાના ગુપ્તાંગોને વારંવાર અડવું, હસ્તમૈથૂન, મળ અથવા માટી ખાવાની આદત. આવી અવસ્થામાં હાયોસાઇમસ, બુફો તથા બૈરાઇટા કાર્બોનિકા દવાઓ આપી શકાય છે.

ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસૉર્ડરમાં કેવી રીતે મદદ રૂપ થઇ શકે છે હોમિયોપેથી

હોમિયોપેથીની દવાઓ અથવા કોઇ એક વિશેષ અંગ પર અસર ન કરતા પીડિકને સાઇકો ન્યૂરો એંડોક્રિનોલોજિસ્ટકલ તથા સાઇકો ઇમ્યૂનોલોજિકલ એક્સેસ પર ઉંડાણથી અસર કરે છે. જેના કારણે પીડિતમાં ઑટિઝમના લક્ષણમાં ઘટાડો આવે છે. ઑટિઝમાં મોટી સંખ્યામાં બાળકોમાં એવા લક્ષણ જોવા મળે છે જેમાં સંવેદીઅંગો સાથે જોડેયેલા છે અને સંવેદનાઓમાં અતિરેકતાની અવસ્થામાં દેખાય છે. જેમકે ઘણા બાળકો અડવાથી, વધારે અવાજ થવાથી, ગળે મળવાથી અથવા વસ્તુઓ અડવા પર અસમાન્ય પ્રતિક્રિયા આપે છે. હોમિયોપેથીમાં બતાવવામાં આવેલી દવાઓ આ સંવેદનાઓને નિયંત્રણમાં લાવવામાં અને તેમના વ્યવહારને સામાન્ય બનાવવામાં ઘણી મદદરૂપ થાય છે.

હોમિયોપેથીની દવાઓમાં બાળકોમાં મોટર સ્કિલ્સને વધારે સારી કરવામાં, વ્યવહારમાં અસમાનતા અથવા પુનરાવૃત્તિની ઘટનાઓને ઓછી કરવામાં અથવા વાત - પરિસ્થિતિ સમજવામાં પડતી તકલીફને ઓછી કરવામાં મદદ કરે છે. હોમિયો પેથીમાં આપવામાં આવતી નાની નાની ગોળીઓ બાળકોમાં અતિસક્રિયતા, આક્રામક વ્યવહાર અને પોતાને નુકસાન કરવાની પ્રવૃત્તિ ઓછી કરાવે છે.

ધીમે ધીમે દર્દીઓમાં જોવા મળે છે ફેરફાર

હોમિયોપેથીની દવાઓની અસર સામાન્ય રીતે દર્દીના સામાન્ય વ્યવહારમાં જોવા મળે છે. બાળકનું વ્યવહાર શાંત થાય છે, તેની ઉંઘ સામાન્ય થાય છે, ભૂખ લાગે છે અને સ્વાસ્થ્ય પણ પહેલાં કરતાં વધુ સારું થયા છે. આ દવાની બીજી અસર તેના વ્યવહારમાં જોવા મળે છે. તેની અતિ સક્રિયતા, ચિડચિડાપણું તથા આક્રામક વ્યવહાર ઓછો થાય છે. આ ઉપરાંત બાળકની જવાબ આપવાની રીતમાં ફેરફાર આવે છે. ધીમે ધીમે તેમના બીજા સંપર્ક સ્થાપવાની રીતમાં સુધારો થાય છે. બાળકોની પુનરાવર્તિત કરવાની ટેવ સમય જતાં ઓછી થાય છે.

શરૂઆતના સમયમાં જ લક્ષણો પર ધ્યાન આપીને જો શરૂઆત કરવામાં આવે તો ઘણી હદ સુધી ઑટિઝમ પર નિયંત્રણ મેળવી શકાય છે. જો ઑટિઝમ સાથે મિર્ગી અથવા આનુવાંશિક સમસ્યાઓ હશે તો તેને નિયંત્રણમાં લેવામાં તકલીફ આવશે

આ અંગે વધુ માહિતી માટે drsamirchaukkar@gmail.com પર સંપર્ક કરો.

ABOUT THE AUTHOR

...view details