- કોવિડના દર્દીઓને સ્ટ્રોક આવવાનો ખતરો
- સંશોધનમાં સામે આવી વિગતો
- અમુક દર્દીઓમાં વધારે બીપીની પણ જોવા મળ્યું
ન્યૂઝ ડેસ્ક:એક સંશોધન મુજબ કોવિડ - 19 સ્ટ્રોકના જોખમને વધારી શકે છે. જે દર્દીઓ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઇ રહ્યાં હોય તેમના માટે આ ખતરો વધી જાય છે. શ્વાસ સંબંધિત બિમારી હોવાના કારણે શરીરના અનેક અંગોને તે પ્રભાવિત કરી શકે છે. અમેરિકામાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે. હોસ્પિટલમાં દાખલ કરેલા કોવિડ - 19 ના દર્દીઓને સ્ટ્રોક આવવાનો ખતરો વધી જાય છે. આ ખતરોએ દર્દીઓ માટે વધી જાય છે જેમને ઇન્ફ્લુએન્જા અને સેપ્સિસ જેવા વાઇરસ લાગ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્ટોક 2021માં રજૂ કરવામાં આવેલા એક શોધપત્રમાં સામે આવ્યું છે કે કોવિડ-19 કોર્ડિયોવસ્કુલર ડિઝીઝ રજીસ્ટરમાં 1.4 ટકા દર્દીઓની તપાસમાં આ સામે આવ્યું છે. જેમાંથી 52.7 ટકા દર્દીઓને ઇસ્કીમિક સ્ટ્રોકનો અનુભવ થયો હતો. 2.5 ટકા લોકોને ક્ષણિક ઇસ્કેમિક એટેક આવ્યો હતો અને 45.2 ટકા બ્લડ સ્ટ્રોક આવ્યો હતો.
કોરોના વાઇરસ ફક્ત શ્વસનતંત્રની બિમારી નથી
વોશિંગટન વિશ્વ વિદ્યાલયના પ્રમુખ લેખક સૈટે એસ. શકીલે જણાવ્યું હતું કે 'આ તારણો પરથી કહી શકાય કે કોવિડ - 19 સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. જો આ અંગે હજી પણ કોઇ નિશ્ચિત તારણ પર આવવું અશક્ય છે.' શકીલે કહ્યું હતું કે 'મહામારી હજી ફેલાઇ રહી છે અને તેમાં એવું સામે આવી રહ્યું છે કે કોરોના વાઇરસ ફક્ત શ્વસનતંત્રની બિમારી નથી. તે એવી બિમારી થછે કે શરીરના કોઇપણ તંત્રને પ્રભાવિત કરી શકે છે.' ટીમે એક અભ્યાસ માટે અમેરિકન હાર્ટ એસોસિએશનના કોવિડ - 19 સીવીડી રજીસ્ટ્રેશનના ડેટાનો ઉપયોગ કર્યો હતો. જેમાં સમગ્ર અમેરિકાના 20,000થી વધારે દર્દીઓનો સમાવેશ થયો છે.