નવી દિલ્હીઃ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર મહિનામાં ઘણીવાર ડેન્ગ્યુ (dengue symptoms), મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો જોવા મળે છે. આ મહિનાઓ ડેન્ગ્યુ મેલેરિયાના ટોચના મહિના છે. આ દિવસોમાં ડેન્ગ્યુ, મેલેરિયાનો ચેપ (malaria symptoms) વધવાને કારણે અનેક લોકોના મોત પણ થાય છે. એલએનજેપી LNJP હોસ્પિટલ (Delhi Lok Nayak Jai Prakash Narayan) નવી દિલ્હીના મેડિકલ ડાયરેક્ટર ડૉ.સુરેશ કુમારે જણાવ્યું કે, ડૉક્ટરની સલાહ વિના કોઈપણ દવાનો ઉપયોગ કરશો નહીં.
જો દર્દીડેન્ગ્યુમેલેરિયા, ચિકનગુનિયા તાવથી પીડાય છે તો દર્દીમાં પ્લેટલેટનો દર ઘટી જાય છે અને આવી સ્થિતિમાં દર્દી બ્રુફેન કે સ્પિરિન વગેરે જેવી દવાઓ લે તો તેના પ્લેટલેટ્સના દરમાં ઘટાડો થાય છે, જેના કારણે દર્દીની હાલત કફોડી બને છે અને દર્દીને દાખલ થવાનો ભય રહે છે. LNJP હોસ્પિટલના ડૉક્ટર સુરેશ કુમાર કહે છે કે, સામાન્ય તાવના કિસ્સામાં તમે પેરાસિટામોલ લઈ શકો છો અને જો પ્લેટલેટ્સ ઘટી જાય અથવા તમને બીજી કોઈ સમસ્યા હોય, તો તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લેવી જોઈએ.હાલમાં નવી દિલ્હીની લોકનાયક LNJP હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓ માટે ખાસ ફીવર વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં ચાલીસ બેડ જોગવાઈ છે. ઘણી વખત દર્દીનું બ્લડ પ્રેશર પ્લેટલેટ્સ ઘટવાને કારણે ખૂબ જ નીચે જાય છે અને પરિસ્થિતિ ગંભીર બની જાય છે. તો આવા દર્દીઓ માટે અલગ ICUની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.