- એરોબિક્સ કરીને મેળવો સ્વાસ્થ્યલાભ
- સંગીતની ગમતી ધૂન સાથે કરવામાં આવે છે કસરતો
- ETV Bharat Sukhibhav નિષ્ણાત પાસેથી જાણો તેના ફાયદા
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એરોબિક્સ ( Aerobics ) મહિલાઓમાં વધુ પ્રચલિત છે. પરંતુ તે પુરુષો માટે પણ ખૂબ ફાયદાકારક છે. મૈસૂર સ્થિત યોગ અને એરોબિક્સ પ્રશિક્ષક મીનુ વર્મા કહે છે કે પુરુષો હોય કે મહિલાઓ સંગીતની ધૂન પર નૃત્ય કરવાની શૈલીમાં આ કસરત હસતાંહસતાં વ્યાયામ કરવાની તક આપે છે જ્યારે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. મીનુ કહે છે કે પહેલાંની સરખામણીમાં હવે પુરુષોમાં એરોબિક્સની પ્રેક્ટિસ નોંધપાત્ર રીતે વધી છે.
ઍરોબિક્સના પ્રકાર
મીનુ વર્મા જણાવેે છે કે એરોબિક્સમાં ( Aerobics ) વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે. જેનાથી શરીરના વિવિધ ભાગોને ફાયદો થાય છે. આ પ્રવૃત્તિઓ કે પ્રકારો નીચે મુજબ છે.
1-પરંપરાગત એરોબિક્સ:
આ પ્રકારમાં સંગીત પર હાથ અને પગની નિશ્ચિત હિલચાલ હોય છે. હાઇ ટેમ્પો મ્યુઝિક પર, હાથ અને પગને આગળથી પાછળ અને પાછળની બાજુએ ઝડપી ગતિએ ખસેડીને કસરત કરવામાં આવે છે. આ બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.હાઈ ઇમ્પેક્ટ મૂવ્ઝ અને લૉ ઇમ્પેક્ટ મૂવ્ઝ. આમાં, હાઈ ઈમ્પેક્ટ મૂવમાં હાઈ સ્પીડમાં કસરત દરમિયાન, બંને પગ વારાફરતી જમીન સાથેનો સંપર્ક છોડી દે છે (કૂદવા જેવી સ્થિતિ), જ્યારે લો ઈમ્પેક્ટ મૂવમાં એક પગ જમીન સાથે સંપર્કમાં રહે છે.
2-નૃત્ય એરોબિક્સ
આ પ્રકારના એરોબિક્સમાં વિવિધ પ્રકારની નૃત્ય શૈલીઓ અનુસરવામાં આવે છે, જેમ કે સાલસા, જાઝ, હિપ હોપ અને ઝુમ્બા વગેરે. કેલરી બર્ન કરવા માટે ડાન્સ એરોબિક્સ આદર્શ માનવામાં આવે છે.
3-સ્ટેપ એરોબિક્સ:
સ્ટેપ એરોબિક્સ એ કાર્ડિયો એક્સરસાઇઝમાંની એક છે. આ કસરત પગ, હિપ્સ અને કમરની આસપાસની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
4-કાર્ડિયો કિક બોક્સિંગ:
આમાં પરંપરાગત એરોબિક્સ સાથે બોક્સિંગ, કિક બોક્સિંગ, માર્શલ આર્ટ જેવી હાઈ ઈન્ટેન્સિટી કાર્ડિયો એક્સરસાઇઝ પણ કરવામાં આવે છે. આમાં કેલરી બર્ન થવા સાથે શરીરમાં ખાસ કરીને શરીરના ઉપરના ભાગની સ્નાયુઓમાં રક્ત પરિભ્રમણ વધુ સારું બને છે.
5-એક્વા એરોબિક્સ:
આ પ્રકારની કસરત ખાસ કરીને ખેલાડીઓના પ્રેક્ટિસ રૂટીનમાં સામેલ હોય છે. ખાસ કરીને જે લોકો તરવાનું પસંદ કરે છે તેમના માટે એક્વા એરોબિક્સ શ્રેષ્ઠ વિકલ્પ છે.