ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

જીવન અને વિચારોમાં સકારાત્મકતા અને સંતોષ લાવી શકે છે હૉબી - ફળદાયી પ્રવૃત્તિઓ

તમારા શોખ અથવા આદતો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. નિષ્ણાતો માને છે કે સારો કે ખરાબ શોખ એટલે કે હૉબી તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અને નકારાત્મક બંને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે સારા શોખ તમારા મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

જીવન અને વિચારોમાં સકારાત્મકતા અને સંતોષ લાવી શકે છે હૉબી
જીવન અને વિચારોમાં સકારાત્મકતા અને સંતોષ લાવી શકે છે હૉબી

By

Published : Aug 27, 2021, 5:54 PM IST

  • સારી અને ખરાબ હૉબી સ્વાસ્થ્ય પર અસર કરે છે
  • સારા શોખની સકારાત્મક અને ખરાબ શોખની નકારાત્મક અસર થાય છે
  • સારો શોખ આત્મવિશ્વાસ, સુખ અને સંતોષમાં વધારો કરે છે
  • મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે હૉબી

એક સંશોધન પ્રમાણે જે લોકો રચનાત્મક શોખ એટલે કે હૉબી સાથે જોડાયેલા હોય છે તેમના જીવનના પ્રારંભિક વર્ષોમાં અને વૃદ્ધાવસ્થામાં માનસિક સ્થિતિ બગડવાની સંભાવના 32 ટકા ઓછી થાય છે. શોખ હોવાના બૌદ્ધિક લાભો ઉપરાંત, તંદુરસ્તી અને આરોગ્ય લાભો પણ છે. ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે એક સારો અને સકારાત્મક શોખ માનવીની વિચારસરણીમાં સકારાત્મકતા વધારવામાં અને જીવનમાં સુખ, સંતોષ અને આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ મદદરૂપ છે.

હૉબીથી મૂડ સારો બને છે, આત્મિક સંતોષ થાય છે

ઉલ્લેખનીય છે કે નોકરી તથા પારિવારિક તેમજ સામાજિક જવાબદારીઓ નીભાવતાં-નીભાવતાં આપણે આપણી જિંદગીમાં એ હદે ભાગવાનું શરૂ કરી દઇએ છીએ કે આપણી હૉબી એટલે કે આપણો શોખ આપણે બાજુએ મૂકી દઇએ છીએ. સત્ય તો એ છે કે જ્યારે આપણે આપણાં શોખ માટેે સમય આપીએ છીએ ત્યારે ન ફક્ત આપણો મૂડ સારો થઈ જાય છે, પરંતુ આત્મિક સંતોષ પણ મળે છે.

જૂની બીમારીઓનો ખતરો ઓછો

અમેરિકન જર્નલ ઑફ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત 2010ની સમીક્ષા 'ધ કનેક્શન બિટવીન આર્ટ, હીલિંગ એન્ડ પબ્લિક હેલ્થ: એ રિવ્યૂ ઑફ કરન્ટ લિટરેચર'માં સંશોધકોએ રચનાત્મક કાર્યોના સ્વાસ્થ્ય લાભની તપાસ કરી હતી. આ સંશોધનના તારણોમાં સામે આવ્યું હતું કે કલા તેમજ માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્યની વચ્ચે મજબૂત સંબંધ હોય છે. ખાસ કરીને આ રીસર્ચમાં સંશોધકોએ જોયું કે રચનાત્મકતા મગજ અને શરીરને એ હદે પ્રભાવિત કરે છે કે આનાથી મૂડ સારો થઈ જાય છે અને ગભરામણ ઓછી થઈ જાય છે. સાથે જ બૌદ્ધિક કાર્યો વધી જાય છે, જૂની બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે અને રોગપ્રતિકારક ક્ષમતામાં સુધારો થાય છે.

ભાવનાત્મક સંતુલન બનાવે છે

રીસર્ચમાં સામે આવ્યું કે શોખના રૂપમાં જ ભલે, રચનાત્મક અભિવ્યક્તિ ચિંતા, હતાશા અથવા આઘાતથી પીડિત લોકો માટે સારવાર જેવી છે. જેવી રીતે સંગીત મગજની ગતિવિધિઓને શાંત કરે છે જેનાથી ભાવનાત્મક સંતુલનની ભાવના પેદા થાય છે. તો આ કોઈ આઘાતમાંથી બહાર આવતા લોકો માટે અને પીડિતોને પોતાના વિચારો બહાર નીકાળવામાં મદદ કરે છે. રચનાત્મક થવાથી માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. સંશોધકોને પૂરાવા મળ્યા કે રચનાત્મકતા મગજને કઈ રીતે પ્રભાવિત કરે છે. જેમકે કોઈપણ રચનાત્મક ચીજ પર કામ કરવું, પછી ભલે તે એક નાનકડી વાર્તા લખવા અથવા બગીચમાં કામ કરવું - તમામ સમસ્યા, સમાધાન અને મહત્વપૂર્ણ વિચાર, કળાને વધારવામાં મદદ કરે છે.

બીમારીઓથી બચાવે છે

રીસર્ચમાં સામે આવ્યું છે કે રચનાત્મક શોખનો અભ્યાસ કરનારાઓમાં અલ્ઝાઇમર અને પાર્કિસન્સ જેવા ડીજનરેટિવ રોગો ઓછા જોવા મળે છે. તો મધ્યમ ઉંમરના અને વૃદ્ધો જે કોઈપણ પ્રકારનો રચનાત્મક અભ્યાસ કરતાં હતાં, જેમકે ક્રાફ્ટિંગ, સીવણ, વૂડવર્કિંગ અથવા પેઇન્ટિંગ વગેરેમાં માનસિક સ્થિતિમાં ઘટાડો થવાનું જોખમ ઓછું જોવા મળ્યું. સંશોધનથી સામે આવ્યું છે કે રચનાત્મક થવાના કારણે પુખ્ત વયના લોકોની બૌદ્ધિક કામગીરી અને તેમની યાદશક્તિ વધે છે, જે ભવિષ્યમાં નર્વસ સિસ્ટમ સાથે સંબંધિત રોગોને રોકવામાં અસરકારક રીતે કામ કરે છે. વધુમાં સંગીતનો શોખ રોગપ્રતિકારકશક્તિને પુન:સ્થાપિત કરવામાં મદદ કરે છે અને સ્ટ્રેસ હોર્મોન્સ અને સોજાના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

હૉબી એટલે કે શોખના ફાયદા

  • આપણે સકારાત્મક દિશામાં કામ કરીએ છીએ અને બિનજરૂરી કાર્યોમાં સમય વેડફતાં નથી.
  • આંતરિક ખુશી અને સંતોષ મળવાના પરિણામ સ્વરૂપ અન્ય કાર્યોને પણ સારી રીતે કરવામાં સક્ષમ થવાય છે.
  • જો આપણી હૉબી આપણો રોજગાર પણ બની જાય તો વ્યક્તિના સફળ થવાની સંભાવના ઘણી વધી જાય છે, સાથે જ તેમાં રોજગાર સંબંધિત સંતોષ પણ જળવાઈ રહે છે.
  • મૂડ ખરાબ થવાની સ્થિતિમાં હૉબીના માધ્યમથી આને સરળતાથી સારો કરી શકાય છે.
  • હૉબી અથવા શોખને નિયમિત રૂપથી દિનચર્યામાં સામેલ સામેલ કરવાથી હતાશાથી ઘણી હદ સુધી બચી શકાય છે. સાથે જ કામનું ભારણ પણ ઓછું અનુભવાય છે.
  • આ માનસિક વિકાસની સાથે સાથે વ્યક્તિગત વિકાસ (પર્સનાલિટી ડેવલપમેન્ટમાં) પણ મદદ કરે છે.
  • આ વ્યક્તિને દિશાહીન થવાથી બચાવે છે.
  • અનેકવાર શોખ અથવા હૉબી વધારાની કમાણીનો રસ્તો પણ બની શકે છે.
  • વાંચવા અથવા લખવા સંબંધિત હૉબી વ્યક્તિનું જ્ઞાન વધારે છે.
  • વૃક્ષારોપણ જેવો શોખ આપણી આસપાસના પર્યાવરણને શુદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે.
  • કસરત, જીમિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ જેવા શોખ આપણા સ્વાસ્થ્યને વધારે સારું બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ ભાવનાત્મક સ્વાસ્થ્યને બહેતર રાખવા માટે પ્રયાસો જરુરી છે, જાણો આ 9 ગુરુચાવીઓ

આ પણ વાંચોઃ કોવિડ-19થી પીડિત ગર્ભવતી મહિલાઓને પ્રીએક્લેમપ્સિયાનો વધુ ખતરો રહે છેઃ અભ્યાસ

ABOUT THE AUTHOR

...view details