- બ્રિટિશ જર્નલ ઓફ ઓપ્થાલ્મોલોજી પ્રકાશિત અહેવાલ
- કોર્નિયલ ચેતાતંતુઓનો અભાવ અને લોંગ કોવિડના લક્ષણની તપાસ
- 40 લોકોના કોર્નિયાને સ્કેન કરવા માટે CCM નો ઉપયોગ કરાયો
તાજેતરમાં બ્રિટિશ જર્નલ ઓફ ઓપ્થાલ્મોલોજીમાં ( British Journal of Ophthalmology ) પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ કોર્નિયલ ચેતાતંતુઓનો અભાવ અને આંખના કોર્નિયાની સપાટી પર મુખ્ય રોગપ્રતિકારક કોશિકાઓ (ડેંડ્રાઇટિક) વૃદ્ધિની તપાસ કરવાથી 'લોંગ કોવિડ' ( Long Covid ) ધરાવતા દર્દીઓને ઓળખી શકાય છે.
કઇ રીતે કામ કરે છે CCM
નોંધપાત્ર છે કે કોર્નિયા એ આંખનો પારદર્શક ભાગ છે જે આંખની કીકી અને આંખના પ્રવાહીથી ભરેલા આંતરિક ભાગને આવરી લે છે. આ આંખનો પારદર્શક ભાગ છે જેના પર બહારનો પ્રકાશ પ્રતિબિંબિત થાય છે અને પરાવર્તન થાય છે. તે આંખનો લગભગ બે તૃતીયાંશ ભાગ છે, જેમાં બાહ્ય આંખના રંગીન ભાગ, પૂતળી અને લેન્સના પ્રકાશ પ્રસારિત કરતા ભાગનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે, કોવિડ -19 સંક્રમણથી સંક્રમિત દસમાંથી એક વ્યક્તિ લાંબા સમય સુધી લોંગ કોવિડના લક્ષણો અને અસરો દેખા દે છે. કોવિડ -19 સંક્રમણ પર હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં નેક્મેટિન એર્બાકન યુનિવર્સિટી, મેરેમ મેડિકલ ફેકલ્ટી હોસ્પિટલ કોન્યા, તૂર્કીના સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે લોંગ કોવિડના ( Long Covid ) તબક્કામાં લક્ષણો સામાન્ય રીતે ન્યુરોલોજીકલ કેટેગરીમાં આવે છે, જેમ કે સ્વાદ અને ગંધ ગુમાવવી, માથાનો દુખાવો, ચક્કર, નિષ્ક્રિયતા અને ન્યુરોપેથિક પીડા.
કોર્નિયલ ચેતામાં ફાઇબરની ઊણપ વિશે તપાસ
બ્રિટિશ જર્નલ ઓફ ઓપ્થાલ્મોલોજીમાં ( British Journal of Ophthalmology ) પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બિનઆક્રમક અને ઉચ્ચ રિઝોલ્યુશન ઇમેજિંગ લેસર ટેકનિક કોર્નિયલ કોન્ફોકલ માઇક્રોસ્કોપી (CCM) ની મદદથી કોર્નિયલ ચેતામાં ફાઇબરની ઊણપ વિશે જાણીને લોંગ કોવિડને ( Long Covid ) શોધી શકાય છે. હકીકતમાં સીસીએમનો ઉપયોગ ડાયાબિટીક ન્યૂરોપથી, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને ફાઈબ્રોમીઆલ્ગીઆ (આખા શરીરના દુખાવા) ને કારણે ચેતા નુકસાન અને બળતરાના ફેરફારોને ઓળખવા માટે થાય છે.
રીકવરીના 4 સપ્તાહ બાદ કોર્નિયલ તપાસ
સંશોધનમાં હોસ્પિટલના નેત્રવિજ્ઞાન વિભાગના ગેલફિડન બિટરગેને જણાવ્યું હતું કે લોંગ કોવિડના તબક્કામાં દર્દીઓ નાની ચેતામાં તંતુઓ ગુમાવવાનું શરૂ કરે છે. જે માત્ર લોંગ કોવિડના ( Long Covid ) ન્યૂરોપેથિક લક્ષણો સાથે જ નહીં, પણ મસ્ક્યુલોસ્કેલેટલ લક્ષણોની તીવ્રતા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. આ સંશોધનમાં કોવિડ -19 માંથી એકથી છ મહિના સુધીમાં સાજા થયેલા 40 લોકોના કોર્નિયાને સ્કેન કરવા માટે CCM નો ઉપયોગ કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે ન્યૂરોલોજીકલ લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ -19 સંક્રમણના તીવ્ર તબક્કામાંથી રીકવરીના લગભગ ચાર અઠવાડિયા પછી કોર્નિયલ ચેતાના તંતુઓ તેમજ ડેંડ્રાઇટિક કોષોની વધુ સંખ્યાને વધુ નુકસાન થયું હતું. સાથે જ તેમાં ડેંડ્રાઇટિક કોષોની સંખ્યા વધુ હતી.