નવી દિલ્હી:આજની ભાગદોડ વાળી અને તણાવપૂર્ણ જીંદગીમાં આપણા હૃદયને સ્વસ્થ રાખવું જરૂરી છે. આજના યુગમાં સ્વસ્થ જીવનશૈલી અને લાંબા આયુષ્યની સાથે સુખી જીવન માટે તમારા હૃદયને સ્વસ્થ રાખવું મહત્વપૂર્ણ છે. એવા ઘણા પરિબળો છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે, જેમાં યોગ્ય ચોખ્ખા તેલની સાથે સાથે યોગ્ય માત્રામાં મીઠું લેવું અને નિયમિત કસરત કરવી એ તંદુરસ્ત હૃદય જાળવવામાં મહત્વપૂર્ણ છે.
વર્ષો જૂની પરંપરા:એસ.એલ. રહેજા હોસ્પિટલના કન્સલ્ટન્ટ-ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. હરેશ જી મહેતાએ IANS ને કહ્યું: "જ્યારે તેલની વાત આવે છે, ત્યારે ઘણા લોકો રિફાઇન્ડ તેલના ફાયદાઓ ગણાવે છે. જો કે, સંશોધન સૂચવે છે કે, ઘી અથવા માખણનો ઉપયોગ કરવાની વર્ષો જૂની પરંપરા છે. તે મહત્વપૂર્ણ પોષક તત્વો પ્રદાન કરી શકે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારુ છે."
શુ ખાવું અને શું ન ખાવું:હદયને સ્વસ્થ રાખવા માટે લોકોને હદયને અનુકૂળ ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, હેલ્ધી પ્રોટીન અને ચરબી જેવી કે બાજરી, ઓટ્સ, બ્રાઉન રાઈસ, કઠોળ, ઈંડા, ચિકન, માછલીનો સમાવેશ થાય છે. જો કે, સ્વસ્થ હૃદય માટે, તળેલા ખોરાક, સાદી ખાંડ અને ઉચ્ચ કેલરીવાળા પીણાઓનું સેવન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે.
કયા મીઠાનું સેવન કરવું: કયા પ્રકારનું મીઠું વાપરવું તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.મહેતાએ જણાવ્યું હતું કે, "જ્યારે ઘણા લોકો ઓછા-સોડિયમવાળુ મીઠું પસંદ કરે છે. હાલના અભ્સાસમાં જાણવા મળ્યુું છે કે, આયોડીનયુક્ત અથવા દરિયાઈ મીઠાનું મધ્યમ સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા જરૂરી મિનરલ્સ પુરા કરી શકે છે.