ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

બજારમાં નહીં વેચાય કોવિડની રસી - રસીકરણનો ત્રીજો તબક્કો થશે શરૂ

કેન્દ્ર સરકારે દેશમાં 1લી મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ વ્યક્તિઓને રસી આપવાની શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે 3જા તબક્કાના આ રસીકરણમાં દવાની દુકાનમાં કોરોનાની રસી વેચાશે નહીં.

બજારમાં નહીં વેચાય કોવિડની રસી
બજારમાં નહીં વેચાય કોવિડની રસી

By

Published : Apr 22, 2021, 8:17 PM IST

  • 1લી મેથી શરૂ થશે રસીકરણનો ત્રીજો તબક્કો
  • 18 વર્ષથી ઉપરના તમામને અપાશે રસી
  • સ્ટૉકની આપવી પડશે માહિતી આપવી પડશે સમયસર

ન્યૂઝ ડેસ્ક: 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની અનુમતિ આપવામાં આવી છે છતાં કોવિડની રસી દવાની દુકાનમાં મળશે નહીં. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે ફક્ત કૉવિડ રસીકરણ કેન્દ્ર(CVC) અને હૉસ્પિટલ્સમાં ત્રીજા ચરણનું રસીકરણ પહેલી મેથી શરૂ થશે. તમામ રસીકરણ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ જ હશે અને તમામ પ્રોટોકોલનું પાલન કરવું ફરજીયાત રહેશે.

વધુ વાંચો:જાણીએ, વેક્સિન સમાન હોમિયોપેથીની નોસોડસની ખાસિયત

સમયસર આપવી પડશે સ્ટૉકની આપવી પડશે માહિતી

સરકારે કહ્યું છે કે તમામ ટીકાકરણ કેન્દ્રમાં લાગુ કરવામાં આવતા સ્ટૉક અંગેની તમામ વાસ્તવિક સૂચના સમય રસ આપવી પડશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડની રસીનો ઉપયોગ ઇમર્જન્સી લાયસન્સ અંતર્ગત આપવો જોઇએ. જેના કારણે તમામ દુકાનમાં તેને વેચવાની મંજૂરી ન આપવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે એક સિસ્ટમમાં રસીકરણ થાય તે મહત્વપૂર્ણ છે. રસી અપાતી હોય તે જગ્યાએ તમામ હોસ્પિટલમાં અને સીવીસીએ પોતાની ઓળખાણ સુનિશ્ચિત કરે તમામ પ્રતિકૂળ પરિસ્થિતની તપાસ કરવા માટે AEFI સાથે જોડવામાં આવ્યું છે.

વધુ વાંચો:ભારતમાં કોવિડની બીજી લહેર વધારે સંક્રામક અને ઘાતકી છે

1લી મેથી શરૂ થશે રસીકરણનો ત્રીજો તબક્કો

સોમવારે સરકારે જાહેર કર્યું હતું કે 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ 1લી મે બાદ કોવિડ -19ની રસી લઇ શકશે. સરકારે જાહેરાત કરી છે કે પહેલાથી કરવામાં આવેલી જાહેરાત મુજબ વિનામુલ્યે રસીકરણ ચાલતું રહેશે જેમાં હેલ્થ કેર વર્કર, ફ્રંટલાઇન વર્કર અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. સરકારે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે કિંમતના આધારે રાજ્ય સરકાર, પ્રાઇવેટ હૉસ્પિટલ અને ઔદ્યોગિક સંસ્થાન રસી ખરીદી શકશે.

ABOUT THE AUTHOR

...view details