ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

Heart Atteck Problem: યૂવા વર્ગમાં હાર્ટ એટેકનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, જાણો તેનુ કારણ

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના (unhealthy lifestyle) કારણે વર્તમાન પેઢી હૃદયરોગના જોખમે (current generation heart disease risk) જીવવા મજબૂર છે. અગાઉ 65 વર્ષ કે તેથી વધુ વયના લોકો હાર્ટ એટેકનો (Heart Atteck Problem) ભોગ બની રહ્યા હતા, પરંતુ કેટલાક સમયથી 25-30 વર્ષના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર (youth also a victim of heart attack) બની રહ્યા છે.

Heart Atteck Problem: યૂવા વર્ગમાં હાર્ટ એટેકનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, જાણો તેનુ કારણ
Heart Atteck Problem: યૂવા વર્ગમાં હાર્ટ એટેકનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, જાણો તેનુ કારણ

By

Published : Feb 23, 2022, 4:12 PM IST

ન્યૂઝ ડેસ્ક: તાજેતરમાં કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Kannada Superstar Puneeth Rajkumar) 46 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટનો શિકાર (current generation heart disease risk) બન્યા હતા. દિવંગત અભિનેતા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હતા અને દિનપ્રતિદિન વ્યાયામ માટે સમય કાઢી લેતા જ હતા. આ સંજોગોમાં તેના આ વિશે આ પ્રકારના સમાચાર સાંભળી બઘાને આઘાત લાગ્યો હતો કે, જે વ્યકિત શરીરના સ્વાસ્થ પ્રત્યે એટલા જાગૃત હોય તે કઇ રીતે કાર્ડિયાક અરેસ્ટનો શિકાર બની ગયા હતા.

કાર્ડિયાક અરેસ્ટમાં ચિતાંજનક વઘારો

આ બાદ આંધ્ર પ્રદેશના IT પ્રધાન મેકાપતિ ગૌતમ રેડ્ડીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે પણ સ્વાસ્થ સંબંઘિત જરૂરી કસરતોનુ ચુસ્તપણે પાલન કરતા હતા. લગભગ 16,731 ​​લોકોને કાર્ડિયાક બિમારીનો ભોગ બનતા માધાપુરની કોર્પોરેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી 22 ટકા લોકો 30 થી 45 વર્ષના વચ્ચગાળાના હતા, જ્યારે 48 ટકા 46 થી 60 વર્ષની વયના છે અને બાકીના 30 ટકા 60 કે તેથી વધુ વયના છે. બાતમીના આધારે દર વર્ષે આશરે હૈદરાબાદમાં 10,000 બાયપાસ સર્જરી કરવામાં આવે છે. તેમાંથી મોટાભાગના દર્દીઓ 40 થી 50 વર્ષની વય જૂથના છે.

આ પણ વાંચો:Problem Of Heart Blockage: જાણો હાર્ટ બ્લોકેજ વિશે અને રાખો આ તકેદારી

ધૂમ્રપાનથી હૃદયના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે

આધુનિક યુગની મોર્ડન જીવનશૈલી ઘણા લોકો માટે તણાવ, બેચેની અને વ્યસ્ત સમયપત્રકનો પર્યાય બની ગઈ છે. કેટલાક લોકો રોજિંદા તણાવનો સામનો કરવા માટે દારૂ અને સિગારેટનું સેવન કરવાની કુટેવો પાડે છે. આ પરિસ્થતિમાં તબીબોનું કહેવું છે કે, ધૂમ્રપાનથી હૃદયના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને યુવાનોમાં બાયપાસ સર્જરીની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ સાથે તણાવ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન હૃદયરોગમાં મુખ્ય ફાળો આપનારા પરિબળો હોવાનું જણાયું હતું. સાથે જ કેટલાક લોકોને વિવિધ કારણોના પગલે શ્વાસ લેવામાં તકલીફ, પલ્મોનરી એમબોલિઝમ, જે ફેફસામાં લોહી ગંઠાઈ જાય છે આ તેમના મુખ્ય કારણો હોય શકે છે.

જાણો સ્લીપ એપનિયા વિશે

એક પરિબળ સ્લીપ એપનિયા પણ છે, જ્યાં ગળામાં નરમ પેશીઓને ટેકો આપતા સ્નાયુઓ આરામ કરે છે. તેના લીધે વાયુમાર્ગ સાંકડી અથવા બંધ થાય છે, શ્વાસ લેવામાં મુશકેલી આવે છે. સ્થૂળતાથી પીડિત લોકો, ખાસ કરીને જાડી ગરદન ધરાવતા લોકોને સ્લીપ એપનિયાનું જોખમ વધાએ સંભાવના છે. જેમાં ઊંઘ દરમિયાન હાર્ટ એટેક આવાનું મુખ્ય કારણ છે. સ્લીપ એપનિયાના પ્રાથમિક લક્ષણો નસકોરાં, શ્વાસ લેવામાં તકલીફ અને હાઈ બ્લડ પ્રેશર છે.

જાણો સ્લીપ એપનિયા લક્ષણો

બંધ ધમનીઓના પગલે હાર્ટ એટેક આવાની શક્યતા રહે છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસવાળા મોટા ભાગના લોકો શરૂઆતમાં આ પ્રકારના લક્ષણોનો અનુભવ કરતા નથી, પરંતુ જો આ વિશે સમયસર નિદાન કરવામાં નહી આવે તો આ બીમારીથી ગંભીર ખતરો રહે છે. NIMSના કાર્ડિયોથોરાસિક સર્જન ડૉ. એમ. અમરેશ રાવ જણાવે છે કે, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વધુ પડતો પરસેવો વળવો અને બેહોશી જેવા લક્ષણો ગંભીર બાબત સૂચવે છે. ડૉક્ટરની સલાહ લેવી અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી હાર્ટ એટેકને રોકી શકાય છે.

યુવા વસ્તીમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું

યુવા વસ્તીમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 40 ટકા કેસોમાં કોઈ અંતર્ગત કારણ જોવા મળ્યું નથી. કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) એ કટોકટી માટે જીવન બચાવવા માટેની તકનીક છે. આમાં, આ દરમિયાન મગજ અને અન્ય અવયવોમાં રક્ત પ્રવાહ જાળવવા માટે છાતીમાં સંકોચન કરવામાં આવે છે. એપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. વર્ષા કિરણે જણાવ્યું હતું કે, નાગરિકોને ઈમરજન્સી CPRમાં તાલીમ આપવી જોઈએ.

આ પણ વાંચો:Skin Care Tips: પુરુષો રાખી શકે છે આ રીતે ત્વચાની સંભાળ

ABOUT THE AUTHOR

...view details