શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે લોકોને સૂકી આંખોની સમસ્યા (Dry eyes causes ) થાય છે. જેનાથી ક્યારેક આંખોમાં ખંજવાળ અને અસ્વસ્થતા વધી જાય છે. નિષ્ણાતો કહે છે કે શિયાળામાં વાતાવરણમાં ભેજનો અભાવ (Dry eyes symptoms and treatment) હોય છે અને તેની અસર ત્વચાની સાથે આંખો પર પણ પડે છે. જેના કારણે આંખોમાં ભેજ ઓછો થઈ શકે છે. આ સિવાય પણ કેટલીક અન્ય વસ્તુઓ (How to Prevent Dry eyes in winter) છે જેના કારણે શિયાળાની ઋતુમાં આંખો સુકાઈ જાય છે.
હેલ્થ ડેમાં પ્રકાશિત થઇ માહિતી
માત્ર શુષ્ક હવા જ નહીં, હીટર પણ તેના માટે જવાબદાર છે. થોડા સમય પહેલા હેલ્થ ડેમાં પ્રકાશિત થયેલા પત્રમાં શિયાળામાં આંખોની સમસ્યાના (Dry eyes causes ) કારણો વિશે વિસ્તૃત માહિતી (Dry eyes symptoms and treatment) આપવામાં આવી હતી. આ સંશોધન પેપરમાં બર્મિંગહામ ખાતે યુનિવર્સિટી ઓફ અલબામાના નેત્રવિજ્ઞાન વિભાગના પ્રશિક્ષક મારીસા લોકીએ જણાવ્યું હતું કે માત્ર ઠંડીની ઋતુમાં ભેજમાં ઘટાડો થવાને કારણે જ નહીં, પરંતુ ઠંડીથી છૂટકારો મેળવવા માટે ઉપયોગમાં લેવાતા હીટરના ઉપયોગને કારણે (How to Prevent Dry eyes in winter) પણ સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.
હીટરની આસપાસ કેટલો સમય વીતાવવો?
પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે મોટાભાગના લોકો ઠંડીથી બચવા માટે પોતાના ઘર કે ઓફિસમાં હીટર ચલાવે છે. પહેલેથી જ શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે, તેમાં લાંબા સમય સુધી હીટર ચલાવવાથી તે વધુ (Dry eyes causes ) ઘટે છે. આવી સ્થિતિમાં જે લોકો હીટરની આસપાસ વધુ સમય વિતાવે છે તેમની આંખોમાં ભેજ વધુ ઓછો (How to Prevent Dry eyes in winter) થાય છે.
સાવચેત રહો
સેફ આઈ સેન્ટર દિલ્હીના ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉ. આયેશા પુરી કહે છે કે હાલમાં દરેક ઉંમરમાં આંખો સુકાઈ જવાના કિસ્સાઓ (Dry eyes causes ) સામે આવી રહ્યા છે. જેનાં મુખ્ય કારણો કામ કે અભ્યાસને કારણે લેપટોપ કે મોબાઈલની સામે વધુ સમય રહેવું, પ્રદૂષણ અને હવામાન છે. જો કે આ સમસ્યા માટે અન્ય ઘણા કારણો જવાબદાર (Dry eyes symptoms and treatment) માનવામાં આવે છે, પરંતુ શિયાળાની ઋતુમાં હંમેશા આ સમસ્યાથી પીડિત લોકોની સંખ્યા વધી જાય છે. જેમાં પ્રદૂષણવાળા વિસ્તારોમાં (How to Prevent Dry eyes in winter) રહેતા લોકોને પ્રમાણમાં વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે.