સિઓલ: ચીનમાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. ચીનની પરિસ્થીતી ફક્ત ચીનને જ નુકશાન નથી પરંતુ તેની ચીંતા અન્ય દેશને પણ છે. કોરાના કહેરની વચ્ચે એક નવો ચેપ બહાર આવ્યો છે. જે દક્ષિણ કોરિમાં આ કેસ બહાર આવ્યો છે.દક્ષિણ કોરિયામાં નેગલેરિયા ફાઉલેરી અથવા 'બ્રેઈન ઈટિંગ અમીબા'નો પ્રથમ ચેપ નોંધાયો (brain eating amoeba South Korea) છે. કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA) એ પુષ્ટિ કરી છે કે, થાઈલેન્ડથી પરત ફર્યા બાદ મૃત્યુ પામનાર કોરિયન નાગરિક નેગલેરિયા ફાઉલેરીથી (brain eating amoeba) ચેપ લાગ્યો હતો. આ એક એવો રોગ છે, જે માનવ મગજનો નાશ કરે છે.
આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય સંક્રમણની તૈયારી દિવસ રોગ સામે લડવા તૈયાર રહેવાની પ્રેરણા આપે છે
આ દેશનો પ્રથમ કેસ: 50 વર્ષીય વ્યક્તિ દક્ષિણપૂર્વ એશિયાના દેશમાં 4 મહિના પછી તારીખ 10 ડિસેમ્બરે કોરિયા પાછો ફર્યો હતો. આ ઉપરાંત બીજા દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગયા અઠવાડિયે મંગળવારે તેમનું મૃત્યુ થયું હતું. વર્ષ 1937 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ વખત બ્રેઇન ઇટિંગ અમીબા રોગનો આ દેશનો પ્રથમ કેસ છે.
બ્રેઈન ઈટિંગ ચેપ: Naegleria fowleri એ અમીબા છે. જે સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં ગરમ મીઠા પાણીના તળાવો, નદીઓ, નહેરો અને તળાવોમાં જોવા મળે છે. અમીબા નાક દ્વારા શ્વાસ લેવામાં આવે છે અને પછી મગજમાં પ્રવેશ કરે છે.
બ્રેઈન ઈટિંગ કેસ: KDCA એ જણાવ્યું હતું કે, નેગલેરિયા ફાઉલેરીના માનવ થી માનવમાં ફેલાવાની શક્યતાઓ ઓછી છે. પરંતુ સ્થાનિક રહેવાસીઓને એવા વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવા જણાવ્યું હતું, જ્યાં રોગ ફેલાયો છે. અમેરિકા, ભારત અને થાઈલેન્ડ સહિત વિશ્વમાં વર્ષ 2018 સુધીમાં નેગલેરિયા ફાઉલેરીના કુલ 381 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:વિદેશમાં ચેપ માટે ઓમિક્રોન સબવેરિયન્ટ જવાબદાર, WHO નવા વર્ષમાં રોગચાળાની આગાહી
બ્રેઇન ઇટિંગ અમીબા: નેગલેરિયા ફાઉલેરીના લક્ષણો આ બ્રેઈન ઈટિંગ અમીબા તાજા પાણી, ખાબોચિયા અને અન્ય સ્થિર પાણીના સ્ત્રોતોમાં જોવા મળે છે અને મૃતકના સંસર્ગની સંભવિત તપાસ ચાલી રહી છે, તે નોંધ્યું છે. PAM ચેપના પ્રારંભિક તબક્કામાં જે નાક દ્વારા થાય છે, લક્ષણોમાં ગંભીર માથાનો દુખાવો, તાવ અને ઉલટીનો સમાવેશ થઈ શકે છે. જેમ જેમ ચેપ આગળ વધે છે તેમ લક્ષણો જે એક્સપોઝરના એકથી નવ દિવસ પછી દેખાય છે. તે વધુ ગરદન, આંચકી અથવા આભાસમાં વિકસી શકે છે.