હૈદરાબાદ : વર્તમાન સ્થિતિમાં, જ્યારે બાળકોને મોટાભાગનું શાળાકીય શિક્ષણ ઓનલાઇન પદ્ધતિથી આપવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે આંખોની યોગ્ય કાળજી લઇએ, તે અત્યંત જરૂરી બની ગયું છે. આંખોની સમસ્યાનું ઝડપથી અને સમયસર નિરાકરણ કરવામાં આવે, તો દ્રષ્ટિને લગતી સમસ્યાથી બચી શકાય છે. આ વિષય અંગે ઇટીવી ભારતના ડો. મંજુ ભાતે સાથેના સંવાદના અંશો અહીં પ્રસ્તુત છે
બાળકોમાં જોવા મળતી આંખોની સામાન્ય સમસ્યાઓ કઇ-કઇ છે?
બાળકોમાં પ્રત્યાવર્તન (રિફ્રેક્ટિવ)ની ખામી સામાન્ય છે (હાઇપરોપિયા કરતાં માયોપિયા અથવા એસ્ટિગ્મેટિઝમ વધુ સામાન્ય છે). આ ઉપરાંત આંખો આવવી (એલર્જિક કન્જંક્ટિવાઇટિસ) પણ સામાન્ય છે અને અમુક સિઝનમાં તેનું પ્રમાણ વધી જાય છે.
બાળકોની આંખોની તપાસ ક્યારે કરાવવી જોઇએ?
સામાન્યપણે બાળકો પ્રિસ્કૂલ અથવા કિન્ડરગાર્ટન (કેજી)માં હોય ત્યારે, અર્થાત્ 3-4 વર્ષનાં થાય, ત્યારે દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓની પ્રારંભિક જાણ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત, જો માતા-પિતા કે પિડીયાટ્રિશ્યનને બાળકની આંખોમાં કોઇ તકલીફ જણાય, તો તેમણે તાત્કાલિક ધોરણે પિડીયાટ્રિક ઓપ્થેમોલોજિસ્ટની સલાહ લેવી જોઇએ.
આપણે આપણી આંખોનું ધ્યાન કેવી રીતે રાખવું જોઇએ?
લેખન / વાચનનું કાર્ય પૂરતો પ્રકાશ ધરાવતા રૂમમાં કરવું જોઇએ, ટીવી મર્યાદિત સમય જોવું જોઇએ અને ટીનએજનાં વર્ષો દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવો નહીં અને ત્યાર બાદ પણ અત્યંત મર્યાદિત પ્રમાણમાં મોબાઇલનો ઉપયોગ કરવો જોઇએ.
બાળકોમાં આંખની સમસ્યા દર્શાવતા સંકેતો કયા છે?
બાળકોમાં વિવિધ પ્રકારની આંખની સમસ્યાઓ હોઇ શકે છે, જેમાં ઇન્ફેક્શન અથવા તો કન્જંક્ટિવાઇટીસ (આંખો આવવી)ની સમસ્યા સહેલાઇથી જણાઇ આવે છે. પરંતુ, જ્યાં સુધી બાળક ન જણાવે અથવા તો શિક્ષકનું ધ્યાન ન જાય, ત્યાં સુધી દ્રષ્ટિની સમસ્યા વિશે જાણ થવી મુશ્કેલ છે. ઘણી વખત બાળકો ચીજવસ્તુ કે પુસ્તકોને આંખની ખૂબ નજીક રાખે છે, વારંવાર આંખ મસળે છે, ટીવી જોતી વખતે આંખોના ખૂણેથી જુએ છે (અથવા માથું ફેરવીને ટીવી જુએ છે).
આંખની સમસ્યાની વહેલી તકે જાણ થાય, તે માટે માતાપિતા /શિક્ષકોની ભૂમિકા