જર્નલ ઑફ પ્રાઈમરી કેર એન્ડ કોમ્યુનિટી હેલ્થમાં પ્રકાશિત થયેલા વરાળથી કોવિડના લક્ષણોના (Covid19 Study) આવર્તન કેવી રીતે વધે છે તે અંગેના અભ્યાસમાં જાણવા મળ્યું છે. તેે લક્ષણોમાં માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને છાતીમાં દુખાવો, ઉબકા અને ઉલટી, ઝાડા અને સ્વાદ અથવા ગંધની અક્ષમતાનો સમાવેશ થાય છે. જે લોકો વરાળ વધુ લેે છે, તમાકુનું ધૂમ્રપાન પણ કરે છે અને કોવિડ પોઝિટિવનું પરીક્ષણ કરાવે છે, તેઓએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ હતી અને વરાળ ન લેતાં લોકો કરતા વધુ પ્રમાણમાં તાત્કાલિક સારવાર વિભાગની મુલાકાતો લેતાં હતાં.
કોવિડના દેખીતાં લક્ષણોના અભ્યાસનો હેતુ હતો પરંતુ આ જાણવા મળ્યું
મેયો ક્લિનિકના ડેવિડ મેકફેડને (Research at Mayo Clinic ) જણાવ્યું હતું કે, "અભ્યાસનો હેતુ સામાન્ય COVID-19 લક્ષણોની (Covid19 Study)આવૃત્તિની સરખામણી કરવા માટેનો હતો. જેમ કે જેઓ વેપિંગ લેતાં ન હતા તેમની સરખામણીમાં સ્વાદ અથવા ગંધ ગુમાવવી, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને કોવિડના દર્દીઓમાં વેપિંગ-એટલે કે વરાળ લેનારા દર્દીઓમાં છાતીમાં જકડન વધુ હતાં."
કોવિડ પોઝિટિવ વેપર્સનો અભ્યાસ
મેયો ટીમે (Research at Mayo Clinic ) 280થી વધુ કોવિડ-પોઝિટિવ વેપર્સનો ઈન્ટરવ્યુ લીધો હતો અને તેમની સરખામણી સમાન ઉંમર અને લિંગના 1,445 કોવિડ-પોઝિટિવ લોકો સાથે કરી હતી અને જેઓ વેપિંગ કરતાં ન હતાં. સંશોધકોએ જણાવ્યું હતું કે આ તમામ સામાન્ય કોવિડ લક્ષણો વેપિંગ કરનારા લોકોમાં વારંવાર (Covid19 Study) નોંધાયાં હતાં.
આ પણ વાંચોઃ ગરમ પાણીની વરાળ સંક્રમણથી દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે
ઈ સિગારેટનો ઉપયોગ યુવાવર્ગમાં વધુ છે
છેલ્લા એક દાયકામાં ઈ-સિગારેટનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે, ખાસ કરીને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને યુવાન વયસ્કોમાં આમ જોવા મળે છે. જોકે ઈ-સિગારેટની (E Cigarettes Vaping) ટૂંકા અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય અસરોથી તેઓ અજાણ હોય છે. "ઘણા અભ્યાસો છે જે દર્શાવે છે કે ઈ-સિગારેટનો ઉપયોગ ફેફસાંમાં થતી બળતરા સાથે સંકળાયેલો હોઈ શકે છે અને અમુક વપરાશકર્તાઓમાં ફેફસાંમાં ગંભીર ઈજા પણ થઈ શકે છે, જે ઈ-સિગારેટ અથવા વેપિંગ ઉપયોગ-સંબંધિત ફેફસાની ઈજા તરીકે ઓળખાતી સ્થિતિનું કારણ બની શકે છે." મેયો ક્લિનિકના પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ રોબર્ટ વાસાલોએ (Research at Mayo Clinic ) આમ જણાવ્યું હતું. અમારું સંશોધન એ ચકાસવા માટે બનાવવામાં આવ્યું ન હતું કે શું ઈ-સિગારેટના ઉપયોગથી કોવિડ સંક્રમણ લાગવાનું જોખમ વધે છે, પરંતુ તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કોવિડ-19 ના દર્દીઓમાં લક્ષણોનું ભારણ (Covid19 Study) વેપિંગ ન કરનારાઓ કરતા વધારે છે," તેમણે ઉમેર્યું.
કોવિડ-19 સંક્રમણ દ્વારા ફેફસાંની પેશીઓની વધેલી બળતરા અને વરાળ દ્વારા પ્રેરિત બળતરા પ્રણાલીગત બળતરાની સંભાવનાને વધુ વકરાવી શકે છે, તાવ, માયાલ્જીઆ, થાક અને માથાનો દુખાવો જેવા લક્ષણોમાં સંકળાયેલ વધારા સાથે અભ્યાસમાં નોંધાયું છે.
વેપિંગ-ઇ વેપિંગ ન લેવા નિષ્ણાતની સલાહ
SARS-CoV-2 (વાયરસ જે કોવિડ-19નું કારણ બને છે) જેવા અત્યંત સંક્રમિત શ્વાસોચ્છવાસના પેથોજેન સાથેના રોગચાળા દરમિયાન વેપિંગ અને ઈ-સિગારેટનો (E Cigarettes Vaping) ઉપયોગ ઘટાડવા અથવા બંધ કરવાની (Covid19 Study) અને લક્ષણોમાં વધારો અને ફેફસાંમાં ઈજા થવાની સંભાવનાને ઘટાડવાની મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવે છે. "મેયો ક્લિનિકના (Research at Mayo Clinic ) પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ રોબર્ટ વાસાલોએ આમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ કોરોના બાદ ફેફસાંને કેવી રીતે કરશો પુનઃસ્વસ્થ