- કિશોરીઓને માસિક સ્ત્રાવની શરુઆતમાં ધ્યાન આપો
- કેટલીક સમસ્યાઓનો સામનો કરવાની સ્થિતિમાં રાહત મળી શકે
- આહાર પર ધ્યાન આપવાથી સમસ્યાઓ નિયંત્રિત થઈ શકે છે
સામાન્ય રીતે માસિક સ્રાવની ( Menstruation ) શરૂઆતમાં બાળકીઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે વધુ પડતો રક્તસ્રાવ, ઉલટી અને ચક્કર, પેટ અથવા માથામાં તીવ્ર દુખાવો વગેરે. આ સમય દરમિયાન મોટાભાગની છોકરીઓને માસિક સ્રાવ વિશે ભય અને ચિંતા જેવી માનસિક અવસ્થાઓ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તેમના આહાર પર થોડું ધ્યાન આપવામાં આવે તો સમસ્યાઓ અમુક હદ સુધી ઓછી થઈ શકે છે. ETV Bharat Sukhibhav એ દિલ્હી સ્થિત પોષણ વિશેષજ્ઞ દિવ્યા કાલેસકર સાથે વધુ જાણવા માટે વાત કરી કે માસિક સ્રાવ શરૂ થાય ત્યારે બાળકીઓનું ભોજન કેવું હોવું જોઇએ.
ખોરાક સુપાચ્ય અને પૌષ્ટિક હોવો જોઈએ
દિવ્યા કાલેસકર કહે છે કે આયુર્વેદમાં આહાર સામાન્ય રીતે રાજાસિક, સાત્વિક અને તામસિક આહારમાં એમ ત્રણ પ્રકારોમાં વહેંચાયેલો છે. જ્યારે છોકરીઓનો માસિક સ્રાવ ( Menstruation ) શરૂ થાય ત્યારે તેમના શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે. તેમના શરીરની વિવિધ સિસ્ટમો પર પણ અસર થાય છે. આવી સ્થિતિમાં, જો તેમને હળવો સાત્વિક આહાર આપવામાં આવે તો માત્ર તેમનું પાચન જ નહીં, તેમનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક આરોગ્ય પણ સારું રહે છે.
શું ખાવું
બાળકીને કોઈપણ ઉમરમાં વધુ પોષક જરૂરિયાતો હોય છે. છોકરીઓના શરીરમાં વધુ શારીરિક પરિવર્તન થતું હોય છે તેથી તેમના ખોરાકમાં પ્રોટીન, આયર્ન, વિટામિન્સ અને ખનીજ જેવા પોષક તત્વોની માત્રા પણ પ્રમાણમાં વધારે હોવી જોઈએ. જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ અને આખા અનાજ. તેમાં માત્ર ઘણા પ્રકારના વિટામિન અને ખનિજો જ નહીં, પરંતુ તેમાં ફોલિક એસિડ પણ હોય છે, જે માસિક સ્રાવ ( Menstruation ) દરમિયાન છોકરીઓ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. સામાન્ય રીતે, છોકરીઓ અને સ્ત્રીઓમાં આયર્નની કમી હોય છે, તેથી તેમનો આહાર આયર્નથી ભરપુર હોવો જોઈએ. શરીરમાં આયર્ન સપ્લાય કરવા માટે દાડમનો રસ, ગાજર અને બીટ પણ આપી શકાય છે. દિવ્યા જણાવે છે કે જો બાળકીનું શરીર સ્વસ્થ છે, તો માસિક સ્રાવની શરૂઆત દરમિયાન તેને ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઉપરાંત માસિક સ્રાવ દરમિયાન રક્તસ્રાવ નિયંત્રિત રહેશે અને અન્ય સમસ્યાઓ પણ ટળશે.
શું ન ખાવું
દિવ્ય કાલેસકર કહે છે કે કેટલાક કઠોળ અથવા તો સામાન્ય ખોરાક પણ અમુક સંજોગોમાં શરીરમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. માસિક સ્રાવ દરમિયાન પાચનતંત્ર પણ ખૂબ ધીમું થઈ જાય છે. તેથી માત્ર માસિક સ્રાવના ( Menstruation ) પ્રથમ સમયગાળામાં જ નહીં, પણ સામાન્ય રીતે તેઓએ આવા ખોરાક, ખાસ કરીને કઠોળ અને એવા અનાજ આપવાનું ટાળવું જોઈએ, જે અપચો અથવા પાચનમાં સમસ્યા પેદા કરે છે. જેમ કે અડદ દાળ, ચણા, રાજમા, બરછટ અનાજ વગેરે. આ સિવાય તળેલા અને વધુ મસાલાવાળા ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ એટલે કે તૈયાર ખોરાક, ચીપ્સ, ફાસ્ટ ફૂડ અને ચા અને કોફી જેવા કેફિનેટેડ પીણાંનો વપરાશ ટાળવો જોઈએ. આ પદાર્થોના સેવનથી પાચનમાં અસર થાય છે, જે માસિક સ્રાવ દરમિયાન દુખાવો વધારી શકે છે અને છોકરીઓને સારી ઊંઘ લેવામાં પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ પણ વાંચોઃ ચાતુર્માસમાં ખાદ્યપદાર્થો પર Restiction મૂકવું જરૂરી છે
આ પણ વાંચોઃ બાળકોની બૌદ્ધિક ક્ષમતાઓ કઈ રીતે વધારી શકાય? જુઓ