ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

Research on Household work and memory : ઘરના કામો જાતે કરો છો? યાદશક્તિ સતેજ થાય છે - ઘરના કામ અને યાદશક્તિ વિશે સંશોધન

ઘરની સફાઈ, રસોઈ વગેરે જેવા રોજિંદા કાર્યો (Household chores) કરનારાઓની શારીરિક ક્ષમતા હંમેશા અન્ય કરતા વધુ સારી માનવામાં આવે છે. પરંતુ તાજેતરના એક સંશોધનમાં (જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતપણે આ પ્રવૃત્તિઓ અને અન્ય ઘરેલું કાર્યો કરે છે, ખાસ કરીને મોટી ઉંમરના લોકોની યાદશક્તિ (Research on Household work and memory ) ઘણી સારી હોય છે.

Research on Household work and memory : ઘરના કામો જાતે કરો છો?  યાદશક્તિ સતેજ થાય છે
Research on Household work and memory : ઘરના કામો જાતે કરો છો? યાદશક્તિ સતેજ થાય છે

By

Published : Dec 2, 2021, 3:39 PM IST

Updated : Jan 18, 2023, 12:25 PM IST

  • Household work and memory વિશે મહત્ત્વનો અભ્યાસ
  • ઘરમાં હળવા અને ભારે શ્રમની શ્રેણીના કાર્યોનો અભ્યાસ
  • ઘરકામ કરતાં લોકોનીયાદશક્તિસારી હોવાનું તારણ મળ્યું
  • Household work speeds up memory: "BMJ ઓપન

સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે ઘરની બહાર કામ કરવું એ એક મોટી ઉપલબ્ધિ છે, પરંતુ લોકો ઘરના કામકાજને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી જુએ છે. ચોક્કસપણે બહાર કામ કરવા જવું કે નોકરી કરવી એ મોટી વાત છે અને એ જીવનની જરૂરિયાત પણ છે. પરંતુ ઘરકામ કરવું (Household chores) આપણા જીવનની એક મોટી જરૂરિયાત છે. તેના કારણે આપણું જીવન સરળતાથી ચાલે છે કારણ કે ખોરાક અને જીવન અને જીવન જીવવામાં સ્વચ્છતા એ આપણા સ્વસ્થ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે.

શારિરીક સક્ષમતા સાથે સીધો સંબંધ

એ વાત તો બધાં જ જાણે છે અને માને છે કે જે લોકો ઘરનું તમામ કામ (Household chores) નિયમિતપણે કરે છે તેઓ શારીરિક રીતે વધુ સક્ષમ હોય છે. પરંતુ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ઘરકામ કરવાથી લોકોની યાદશક્તિ પણ તેજ (Research on Household work and memory) થાય છે અને તેમનું ધ્યાન પણ વધે છે. ઓપન એક્સેસ જનરલ "BMJ ઓપન" માં (Open Access General "BMJ Open") પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકો ઘરના તમામ કામો કરે છે તેમની યાદશક્તિ વધુ તીવ્ર (Research on Household work and memory) હોય છે અને એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો થાય જ છે સાથે પગ પણ મજબૂત હોય છે. આથી પડી જવાની સમસ્યા અને તે કારણોસર થતી ઇજાઓ સામે વધુ રક્ષણ મેળવે છે.

આ રીસર્ચનો હેતુ શું હતો?

નોંધનીય છે કે આ અભ્યાસમાં માત્ર ઘરે જ કરવામાં આવતા કામનો સમાવેશ (Household chores) કરવામાં આવ્યો હતો. એટલે કે કામ પર મનોરંજક અને શારીરિક પ્રવૃત્તિઓ આ અભ્યાસમાં સમાવિષ્ટ કરવામાં આવી ન હતી. સંશોધકોએ રીસર્ચમાં જણાવ્યું છે કે રીસર્ચનો હેતુ એ જાણવાનો હતો કે શું વ્યક્તિ ઘરના કામકાજ કરીને પોતાનું જીવન સ્વસ્થ રીતે જીવી શકે છે?

આધેડ વયના લોકો માટે હોમવર્ક વધુ ફાયદાકારક છે

સંશોધકોએ સંશોધનના તારણોમાં જણાવ્યું છે કે દરરોજ ઘરનું કામ કરવું (Household chores) એ દરેક ઉંમરના લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ખાસ કરીને આધેડ વયના લોકોમાં ઘરના કામ કરવાની ટેવ તેમને શારીરિક રીતે વધુ સક્રિય બનાવે છે અને તેમની કામ કરવાની ઝડપ (Research on Household work and memory) પણ વધે છે. આ સિવાય આ આદત તેમની અન્યો પર નિર્ભરતા અને મૃત્યુનું જોખમ પણ ઘટાડે છે.

489 લોકો પર સંશોધન કરવામાં આવ્યું

આ સંશોધનમાં 21 થી 90 વર્ષની વયના 489 લોકોને સામેલ કરવામાં આવ્યાં હતાં જેઓ રોજિંદા ઘરના કાર્યો કરવા સક્ષમ હતાં. સિંગાપોરમાં હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં સહભાગીઓને બે વય જૂથોમાં વહેંચવામાં આવ્યાં હતાં. જેમાં પ્રથમ કેટેગરીમાં 21થી 64 વર્ષના લોકો અને બીજી કેટેગરીમાં 65થી 90 વર્ષના લોકો હતાં. (Research on Household work and memory) સંશોધનમાં ભાગ લેનારાઓની શારીરિક ક્ષમતાનું અલગ અલગ રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેના માટે તેમની પાસેથી તેમના ઘરના કામ કરવાની ઝડપ અને આવર્તન તેમજ તેઓ શું કરવા સક્ષમ છે કે કરવા સક્ષમ છે તેની માહિતી મેળવવામાં આવી હતી. સંશોધનમાં હોમવર્કને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, એક, ઘરનું હળવુંં કામ અને બે, ભારે કામ. હળવા કાર્યોની શ્રેણીમાં સહભાગીઓની શારીરિક ક્ષમતાને કપડાં ધોવા, પથારી પાથરવા, કપડાં સૂકવવા, કપડાંને ઇસ્ત્રી કરવા, સફાઈ અને રસોઈ જેવા કાર્યોમાં માપવામાં આવી હતી.

આટલા કામોને ભારે કામ ગણાવાયા

બીજી બાજુ ભારે કાર્યોમાં બારીઓ સાફ કરવી, ઘરને વેક્યૂમ કરવું, ફ્લોર ધોવા અને ઘરની સજાવટ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ કાર્યો કરતી વખતે સહભાગીઓની ક્રિયાની ગતિ તેમના કાર્યના "મેટાબોલિક ઇક્વિવેલેન્ટ ઓફ ટાસ્ક" (MET) ના આધારે માપવામાં (Research on Household work and memory) આવી હતી. માપનનું આ એકમ પ્રતિ મિનિટ શારીરિક પ્રવૃત્તિ પર ખર્ચવામાં આવતી ઊર્જા એટલે કે કેલરીના જથ્થા જેટલું ગણવામાં આવે છે. આમાં 2.5 ની MET હળવા હોમવર્ક માટે અને 4 ની MET ભારે ઘરના કામ માટે આપવામાં આવી હતી.

સંશોધનમાં મળ્યું આ તારણ

સંશોધનમાં જાણવા મળ્યું કે યુવા જૂથના માત્ર 36 ટકા એટલે કે 90 લોકો અને લગભગ અડધા એટલે કે 48 ટકા (116 લોકો) વૃદ્ધ વય જૂથના માત્ર તે જ શારીરિક પ્રવૃત્તિઓનો ક્વોટા (Research on Household work and memory) પૂરો કર્યો હતો. જે રસપ્રદ હતું. પરંતુ લગભગ બે તૃતીયાંશ એટલે કે 61 ટકા લોકો, જેમાંથી 152 યુવાન અને 159 વૃદ્ધ હતાં, તમામે હોમવર્ક કરીને તેમનું લક્ષ્ય સિદ્ધ કર્યું હતું.

માનસિક સ્વાસ્થ્ય પર અસરની તપાસ

તમામ હોમ વર્ક દરમિયાન સહભાગીઓની શારીરિક પ્રવૃત્તિઓને સમાયોજિત કર્યા પછી તેમનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા સહભાગીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંશોધનના પરિણામોમાં (Research on Household work and memory) જાણવા મળ્યું છે કે ઘરકામ માણસની માનસિક ક્ષમતાઓ અને શારીરિક ક્ષમતાઓને વધારવામાં મદદ કરે છે. ઉપરાંત ઘરના કામ કરવાની ટેવ ખાસ કરીને મોટી ઉંમરના લોકો માટે વધુ ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ Fitness Plan According to Your Age : ઉંમર પ્રમાણે ફિટનેસ પ્લાન બનાવો અને રહો વધુ સ્વસ્થ

આ પણ વાંચોઃ Exercise: માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કસરતો, આવો જાણીએ કેવી રીતે?

Last Updated : Jan 18, 2023, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details