આયુર્વેદમાં ડાયાબિટીસ(DIABETES )માટે અસંતુલિત જીવન શૈલી જેમ કે અનુચિત આહાર-વિહાર, વ્યાયામ ન કરવો, શારીરિક શ્રમ ઓછો કરવો, વધુ પડતો તણાવ વગેરે કારણોને જવાબદાર માનવામાં આવે છે. આયુર્વેદ સાથે જોડાયેલા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે, આ બધા કારણોના લીધે વ્યક્તિના વાત, પીત્ત અને કફ અસંતુલિત થઈ જાય છે અને ડાયાબિટીસના (DIABETES )રોગને જન્મ આપે છે.
ડાયાબિટીસના કેટલાક સામાન્ય ઉપચાર અને ઔષધીઓ વિશે જાણો
આમ તો ડાયાબિટીસમાં ત્રણ દોષમાં અસંતુલન જોવા મળે છે, પરંતુ મુખ્ય કફ દોષમાં પ્રભાવને તેનું મૂળ કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત ડાયાબિટીસ (DIABETES )ને આનુવંશિક વિકાર પણ માનવામાં આવે છે. આયુર્વેદ ડાયાબિટીસ અંગે વધુ જાણકારી મેળવવા માટે ETV Bharat સુખીભવ એ હૈદરાબાદના વરિષ્ઠ આયુર્વેદિક ચિકિત્સક ડૉ. પી.વી.રંગનાયકુલું સાથે વાત કરી અને ડાયાબિટીસ માટે કેટલાક સામાન્ય ઉપચારો અને ઔષધીયો વિશે પણ જાણકારી લીધી, જે આ રોગને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
ડાયાબિટીસ થવાના કયા છે કારણ?
સ્વાદુપિંડમાં વિવિધ હોર્મોન્સનું નિર્માણ અને સ્ત્રાવ થાય છે, જે આપણા શરીરની પાચક સિસ્ટમનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. આમાં મુખ્ય ઇન્સ્યુલિન અને ગ્લુકોન છે. ઇન્સ્યુલિન આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, જે આપણા લોહીમાં ખાંડનું ઉત્પાદન અને નિયંત્રણ કરવા માટે કામ કરે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પણ ખેલા હોબે? AAP, AIMIM બાદ શું તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં આવી રહ્યું છે?
ડાયાબિટીસના દર્દીને વારંવાર યુરિન માટે જવું પડે છે
પરંતુ જો કોઈ કારણથી ઇન્સ્યુલિનનું ઓછું નિર્માણ થવા લાગે તો કોશિકાઓની ઉર્જા ઓછી થવાના સાથે જ અલગ- અલગ મુશ્કેલીઓ થવા લાગે છે. આવી અવસ્થામાં સામાન્ય રીતે વ્યક્તિને ચકકર તથા ધબકારા વધવા જેવી સમસ્યાઓ મહેસુસ થવા લાગે છે. ઇન્સ્યુલિનનું ઓછું નિર્માણ થવાના કારણે લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે જે યુરિન દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. આ જ કારણથી ડાયાબિટીસના દર્દીને વારંવાર યુરિન આવે છે. ડાયાબિટીસ માટે વિભિન્ન કારણોને જવાબદાર માનવામાં આવે છે. જેમાંથી કેટલાક નીચે મુજબ છે.અનુવાંશિકતા: જો પરિવારના કોઈપણ સભ્ય માતા-પિતા, ભાઈ- બહેનમાંથી કોઈને પણ હોય તો ડાયાબિટીસ થવાનો ભય વધી જાય છે.
મોટાપો: મોટાપો પણ ડાયાબિટીસ માટે જવાબદાર હોય છે. સમય પર ભોજન ન લેવું અથવા વધુ જંકફૂડ અથવા અસંતુલિત અને અસ્વસ્થ ભોજન લેવાથી વજન વધી જાય છે. જેનાથી કેટલીય વાર હાઈબીપીની સમસ્યા પણ થઈ જાય છે અને લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી જાય છે. જે ડાયાબિટીસ થવાનું કારણ બની શકે છે.
બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે