ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

Hair fall Problems: વાળ ખરવાથી પરેશાન છો તો આ સાવધાની રાખો - Hair fall Reason in Young Age

પહેલા એવુ હતું કે, મોટી ઉંમરના લોકોમાં જ ઓછા વાળ અથવા ગંજેપનની સમસ્યા (Hair fall Problems) જોવા મળતી હતી, પરંતુ હાલ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે તો યંગ લોકોમાં પણ આ સમસ્યાથી (Hair fall Reason in Young Age) પીડાય રહ્યાં છે. વાળ ખરવાના આ કારણો (Hair fall Reason) જવાબદાર હોય શકે છે.

Hair fall Problems: વાળ ખરવાથી પરેશાન છો તો આ સાવધાની રાખો
Hair fall Problems: વાળ ખરવાથી પરેશાન છો તો આ સાવધાની રાખો

By

Published : Feb 24, 2022, 1:22 PM IST

ન્યૂઝ ડેસ્ક: વાળ ખરવાની સમસ્યા મહિલાઓ ઉપરાંત, પુરુષોને પણ ચિંતામાં નાંખી દે છે. આ પહેલા વાળ ખરવાની કે ટાલ પડવાની સમસ્યા (Hair fall Problems) આધેડ વયના પુરુષોમાં જોવા મળતી હતી, પરંતુ આજના યુગમાં નાના છોકરાઓ પણ વાળ ખરવાની મુશ્કેલીથી (Hair fall Reason in Young Age) પીડાતા હોય છે. જે ક્યારેક તેમનામાં ટાલ પડવાનું કારણ (Hair fall Reason) બની જાય છે. ખરેખર તો વાળ ખરવા અને ટાલ પડવી એ બન્ને જુદા પ્રકારની સમસ્યા છે. જોકે વાળ ખરી જાય તો તે ફરી ઉગી શકે છે.

દરરોજ 50 થી 100 વાળ ખરવા એ સામાન્ય સ્થિતિ

આ મામલે ત્વચારોગ વિજ્ઞાની ડૉ. નિશા આર્ય જણાવે છે કે, પુરુષો અથવા સ્ત્રીઓમાં દરરોજ 50 થી 100 વાળ ખરવા એ સામાન્ય સ્થિતિ છે. બીજી તરફ જો આ સમસ્યા ગંભીર બની જાય તો તેનાથી વાળ ખરવા કે ટાલ પડી શકે છે. ટાલ પડવી એ ચિંતાજનક સ્થિતિ છે કારણ કે એક વખત તૂટેલા વાળ ફરી ઉગતા નથી.

પુરુષોમાં વાળ ખરવા પાછળ ઘણા કારણો

ડૉક્ટર નિશા જણાવે છે કે, પુરુષોમાં વાળ ખરવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. આ માટે શરીરમાં પોષણનો અભાવ, વાળની ​​યોગ્ય સફાઈ અને કાળજીનો અભાવ, તણાવ, પ્રદૂષણ, હોર્મોનલ સમસ્યાઓ અને આનુવંશિકતા વગેરેને કારણભૂત ગણાવી શકાય. જેમાંથી કેટલાક નીચે દર્શાવામાં આવ્યાં છે.

1 સામાન્ય રીતે, રોજબરોજની ધમાલ વચ્ચે, જ્યારે લોકો જરૂરી માત્રામાં સારો પૌષ્ટિક ખોરાક લઈ શકતા નથી, ત્યારે તેમના શરીરમાં પોષણનો અભાવ જોવા મળે છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. વાળ ખરવા કે ટાલ પડવી એ પણ શરીરમાં પોષણના અભાવનું પરિણામ હોઈ શકે છે.

2 આ બદલાતા સમય અને જીવનશૈલી સાથે, લોકોમાં નોકરી, શિક્ષણ, જીવનધોરણ જાળવવા અને અન્ય ઘણી પરિસ્થિતિઓ સંબંધિત તણાવ વધવા લાગ્યા છે. જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. વાળ તૂટવા અને ખરવા પાછળ તણાવને મહત્વનું કારણ ગણવામાં આવે છે.

3 આજકાલ વાળને સ્ટાઈલિશ રાખવા માટે માર્કેટમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જેમાં કેમિકલનું પ્રમાણ ઘણું વધારે છે. આ ઉત્પાદનોનો નિયમિત ઉપયોગ અને વાળમાં વિવિધ પ્રકારની કેમિકલ ટ્રીટમેન્ટ કરવાથી પણ વાળ તૂટવાની સમસ્યા વધી શકે છે.

4 ઘણી વખત, કોઈ રોગ કે કોઇ સમસ્યાને કારણે અથવા તેમની દવાઓની આડઅસરને પગલે, વાળ ખરે છે. આ સિવાય ક્યારેક હોર્મોનલ અસંતુલન પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.

આ પણ વાંચો:Problem Of Heart Blockage: જાણો હાર્ટ બ્લોકેજ વિશે અને રાખો આ તકેદારી

ડૉ. નિશા જણાવે છે કે, આહાર અને વાળની ​​સંભાળને લગતી કેટલીક મહ્તવની બાબતોને ધ્યાનમાં રાખવાથી સ્ત્રી અને પુરૂષ બન્નેમાં વાળ ખરતા રોકી શકાય છે. તેમાંથી કેટલાક નીચે છે.

1 વાળ ખરતા અટકાવવા માટે વિટામિન અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે.

2 વાળના સ્વાસ્થ્યને જાળવવા માટે વિટામિન A, વિટામિન E અને વિટામિન B અત્યંત આવશ્યક છે. આમાંથી, વિટામિન A સ્કેલપ ઉપરની ચામડીમાં સીબુમ ઉત્પન્ન કરે છે.

3 વિટામિન E સ્કેલપની ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણને મજબૂત બનાવે છે.

4 વિટામિન B વાળના રંગને જાળવવામાં મદદ કરે છે. ઉપરાંત, તે આ વિટામિન વાળને મજબૂત બનાવે છે.

5 વાળને સ્વસ્થ રાખવા અને વાળ ખરતા અટકાવવા માટે માથામાં માલિશ કરવી ખૂબ જ મદદરૂપ નીવડે છે, કારણ કે તે માત્ર વાળના મૂળને પોષણ તેમજ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણને પણ વધારે છે.

6 વાળને મજબૂત રાખવા માટે જરૂરી છે કે, શરીરમાં પાણીની કમી ન આવે. વાળને રોગમુક્ત અને સુંદર રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આ સિવાય શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી સિવાય અન્ય પ્રવાહીનું પણ સેવન કરી શકાય છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

ડૉ.નિશા જણાવે છે કે, આ સિવાય પણ વાળની ​​તંદુરસ્તી જાળવવા માટે ઘણી નાની-નાની બાબતોનું ધ્યાન રાખી શકાય છે, જેમ કે ભીના વાળમાં કાંસકો ન લગાવવો, વધુ કેમિકલયુક્ત વસ્તુઓ ટાળવી, માથાની ચામડીની નિયમિત સફાઈ રાખો.આલ્કોહોલથી દૂર રહેવું અને દવાઓ, હેર ડ્રાયરને બદલે વાળને કુદરતી રીતે સુકાવા દો અને તણાવ વગેરેથી દૂર રહો. આ સિવાય જો વાળ ખરવાની સમસ્યા વધુ વધવા લાગે અથવા વાળમાં ડેન્ડ્રફ કે અન્ય પ્રકારની સમસ્યા હોય તો ચોક્કસથી ડોક્ટરની સલાહ લો અને સારવાર લો.

આ પણ વાંચો:Heart Atteck Problem: યૂવા વર્ગમાં હાર્ટ એટેકનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, જાણો તેનુ કારણ

ABOUT THE AUTHOR

...view details