ઉનાળાએ બારણે ટકોરા મારી દીધા છે અને હવે ટૂંક સમયમાં જ લોકો દરિયાકિનારે પાણીમાં છબછબિયાં કરતા, ઉર્જા મેળવવા નારિયેળનું પાણી પીતા અને સૂર્યસ્નાન કરતા જોવા મળશે. પરંતુ શિયાળામાં ભારે ભરખમ ખાદ્ય પદાર્થો આરોગ્યા બાદ અને શરીર ઉપર અનેક જોડી કપડાં સાથે ચરબીના થર સંતાડ્યા પછી તેમજ લોકડાઉનના ગાળામાં કેટલાક કિલો વજન ઉમેર્યા પછી શું હવે તમારું શરીર ઉનાળા માટે સજ્જ છે ખરું ? જો ન હોય તો, સંપૂર્ણ શરીર માટેનો વ્યાયામ અહીં રજૂ કરીએ છીએ, જે તમને છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે વધારેલા વધારાના વજનને ઓછું કરવામાં મદદ કરશે અને તમને ઉનાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે સજ્જ કરશે.
જમ્પિંગ જેક્સ
- આ સંપૂર્ણ શારીરિક વ્યાયામ શરૂ કરતાં પહેલાં જમ્પિંગ જેક્સ દ્વારા તમારા શરીરને હૂંફાળું બનાવો એટલે કે લોહીના પરિભ્રમણને સુચારુ બનાવો
- હાથ અને પગ બંને શરીરની બંને તરફ સીધા રાખીને જમીન ઉપર ઊભા રહો.
- તમારા ઘૂંટણને થોડા વાળો, કૂદકો મારો અને પગ શરીરની બંને તરફ સંપૂર્ણ અથવા તો ખભાની પહોળાઈ કરતાં વધુ ફેલાવો. સાથે સાથે, તમારા હાથ તમારા માથાની ઉપર લઈ જાવ.
- હવે ફરી કૂદો અને પ્રારંભિક સ્થિતિમાં પાછા આવી જાવ અને આવું ફરી કરો. આ પ્રક્રિયા પુનરાવર્તિત કરતા રહો. તમને અનુકૂળ હોય તે મુજબ તમે તમારી ઝડપ બદલી શકો છો.
પુશઅપ્સ
- તમારા પેટના બળે ઊંધા સૂઈ જાવ અને તમારી હથેળી જમીન ઉપર, તમારા ખભાની નીચે રાખો.
- તમારા પગના અંગુઠા જમીન તરફ રાખી તેને વિરામ કરવા દો.
- હવે ધીમેથી તમારી કોણીને સીધી કરો, જેથી તમારી છાતી, ધડ અને પગ જમીન ઉપરથી ઉંચકાય. તમારું શરીર સીધી રેખામાં રહે તેનું ધ્યાન રાખો, તે વળવું જોઈએ નહીં.
- હવે ફરી પ્રારંભિક સ્થિતિમાં આવી જાવ અને ફરી કોણીને સીધી કરી આ સ્ટેપનું પુનરાવર્તન કરો. તમે જેટલી વાર કરી શકો, એટલી વાર આમ ફરી ફરીને કરતા રહો.
ફેફસાં
- તમારી કમર ઉપર તમારા હાથ રાખીને સીધા ઊભા રહો અને તમારો જમણો પગ આગળ મૂકો, સમગ્ર કસરત દરમ્યાન તમારો પગ જમીન ઉપર સપાટ અડેલો રહેશે અને તમે વળશો ત્યારે તમારો ડાબો પગ અંગૂઠા ઉપર રહેશે.
- હવે ધીમે ધીમે તમારા ઘૂંટણો વાળો, જેથી તમારો જમણો સાથળ જમીનને સમાંતર બને.
- તમારી જાતને ઉપરની તરફ ધકેલો અને તમારા જમણા પગને પાછો લો. આ જ પ્રક્રિયા તમારા ડાબા પગ સાથે પુનરાવર્તિત કરો.