ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

Maithilisharan Gupt: આજે મૈથિલીશરણ ગુપ્તની જન્મ જ્યંતી, જેમના લખાણોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું

આધુનિક હિન્દી ભાષાના મહાન કવિઓમાંના એક કવિ ગણાતા, જેમને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રકવિનો દરરજો આપ્યો અને પદ્મભૂષણથી સન્માનિત એવા મૈથિલીશરણ ગુપ્તની આજે જન્મ જ્યંતી છે. 3જી ઓગસ્ટે તેમની જન્મજયંતિ દર વર્ષે 'કવિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

Etv BharatMaithilisharan Gupt
Etv BharatMaithilisharan Gupt

By

Published : Aug 3, 2023, 11:25 AM IST

હૈદરાબાદ: જેમણે દેશ અને દુનિયાના લોકોને પોતાની કવિતાઓ અને નાટકથી લોકોને દિવાના બનાવ્યા હતા. હિન્દી ભાષાના મહાન કવિઓમાંના એક મહાન કવિ ગણાતા એવા મૈથિલીશરણ ગુપ્તજીની આજે 137મી જન્મ જ્યંતી છે. મૈથિલીશરણ ગુપ્તાના જીવનમાં રાષ્ટ્રવાદની ભાવના કુટી કુટીને ભરેલી હતી. તેથી જ તેમની તમામ રચનાઓ રાષ્ટ્રીય વિચારધારાથી ઘેરાયેલી છે. બ્રજભાષામાં લખવાનું ચલણ જ્યારે ટોચ પર હતું, ત્યારે તેઓની ખડીબોલીમાં લખાયેલી કવિતાઓએ વાચકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.

મૈથિલીશરણ ગુપ્તજીનો જીવન પરિચય: મૈથિલીશરણ ગુપ્તજીનો જન્મ 3 ઓગષ્ટ 1886ના રોજ ઉત્તરપ્રદેશના ઝાંસીમાં થયો હતો. વૈશ્ય પરિવારમાં જન્મેલા મૈથિલીશરણ ગુપ્તાના પિતાનું નામ 'સેઠ રામચરણ' અને માતાનું નામ 'શ્રીમતી કાશીબાઈ' હતું. મૈથિલીશરણ ગુપ્તાજીને કવિતાની પ્રતિભા અને રામની ભક્તિ વારસામાં મળી હતી. મૈથિલીશરણ ગુપ્તાની કાવ્યાત્મક ભાષા ખડી બોલી હતી. મૈથિલીશરણજીનો હિન્દી સાહિત્યમાં પ્રવેશ "સરસ્વતી" સામાયિકમાં કવિતાઓ લખવા સાથે થયો હતો. હિન્દી ભાષામાં તેમને યોગદાનને જોતા 1953માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

મૈથિલીશરણ ગુપ્તજીના મુખ્ય ગ્રંથો:

કાવ્ય:જય ભારત, ભારત-ભારતી, અર્જન-વિસર્જન, સાકેત, રશ્મિ રથી, રંગ મેં ભંગ, જયદ્રથ વધ, વિકટ ભટ, પ્લાસી કા યુદ્ધ, ગુરુકુળ, કીસાન, પંચવટી, સિદ્ધરાજ, યશોધરા, કાબા-કરબલા, દ્વાપર, જાહુશ, વૈતલીક, કુણાલ, જેવી તેમની રચનાઓ લોકપ્રિય બની હતી.

નાટક:તિલોત્તમા, ચન્દ્રહાસ

મૈથિલીશરણ ગુપ્તજી તેમના વિચારો તેઓ કવિતા દ્વારા તેમની ખાસ શૈલીમાં રજુ કરતા હતા. તેમની કવિતાની સુંદરતાની આભા નીચેની પંક્તિ દ્વારા સમજી શકાય છે.

1.

પ્રાણ, તું આમ પાગલ નથી, ધરતી પર એ પ્રેમ ક્યાં છે..

મોહ માત્ર એક છેતરપિંડી છે, હવે અને અહીં ભટકશો નહીં.

ઉપર જુઓ, હવે તમને ત્યાં જ ચિરમેલ મળશે..

સ્વર્ગ છે, અપવર્ગ છે, સુખ છે, નિજવર્ગ છે..

2.

જો ભરા નહી હૈ ભાવો સે

જીસ મે બહતી રસધાર નહી

વહ હદય નહી પથ્થર હૈ

જીસમે સ્વદેશ કા પ્યાર નહી

ગાંધીજીના સંપર્કમાં આવ્યા: પ્રથમ કાવ્યસંગ્રહ ‘રંગ મેં ભંગ’ હતું. સાકેત અને પંચવટી જેવા અન્ય પુસ્તકોથી લોકપ્રિય થયા. રાષ્ટ્રીય ભાવનાઓથી રંગાયેલ "ભારત ભારતી" પ્રકાશિત અને તેમની લોકપ્રિયતા સર્વત્ર ફેલાઈ ગઈ હતી. આ સમયે તેઓ રાષ્ટ્રપિતા ગાંધીજીના સંપર્કમાં આવ્યા. મહાત્મા ગાંધી દ્વારા તેમના પુસ્તક ભારત-ભારતી (1912) માટે રાષ્ટ્રીય કવિનું બિરુદ આપવામાં આવ્યું હતું, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વ્યાપકપણે ટાંકવામાં આવ્યું હતું. ગુપ્તજી દ્વારા 'યશોધરા' 1932માં લખવામાં આવી હતી.

મૈથિલીશરણ ગુપ્તનું અવશાન: મૈથિલીશરણ ગુપ્તનું 12 ડિસેમ્બર, 1964ના રોજ ચિરગાંવમાં જ અવસાન થયું હતું. તેમના અવસાનથી હિન્દી સાહિત્યને મોટું નુકસાન થયું હતું, જે આજે પણ ભરપાઈ કરવું શક્ય નથી.

આ પણ વાંચો:

  1. Death anniversary of Dula Bhaya Kag: દુલા ભાયા કાગને કારણે 'ચારણ કન્યા'નું થયું હતું સર્જન!
  2. ઝવેરચંદ મેઘાણીની જન્મથી મરણ સુધીની યાદગાર પળો : રાજકવિના મુખે મેઘાણી માટે શું હતા શબ્દો

ABOUT THE AUTHOR

...view details