ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

શું હેર સપ્લીમેન્ટ ખરેખર કામ કરે છે ?

કોણ જાડા ચમકતા વાળ અને સ્પષ્ટ ચમકતી ત્વચાની ઇચ્છા નથી કરતુ ? આમ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે શુધ્ધ ખોરાક ખાઓ. આપણે જે ખાઈએ છીએ તે આપણા વાળ અને ત્વચા પર પ્રતિબીંબીત થાય છે. પરંતુ શું આ ખોરાક ખરેખર અસરકારક સાબીત થાય છે ? ETV Bharat Sukhibhavaની ટીમે ત્વચાના એમડી અને કાયા ક્લીનીક ઇન્ડીયાના મેડીકલ હેડ ડૉ. સુશાંત શેટ્ટી સાથે વાતચીત કરી હતી. તેમણે આ ખોરાકના ફાયદા અને તે કેવી રીતે કામ કરે છે તેના વીશે વાતચીત કરી હતી.

Hair Supplements
Hair Supplements

By

Published : Mar 11, 2021, 7:48 PM IST

  • સપલીમેન્ટ્સ શું છે ?

સપલીમેન્ટ્સ એટલે કે જેમ તેનું નામ જણાવે છે તેમ આપણા ખોરાક ઉપરાંત જે ખાઈએ છીએ તે. એટલે કે આપણા રોજીંદા ખોરાક ઉપરાંત આપણે જે ખાઈએ છીએ તે. ડૉ. શેટ્ટી જણાવે છે કે આપણા ખોરાકમાંથી આપણે ચોક્કસ ટોનીક, વીટામીન, મીનરલ, જરૂરી એમીનો એસીડ, પ્રોટીનસ કાર્બોહાઇડ્રેટ વગેરે મેળવીએ છીએ. આપણે જે ખાઈએ છીએ તેનું ઉર્જામાં રૂપાંતર થાય છે અને તે ઉર્જા વાળના કોશીકાઓ સુધી પહોંચે છે અને આ કોશીકાઓ વાળના વિકાસને નિયંત્રીત કરવામાં મદદરૂપ થાય છે. મૂળભૂત રીતે વાળ મૃત પેશીઓ છે અને ફોલીકલ તેનો જીવંત ભાગ છે. તેથી જો ફોલીકલનું યોગ્ય પોષણ કરવામાં આવે તો વાળ જાડા અને ચમકદાર બને છે.

ડૉ. શેટ્ટી જણાવે છે કે ગતીશીલ જીવન, ધૂળ અને પ્રદુષણ, તનાવ, ખોરાક, જીવનશૈલી, રાસાયણીક ઉત્પાદનો અને વગેરે ખોપરી પરની ચામડીને નુકસાન પહોંચાડે છે. જ્યારે કોઈ નુકસાન થાય છે ત્યારે ટ્રોમા સર્જાય છે જે રીપેરની પ્રક્રીયા તરફ દોરી જાય છે. જો કે કેટલીક વાર પોષણયુક્ત આહાર ન ખાવાને લીધે રીપેરની પ્રક્રીયા સારી રીતે થઈ શકતી નથી. વાળની કોશીકાઓને મળતુ પોષણ અપુરતુ હોય છે માટે પોષણની ખામી સર્જાતા સપ્લીમેન્ટની જરૂર પડે છે. સપ્લીમેન્ટ્સમાં વીટામીન બી કોમ્પલેક્સ, બાયોટીન, મીનરલ અને અન્ય વીટામીનનો સમાવેશ થાય છે.

વીટામીન અને ખનીજો વાળા ઉત્પાદનો પુરતા નથી કારણ કે તેમાંથી તમામ વીટામીન વાળની ચામડી દ્વારા શોષાતુ નથી. મલ્ટી વીટામીન લેવા જરૂરી છે જેથી તે સીસ્ટમમાં પહોંચે છે, લોહીમાં જાય છે અને કોશીકાઓ અને અન્ય ભાગો સુધી પહોંચે છે.

શું તે યોગ્ય રીતે કામ કરે છે ?

ડૉ. શેટ્ટી જણાવે છે કે મલ્ટીવીટામીન મદદરૂપ થાય છે અને ખાસ કરીને ભારતીય મલ્ટીવીટામીન એટલા માટે કામ આવે છે કે તે શરીરની જરૂરીયાત મુજબ બનેલા હોય છે. વ્યક્તિ પોતાની રીતે પણ મલ્ટીવીટામીન લઈ શકે છે પરંતુ તે લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી વ્યાજબી છે. જો તમારા શરીરમાં કોઈ ખામી હોય તો ડૉક્ટર તમારો ડોઝ એ રીતે નક્કી કરી શકે છે. જો કે વ્યક્તિએ એ યાદ રાખવુ જોઈએ કે વધુ માત્રામાં લેવામાં આવેલા મલ્ટી વીટામીનથી વાળ ખરી શકે છે અને તેની અન્ય આડઅસરો પણ થઈ શકે છે. આ ઉપરાંત જો કોઈ ઉત્પાદનો ચમત્કાર થવાનો દાવો કરે છે તો તેનો ઉપયોગ કરતા પહેલા પણ ચેતવુ જોઈએ કારણ કે તેમાં એવા તત્વો હોઈ શકે છે જે તમારા શરીર માટે નુકસાનકારક સાબીત થાય.

તેથી ટોપીકલ ક્રીમ, શેમ્પૂ, કન્ડીશનર, વાળના તેલ આ તમામ ઉત્પાદનો તેમાં કરેલા દાવા મુજબ પોષક તત્વો ધરાવે છે પરંતુ તેનો ઉપયોગ બધી જરૂરીયાતોને પુર્ણ કરવા માટે પુરતો નથી. સંતુલીત આહાર લેવો અને તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરવુ એ ખુશ અને સ્વસ્થ વાળ તેમજ ત્વચાની ચાવી છે. નિષ્ણાંતો જણાવે છે કે ભારતીય ખોરાક, ભલે તે વેજીટેરીયન હોય કે નોન વેજીટેરીયન પરંતુ કે ખુબ સંતુલીત છે કારણ કે તે તમામ પ્રકારના પોષક તત્વોને સમાવે છે. માટે જો આપણો આહાર સંતુલીત હશે તો આપણને કોઈ પ્રકારના સપ્લીમેન્ટની જરૂર નહી પડે. જો તમારો આહાર સંતુલીત ન હોય તો તમે મલ્ટીવીટામીન પણ લઈ શકો છો. આ મલ્ટીવીટામીન લેતા પહેલા તેના ડોઝ માટે તમે તમારા ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો.

ABOUT THE AUTHOR

...view details