ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

વધતી એલર્જીનું કારણ તણાવ હોઈ શકે - hormone

એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે કે કોર્ટિકોટ્રોપિન-રિલીજિંગ (CRH) તણાવ હાર્મોનના કારણે વધુ એલર્જી થાય છે. તેનો મતલબ છે કે તણાવનો સીધો સંબંધ એલર્જી સાથે હોય શકે છે. હાર્મોન મુખ્ય તત્વ છે, જે તણાવ માટે શરીરની પ્રતિક્રિયાનું સંચાલન કરે છે. આ તે બીમારીઓમાં હોય છે જે સોજાનું કારણ બને છે.

વધતી એલર્જીનું કારણ તણાવ હોઈ શકે
વધતી એલર્જીનું કારણ તણાવ હોઈ શકે

By

Published : Mar 29, 2021, 4:03 PM IST

  • કોર્ટિકોટ્રોપિન-રિલીજિંગ (CRH) તણાવ હાર્મોનના કારણે વધુ એલર્જી થાય છે
  • તણાવનો સીધો સંબંધ એલર્જી સાથે હોય શકે
  • માનસિક તણાવમા કારણે એલર્જીના લક્ષણો ગંભીર થયા

ન્યૂઝ ડેસ્કઃ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મોલિક્યૂલર સાઈન્સેજમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસના નિષ્કર્ષથી તે તંત્રની ખબર પડી છે, જેના દ્વારા કોર્ટિકોટ્રોપિન-રિલીજિંગ (CRH) મસ્તૂલ કોશિકાઓ (MC)ના પ્રસારને પ્રેરિત કરે છે, આ માનવ નાકની નળીમાં એલર્જીના વિકાસ માટે જવાબદાર એજન્ટ છે.

આ પણ વાંચોઃ કોરોના સંકટના તણાવનો સામનો

જાપાનના ઓસાકા સિટી વિશ્વવિદ્યાલયના પ્રમુખ સંશોધક મીકા યામાનાકા-તાકાઇચી

જાપાનના ઓસાકા સિટી વિશ્વવિદ્યાલયના પ્રમુખ સંશોધક મીકા યામાનાકા-તાકાઇચીના જણાવ્યું હતુ કે તેમના દૈનિક અભ્યાસમાં તેઓ એલર્જીની સાથે ઘણાં દર્દીઓની મુલાકાત કરી છે, જેમણે જણાવ્યું હતુ કે માનસિક તણાવમા કારણે એલર્જીના લક્ષણો ગંભીર થઈ ગયા છે. સંશોધકોએ પરિકલ્પના કરી હતી કે CRH(કોર્ટિકોટ્રોપિન-રિલીજિંગ) તણાવથી થતી એલર્જીને પ્રોત્સાહન આપે છે, તેની ભૂમિકા માનવ ત્વચામાં કોષોનું પતન થાય છે. માનવીની ત્વચામાં MC(મસ્તૂલ કોશિકાઓ)ના અધોગતિને પ્રેરિત કરવામાં તેની ભૂમિકાનું કારણ CRH અનુનાસિક એલર્જનમાં પણ શામેલ હોઈ શકે છે જે તણાવને ઉત્તેજીત કરે છે.

નાક પોલીપ ઓર્ગન કલ્ચરમાં CRHને મુકવામાં આવ્યું

જ્યારે ટીમે નાક પોલીપ ઓર્ગન કલ્ચરમાં CRHને મુકવામાં આવ્યું તો માનવ અનુનાસિક શ્વૈષ્મકળામાં (નાકની આંતરિક ત્વચા)માં તેઓએ માસ્ટ કોશિકાઓની સંખ્યામાં મોટો વધારો જોયો.

જે MC વિકૃતિ અને પ્રસાર બંન્નેમાં ઉત્તેજના હતી, સ્ટેમ સેલ ફૈક્ટર (SCF)માં વૃદ્ધી, જે મસ્તૂલ કોશિકાઓંનો વિકાસનું કારણ છે. યમનકા-તાકાઇચીએ જણાવ્યું હતુ કે, 'સંભવિત રોગનિવારક એંગલ્સની શોધમાં, CRHR 1 જીન નોકડાઉન, CRHR 1 અવરોધકો અથવા SCFને નિષ્ક્રિય કરનારા એન્ટિબોડી દ્વારા અવરોધિત મસ્તૂલ કોશિકાઓ પર CRHની અસર જોઈ'.

આ પણ વાંચોઃ માનસિક બિમારીથી પીડાતા લોકોની સંખ્યા 2020માં વધીને બમણી થઇ

દર્દીઓમાં એન્ટાલર્મિન જેવા રોગનિવારક ક્ષમતાને શોધી

ટીમે મસ્તૂલ કોશિકાઓની સંખ્યામાં વૃદ્ધી અને સંયમ તણાવના માઉસ મોડલના અનુનાસિક શ્વૈષ્મકળામાં (નાકની આંતરિક ત્વચા) ઘટાડો જોયો હતો, જેને CRHR 1 અવરોધક, એન્ટાલર્મિન દ્વારા અટકાવવામાં આવ્યું હતું. યામાનાકા તકાઇચીએ જણાવ્યું હતુ કે તેમની એલર્જી પરની અસરને સમજવા ઉપરાંત દર્દીઓમાં એન્ટાલર્મિન જેવા રોગનિવારક ક્ષમતાને શોધી છે.

ABOUT THE AUTHOR

...view details