- મીઠાઈ પણ પાચન અને સ્વાસ્થ્ય માટે જરુરી છે
- મીઠાઈ હંમેશા નુકસાનકારક નથી હોતી
- ETV Bharat Sukhibhav ના વિશેષજ્ઞો જણાવે છે Healthy Dessert રેસીપી
આપણાં વડીલો માનતાં આવ્યાં છે કે ભોજન પછી થોડી માત્રામાં મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારણ કે તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આયુર્વેદ પણ આ માન્યતાની પુષ્ટિ કરે છે. આ વિચારસરણીને ધ્યાનમાં રાખીને અને લોકોમાં ફેલાયેલી મિથ્યા માન્યતા કે મીઠાઈ ખાવી સ્વાસ્થ્ય માટે ખરાબ છે તેવી માન્યતા તોડવા પેસ્ટ્રી શેફ રુચિત હર્નેજા તેમની સ્પાઈસ રૂટ કંપની દ્વારા પોષણ વિશેષજ્ઞા દિવ્યા ગુપ્તા સાથે મળીને પ્રયાસ કરી રહ્યાં છે. તેમના પ્રયાસો વિશે વધુ વિગતો આપતાં રુચિત જણાવે છે કે તેમનો ઉદ્દેશ સમકાલીન રીતે તંદુરસ્ત ભારતીય મીઠાઈઓ માટે માપદંડ રજૂ કરવાનો છે.
આયુર્વેદિક મસાલા અને મેવા છે સુપર ફૂડ
રુચિત જણાવે છે કે મીઠાઈ ખાવાથી આપણા મોંમાં લાળનું વધુ ઉત્પાદન થાય છે, જેના કારણે આપણે ખાધેલા ખોરાકને વ્યવસ્થિત પચાવવા માટે પેટના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે. નિયંત્રિત માત્રામાં ખાવામાં આવેલી મીઠાઈઓ હંમેશા સ્વાસ્થ્યને પોષણ આપે છે પરંતુ જો અસંતુલિત માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં બ્લડ સુગર લેવલને અસર કરી શકે છે.
પોષણ વિશેષજ્ઞા દિવ્યા ગુપ્તા કહે છે કે સામાન્ય રીતે સ્વદેશી ભારતીય મીઠાઈઓમાં ઉપયોગમાં લેવાતા બદામ અને મસાલાઓને પણ આયુર્વેદના દ્રષ્ટિકોણથી સુપર ફૂડની શ્રેણીમાં સમાવવામાં આવ્યાં છે, જે શરીરને પોષણ સાથે ઊર્જા પ્રદાન કરે છે. દિવ્યા જણાવે છે કે આ ઝૂંબેશ દ્વારા તેમનો મુખ્ય પ્રયાસ એ છે કે બાજરી, ચારોળી, આદુ તથા ઘરમાં બનતી રસોઇમાં મળતાં એવા આયુર્વેદિક મસાલા જે સોજાઅવરોધી હોય છે અને જેમાં એન્ટીઓક્સિડેન્ટ પ્રભાવ વધુ હોય છે તેને મીઠાઈઓમાં વધુ વપરાશમાં આવે તેવું પ્રોત્સાહન આપી શકાય. તેના સમર્થનમાં વધુમાં જણાવે છે કે મીઠાઈમાં આદુનો ઉપયોગ તેના ઔષધીય ગુણોને બમણો કરી શકે છે. આદુમાં જિંજરોલ હોય છે, જે સોજા વિરોધી છે અને એન્ટીઓકિસડન્ટોથી પણ ભરપૂર છે. આદુનું સેવન માત્ર વજન જ નથી ઘટાડતું, બ્લડ પ્રેશર પણ ઘટાડે છે અને હૃદયરોગનું જોખમ ઘટાડે છે. એટલું જ નહીં, આદુ મગજની કામગીરી સુધારવામાં પણ મદદરૂપ છે અને તે ચેપ સામે લડીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ સક્ષમ છે.
પાચક મસાલા અને ગોળથી બનેલી મીઠાઈઓ હોય છે ફાયદાકારક
શેફ રુચિત કહે છે કે તે શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે મીઠાઈમાં આદુ, એલચી, અજમો અને વરિયાળી જેવા પાચક મસાલાનો ઉપયોગ કરવાનો હંમેશા પ્રયત્ન કરે છે. એટલું જ નહીં, તે હંમેશા ગળપણ માટે ગોળ અથવા શેરડી જેવા કુદરતી અને ઓર્ગેનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે કારણ કે આયુર્વેદ અનુસાર ગોળમાં ઔષધીય ગુણધર્મો છે. નોંધનીય છે કે ગોળમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ હોય છે, સાથે સાથે તેમાં આંશિક રીતે ઝીંક પણ જોવા મળે છે. જે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધારે છે.
આ સાથે ગોળનું સેવન એનિમિયા, અપચા, ફેફસાંની સફાઇ અને ગ્લુકોઝ નિયંત્રણ જેવા રોગોને રોકવામાં મદદ કરે છે. શેફ રુચિતની મુખ્ય યોગ્યતા ભારતના પ્રખ્યાત રામપુર ભોજનથી પ્રેરિત ડેઝર્ટ એઠલે કે મીઠાઈઓમાં હેટરોડોક્સ ફૂડ પેરિંગ છે. ETV Bharat Sukhibhav ને જાણકારી આપતાં શેફ રુચિતે એક વિશેષ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક મીઠાઈની રેસીપી વિશે પણ જણાવ્યું. જે આ પ્રકારે છે.
આદુ અને ચારોળીનો હલવો
પીસેલું આદુ-140 ગ્રામ
આદુ પાવડર-25 ગ્રામ
ગોળનો પાવડર-200 ગ્રામ
ગ્રીન ઇલાયચી વાપડર- 5 ગ્રામ
ઘી- 45 ગ્રામ
પીસ્તા (છીણેલાં)-20 ગ્રામ