ન્યૂઝ ડેસ્ક: જન્મ પછી થોડા સમય પૂરતી નાના બાળકોમાં આંખોમાં પ્રકાશની સમસ્યા (eye problems in children) જોવા મળે છે. એવા જ એક પ્રકારની બીજી સામાન્ય સમસ્યા એ છે કે, બાળકોની આંખોમાંથી નીકળતા પ્રવાહીને કારણે તેમની આંખો ચીપકી જાય છે અથવા તો તે પ્રવાહી આંખોની બાજુઓ પર સુકાઈ જવાને કારણે આંખો સરખી ખુલતી નથી. આ સમસ્યાનો ઉપાય (eye health in children) એ છે કે થોડી વધારે બાળકોની સ્વચ્છતાનું ધ્યાન રાખીશું તો આ સમસ્યાથી છુટાકરો મળી જાય છે, પરંતુ જો આંખોમાંથી વધુ ચીકણું પ્રવાહી નીકળવા લાગે અને આંખો ચોંટી જવાની સમસ્યા વધુ જોવા મળે તો તે કોઈ રોગ અથવા ચેપનો સંકેત (tips to have healthy eyes) પણ હોઈ શકે છે.
જાણો આ સમસ્યા વિશે ડૉ. કૃતિકા શું કહે છે
બાળરોગ નિષ્ણાત ડૉ. કૃતિકા કાલિયા કહે છે કે, સામાન્ય રીતે જન્મના એક વર્ષ સુધીના બાળકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. જેને સ્વચ્છતાનું ધ્યાન રાખીને અને કેટલીક સાવચેતી રાખીને દૂર કરી શકાય છે, પરંતુ જો આંખોમાં વધુ ચિપચિપાપન અને આંખોની બાજુઓ પીળો અથવા સફેદ પ્રવાહી નજર આવે તો બાળકને જાગવા પર આંખો ખોલવામાં વધુ તકલીફ પડે છે. ઉપરાંત આંખોની આસપાસ અથવા નીચે અને આસપાસ સહેજ લાલાશ અને સોજો આવે છે તેમજ આંખોમાંથી જો પીળા કે લીલા પાણી દેખાવા લાગે તો તે કોઈ રોગ અથવા ચેપનો સંકેત હોઈ શકે છે.
ડૉ. કૃતિકા જણાવે છે કે આ સ્થિતિ માટે ઘણા કારણો જવાબદાર ગણી શકાય. જેમાંથી કેટલાક નીચે દર્શાવાયા છે.
ઓપ્થેલ્મિયા નિયોનેટોરમ
ડૉ. કૃતિકા કહે છે કે, નવજાત શિશુમાં ઑપ્થેલ્મિયા નિયોનેટોરમ (Ophthalmia neonatorum Treatment) સામાન્ય છે. આ ચેપની અસર બાળકો પર જન્મના ત્રણથી ચાર અઠવાડિયામાં જોવા મળે છે. આ ચેપનું કારણ સામાન્ય રીતે બાળકના જન્મ સમયે અથવા તેના પછી સ્વચ્છતામાં બેદરકારી અથવા અમુક રોગોને આભારી હોઈ શકે છે. આ સ્થિતિમાં આંખોમાં પાણી આવવું, આંખો ચોંટી જવી, પાંપણો પર સોજો આવવો અને આંખોમાં લાલાશ જેવા લક્ષણો જોવા મળે છે.
નાસોલેક્રિમલ ડક્ટનો અવરોધ
જો બાળકોની નેજોક્રાઇમલ ડક્ટમાં કોઈ સમસ્યા હોય અથવા બ્લોકેજ હોય તો પણ બાળકોની આંખોમાં સમસ્યા થવા લાગે છે. ખરેખર તો નેજોક્રાઇમલ ડક્ટ એ આંખમાં આંસુની નળી હોય છે જે નાકના નીચેના ભાગમાં ખુલે છે. તેના લીધે જ આંખમાં આવતા આંસુ નાક દ્વારા ગળામાં જાય છે, પરંતુ જો આમાં કોઈ અવરોધ આવી જાય તો ગળામાં જવાને બદલે બાળકની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. ખાસ કરીને આ ચેપથી કંજંક્ટિવાઇટ્સ બીમારી થવાનો ખતરો વધી જાય છે. જેના લીધે બાળકોને આંખોમામ ચિપચિપાન આવી લાગે છે.
સામાન્ય રીતે 20 ટકા બાળકોને જન્મ સમયે આ સમસ્યા
સામાન્ય રીતે 20 ટકા બાળકોને જન્મ સમયે આ સમસ્યા હોય છે. જો કે આંસુની નળીના ઉપરના ભાગને દિવસમાં ત્રણથી ચાર વખત હળવા હાથે માલિશ કરવાથી અને તબીબી સલાહ મુજબ એન્ટિબાયોટિક આઇ ડ્રોપ્સનો ઉપયોગ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળે શકી છે અથવા તો નાનું એવું ઓપરેશન કરી આ સમસ્યાને દૂર કરી શકાય છે.