- વધુ પડતા રસાયણ ત્વચાને કરે છે નુકસાન
- પ્લાન્ટ ઓઇલ કુદરતી વિટામિન્સ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર
- ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે પ્લાન્ટ ઓઇલ
બધા બ્યુટિશિયન અને ત્વચારોગ વિજ્ઞાનીઓ (beautician dermatologist) ત્વચાની સંભાળ માટે કુદરતી અને ઓછા રાસાયણિક સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ પર આગ્રહ રાખે છે. વાસ્તવમાં આપણી ત્વચા એટલી સંવેદનશીલ હોય છે કે વધુ પડતા રસાયણો તેને ઊંડે સુધી નુકસાન પહોંચાડે છે. પ્લાન્ટ ઓઇલ એટલે કે જે તેલ છોડ, ફળો અને બીજમાંથી કાઢવામાં આવે છે તે ત્વચાની નિયમિત સંભાળ અને સ્વાસ્થ્ય અને સુંદરતા જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક (plant oils for skin and hair care) છે. આ તેલ કુદરતી પોષણથી ભરપૂર હોય છે અને મોટાભાગના તેલની ત્વચા પર કોઈ આડઅસર (side effects on oily skin) થતી નથી.
પ્રદૂષણથી થતાં નુકસાનથી પણ બચાવે છે પ્લાન્ટ ઓઇલ
ઉદાહરણ તરીકે, આર્ગન, બદામ, જોજોબા અને દાડમના બીજ તેલ, જે કુદરતી વિટામિન્સ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર છે, તે માત્ર ત્વચાને જ પોષણ આપતા નથી, પરંતુ તેને ત્વચાની સમસ્યાઓ, મુક્ત કણો અને પ્રદૂષણના નુકસાનથી પણ બચાવે છે. ત્વચાની નિયમિત દેખભાળ (regular skin care)માં કયા-કયા પ્લાન્ટ ઓઇલ કઇ રીતે ફાયદો (benefits of plant oil) પહોંચાડે છે, આવો જાણીએ. Etv ભારત સુખી ભવ: (sukhibhav)ના આ વિશેષ લેખમાં જણાવીશું કે આ ઓઇલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.
પ્લાન્ટ ઓઇલના ફાયદા
ઉત્તરાખંડની ડર્મેટોલૉજિસ્ટ ડૉ. આશા સકલા (uttarakhand dermatologist Dr. Asha Sakla)ની જણાવે છે કે આપણી ચામડી પર હવામાન, તેના પર લગાવવામાં આવતી પ્રોડક્ટ્સ તથા પ્રદૂષણની ઊંડી અસર થાય છે, કેમકે ચામડી પોતાના સંપર્કમાં આવનારા ઘટકોને લગભગ 60થી 70 ટકા શોષી લે છે. આ સમસ્યાઓનો પ્રભાવ વાળ પર પણ જોવા મળે છે, જેના કારણે તૂટવા-ખરવા ઉપરાંત વાળમાં બીજી પણ અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. આવામાં ત્વચા અને વાળ માટે પ્રાકૃતિક ઉત્પાદનો જેવા પ્લાન્ટ ઓઇલનો ઉપયોગ વધારે ફાયદાકારક થાય છે, કેમકે ફળો, ખાસ કરીને બીજમાંથી નીકાળવામાં આવતા આ તેલ પ્રાકૃતિક પોષણથી ભરપૂર હોય છે.
કુદરતી વિટામિન્સથી સમૃદ્ધ, આ તેલ માત્ર ત્વચાને જ નહીં પરંતુ વાળને પણ મૂળમાંથી સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે. આ સિવાય ત્વચા અને વાળની નિયમિત સંભાળ રાખવાથી પ્રદૂષણની અસર, મેકઅપ અને હેર સ્ટાઇલ પ્રોડક્ટ્સના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અને અન્ય કારણોસર થતી સમસ્યાઓમાં ઘટાડો થાય છે.
ત્વચા અને વાળ માટે ફાયદાકારક કેટલાક પ્લાન્ટ ઓઇલ
આર્ગન ઓઇલ
આ તેલ વાળ અને ત્વચા માટે જાદુ જેવું કામ કરે છે. તેના વિશેષ ગુણોને કારણે તેને 'લિક્વિડ ગોલ્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તેલ આર્ગન વૃક્ષમાંથી કાઢવામાં આવે છે. વાળ અને ત્વચાને પોષણ આપવા ઉપરાંત, આ તેલ ફોલ્લીઓ અને ત્વચાની અન્ય સમસ્યાઓમાં પણ રાહત આપે છે અને ઘાને ઝડપથી મટાડે છે. આર્ગન તેલમાં વિટામિન-એ અને વિટામિન-ઇ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની સાથે તેમાં લિનોલીક એસિડ, ઓમેગા-6, એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ હોય છે, જે ભેજ જાળવી રાખે છે અને ત્વચાને કોમળ બનાવે છે, તેમજ ત્વચા અને વાળને સૂર્યના કિરણોની અસરથી બચાવે છે. આ સિવાય તેમાં જોવા મળતું ટોકોફેરોલ, જે એક પ્રકારનું વિટામિન-ઈ છે, તે પણ નખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જોજોબાનું તેલ