કમ્પાલા:ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડા શહેરમાં ફરી એકવખત ઈબોલા વાયરસે ઉપાડો (Ebola virus outbreak in Uganda ) લીધો છે. હાલમાં પ્રાથમિક તબક્કામાં હોવાનું જાણવા મળે છે. કોરોનાવાયરસ બાદ આને બીજી મોટી બીમારી માનવામાં આવે છે. ખાસ કરીને યુગાન્ડા સરકારના આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડાં (ebola virus cases) અનુસાર
તારીખ 20 સપ્ટેમ્બરે દેશમાં વાયરસના પીડિતોની સંખ્યા પહેલીવાર વધીને 17 થઈ ગઈ (uganda ebola virus cases) હતી.ઇબોલા વાયરસ કેસ: ઇમેન્યુઅલ એન્બુએનાએ જણાવ્યું હતું કે, 9 ઓક્ટોબર સુધીમાં છેલ્લા 48 કલાકમાં ચાર નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા પછી પુષ્ટિ થયેલા કેસોની સંચિત સંખ્યા 48 હતી. 48 પુષ્ટિ થયેલા કેસોમાંથી નવ આરોગ્ય કર્મચારીઓ છે. અગાઉ સોમવારે અનેબ્યુનાએ પુષ્ટિ કરી હતી કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO NEWS) ના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ઈબોલા પ્રતિભાવ માટે સમર્થનની ચર્ચા કરવા માટે દેશમાં હતી.